છળ મહીં હતો – શ્યામ સાધુ
પહોંચી ગયાનો અર્થ અહીં સ્થળ મહીં હતો,
ઝૂકી જરાક જોયું તો હું જળ મહીં હતો.
હું જાણું છું અહીં કે સમય છે અવાવરુ
‘ને આમ જુઓ તો વળી પળ મહીં હતો.
પહેરી શકાય એ રીતે પહેરું પ્રતીતિઓ,
કોને ખબર છે કેટલાં અંજળ મહીં હતો.
-વિસ્મય અને અભાવ બેઉં દોસ્ત છે,
સાચું પૂછો તો હું ય એ અટકળ મહીં હતો.
છે ચેતના થકી જ ન હોવાની લાગણી,
લાગે છે : ખુલ્લી આંખ તણાં છળ મહીં હતો.
– શ્યામ સાધુ
આજે આ અર્થવિભાવનાના ‘રોલર-કોસ્ટર’ સમાન ગઝલ માણો. એકે એક શેર મનનીય થયા છે.
Kalpana said,
May 4, 2011 @ 2:48 AM
પહોઁચી ગયાનો અર્થ..સ્થ્ળ, વાઁચતા જ હુઁ ‘છળ’ શબ્દની શોધમા હતી! જે છેલ્લા શેરમા મળ્યો.
સમય અને પળ પર્યાય શબ્દો કહી શકાય સમય એનેજ કહીએ છીએ જે પળ કે પળોની વાત કરતા હોઈએ છીએ.
ચેતના થકી ન હોવાની વાત…૯ચેતનાવસ્થામા હુઁ કોણ છુ? એ અસ્તિત્વનો ઉઠે.)
ક્યા બાત હૈ!!
સરસ આભાર વિવેકભાઈ
pragnaju said,
May 4, 2011 @ 6:44 AM
છે ચેતના થકી જ ન હોવાની લાગણી,
લાગે છે : ખુલ્લી આંખ તણાં છળ મહીં હતો.
વાહ્
જયેન્દ્ર ઠાકર said,
May 4, 2011 @ 7:32 AM
વિરોધાભાસથી અહીં સત્ય સમજાવવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે. આવી પ્રતીતિ ગઝલની ઉપર આપેલા શેરમાં પણ જોવા મળે છે, “પલ્લું તારી તરફ નમ્યાનો તને; મુજને આનંદ ઊંચે ગયાનો છે !” કોય પરિસ્થિતીમાં કેળવાયેલી નજર શું જોશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે! સત્યની શોધ માટે નજરની જરુરિયાત અનિવાર્ય છે.
DHRUTI MODI said,
May 4, 2011 @ 5:05 PM
સ-રસ ગઝલ.
Ganpat Pandya said,
May 4, 2011 @ 8:00 PM
Very Good ! So Mutch GAZALLLLL
Bharat Trivedi said,
May 4, 2011 @ 9:17 PM
સરસ ગઝલ !
sureshkumar vithalani said,
May 5, 2011 @ 12:26 AM
બહુજ સરસ ગઝલ. અભિનન્દન. આભાર.
P Shah said,
May 5, 2011 @ 8:46 AM
કોને ખબર છે કેટલાં અંજળ મહીં હતો…
સુંદર રચના !
sudhir patel said,
May 6, 2011 @ 10:03 PM
વાહ, સુંદર ગઝલ!
સુધીર પટેલ.