ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા, રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી.
ઉમાશંકર જોશી

થવાની વાત – હરીન્દ્ર દવે

અળગા થવાની વાત, મહોબ્બત થવાની વાત
બંને ને છેવટે તો નજાકત થવાની વાત.

પલળીશ એ ભયેથી હું શોધું છું છાપરું,
વરસે છે આસમાંથી ઇનાયત થવાની વાત.

ઝાહિદ, કસોટી છે આ, ગમે તે પસંદ કર
સિઝદો છે એક, એક ઇબાદત થવાની વાત.

પાસે રહું તો ભય કે વિખૂટાં પડી જશું,
આઘે રહીને માંડું છું અંગત થવાની વાત.

સ્વપ્નો થવાનું એટલું સહેલું બની ગયું,
માણસને આવડી ન હકીકત થવાની વાત.

– હરીન્દ્ર દવે

વાતચીત જેવી જ સરળ ભાષાનો પ્રયોગ ખાસ ધ્યાન ખેંચે છે. સ્વપ્નમાં રહેવા ટેવાઈ ગયેલા માણસને હકીકત સાથે કામ પાર પાડતા અઘરું પડી જાય છે.

11 Comments »

  1. ખજિત said,

    May 30, 2011 @ 2:43 AM

    સરળ અને સરસ ગઝલ. . . .

  2. jyoti hirani said,

    May 30, 2011 @ 5:13 AM

    સરસ ગઝલ .
    ચોથો શેર ખુબ ગમ્યો. હરિન્દ્ભભા ઇ નેી અન્ય ગઝ્લો જેવેી જ સુન્દર ગઝલ્

  3. Pushpakant Talati said,

    May 30, 2011 @ 5:16 AM

    સ્વપ્નો થવાનું એટલું સહેલું બની ગયું,
    માણસને આવડી ન હકીકત થવાની વાત.
    – બહુજ સરસ – અને વળી આજનાં જમાના પ્રમાણે આ સાચી વાત છે કે – સ્વપ્નમાં રહેવા ટેવાઈ ગયેલા માણસને હકીકત સાથે કામ પાર પાડતા અઘરું પડી જાય છે. –
    પણ ખરું જુઓ તો જો સપનાઓ ન હોય તો ? – અરે હકિકતોની ચટ્ટાનો સાથે માંથા ભટકાવી ભટકાવી ને માણસ મઋઈ જ જાત ને ? !! – સપનાઓ જ આ જગતમાં મરહમ ની ગરજ સારે છે. નહીતરતો બીન દવા કે દરદી જેવી હાલત થઈ જાત. ન જીવાય કે ન મરાય.

  4. Sarju Solanki said,

    May 30, 2011 @ 9:16 AM

    પાસે રહું તો ભય કે વિખૂટાં પડી જશું,
    આઘે રહીને માંડું છું અંગત થવાની વાત.

    સ્વપ્નો થવાનું એટલું સહેલું બની ગયું,
    માણસને આવડી ન હકીકત થવાની વાત.

    સાહેબ બહુ અંગત વાત છે……!!!!

  5. ડૉ. મહેશ રાવલ said,

    May 30, 2011 @ 10:39 AM

    આખી ગઝલ તો નહીં પણ છેલ્લાં બન્ને શેર સરસ લાગ્યા….

  6. urvashi parekh said,

    May 30, 2011 @ 12:01 PM

    સરસ ગઝલ,
    પાસે રહુ તો ભય કે વીખુટા પડી જશુ,
    આઘે રહીને માંડુ છુ અંગત થવની વાત.
    સરસ.

  7. sapana said,

    May 30, 2011 @ 2:58 PM

    સ્વપ્નો થવાનું એટલું સહેલું બની ગયું,
    માણસને આવડી ન હકીકત થવાની વાત…ખૂબ સરસ પંક્તિઓ..
    સપના

  8. pragnaju said,

    May 30, 2011 @ 3:43 PM

    આધ્યાત્મિક અનુભૂતિની અદભૂત ગઝલ
    આ શેર અ વધુ ગમ્યો

    ઝાહિદ, કસોટી છે આ, ગમે તે પસંદ કર
    સિઝદો છે એક, એક ઇબાદત થવાની વાત.

    ઇબાદત કે સિઝદો બેમાંથી એક પસંદ કરવાની વાત,
    શ્રેયસ કે પ્રેયસ બેમાંથી એક પસંદ કરવા જેવી વાત
    માટે સતત વિવેકબુધ્ધિથી, પ્રેયસ માર્ગ અને શ્રેયસ માર્ગ વચ્ચે નિર્ણય કરતા રહેવું જોઈએ. જ્યારે જ્યારે મન તમને દુનિયાના લપસણા માર્ગ તરફ કે હરિ સ્મરવા
    યાદ આવી
    દેરાસરીની રચના
    પરેશાં જોઈને મુજને, ન કર તું ઝુલ્મ, અય ઝાલિમ !
    ઈલાજે દર્દ દિલને કાજ ફક્ત તુજ પ્યાર કાફી છે !

    નથી તસ્બીહ, નહીં સિઝદા, નહીં મતલબ કિતાબોથી,
    તસ્સવર દિલ થયું છે આ, બસ ! એ તકરાર કાફી છે.

  9. DHRUTI MODI said,

    May 30, 2011 @ 5:15 PM

    સુંદર ગઝલ.

  10. ઊર્મિ said,

    June 1, 2011 @ 11:31 PM

    પાસે રહું તો ભય કે વિખૂટાં પડી જશું,
    આઘે રહીને માંડું છું અંગત થવાની વાત.

    મારો ઓલ ટાઈમ ફેવરિટ શેર…!

  11. Lata Hirani said,

    June 2, 2011 @ 1:26 PM

    પાસે રહું તો ભય કે વિખૂટાં પડી જશું,
    આઘે રહીને માંડું છું અંગત થવાની વાત.

    સ્વપ્નો થવાનું એટલું સહેલું બની ગયું,
    માણસને આવડી ન હકીકત થવાની વાત.

    સલામ…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment