જીવનભર જે દર્દોને રાખ્યા નનામા,
કરે એ જ આજે ગઝલમાં ઉધામા.
વિવેક મનહર ટેલર

વ્યંગ-તઝમીન – નિર્મિશ ઠાકર

(મૂળ શે’ર)

કુંડાળામાં ફરવા લાગ્યો
હું ય ભમરડા જેવો નીકળ્યો

– કૈલાસ પંડિત

કવિનું આત્મચિંતન

શબ્દ હવાડે તરવા લાગ્યો
અર્થ બચારો મરવા લાગ્યો
કાવ્ય છતાં હું કરવા લાગ્યો
કુંડાળામાં ફરવા લાગ્યો
હું ય ભમરડા જેવો નીકળ્યો

* * *

(મૂળ શે’ર)

હાથ ખુલ્લા રાખવાથી કાંઈ ના વળશે અહીં
મૂઠ્ઠીઓ વાળો, ઉછાળો, મૂઠ્ઠીથી વાતો કરો

– કૈલાસ પંડિત

ભયંકર કાવ્યપઠનની ક્ષણોમાં…

જીવતો એકેય શ્રોતા શોધતાં મળશે અહીં ?
આ કવિની થઈ કૃપા તો લાશ કૈં ઢળશે અહીં
“લાગ છે !”  કહી કૈં કવિઓ આવીને ભળશે અહીં
હાથ ખુલ્લા રાખવાથી કાંઈ ના વળશે અહીં
મૂઠ્ઠીઓ વાળો, ઉછાળો, મૂઠ્ઠીથી વાતો કરો

* * *

(મૂળ શે’ર)

મૃગજળનું માન રાખવા પાછો ફર્યો છું હું
નહિતર તો ઘાટ ઘાટના પાણી પીધાં છે મેં

– કૈલાસ પંડિત

લેખક દ્વારા વિવેચકને માન (?)

ખાલી ગણે છે એ મને, જોકે ભર્યો છું હું
એનાં વમળથી હું ડરું ? સામો તર્યો છું હું
એ પાનખરના યત્નથી ક્યારે ખર્યો છું હું
મૃગજળનું માન રાખવા પાછો ફર્યો છું હું
નહિતર તો ઘાટ ઘાટના પાણી પીધાં છે મેં

– નિર્મિશ ઠાકર

મૂળ શે’રની આગળ ત્રણ પંક્તિ ઉમેરીને એના અર્થમાં આબાદ ‘ઉમેરો’ કર્યો છે. બધા તઝમીનમાં કવિએ પોતાના ‘જાતભાઈઓ’ (એટલે કે કવિઓ)ની જ ફીરકી ઉતારી છે. પોતાના પર હસી શકવું એ સૌથી અઘરું હાસ્ય છે.

6 Comments »

  1. Kirtikant Purohit said,

    April 22, 2011 @ 12:38 AM

    ભઇ. નિર્મિશભાઇ રજુ કરે તેમાં એમની પોતિકી છાપ આપોઆપ ઉપસી જ આવે. મઝા આવી ગઇ.

  2. mahesh dalal said,

    April 22, 2011 @ 6:53 AM

    વાહ ઉસ્તાદ વાહ સરસ .

  3. pragnaju said,

    April 22, 2011 @ 10:05 AM

    વાહ્

  4. preetam lakhlani said,

    April 22, 2011 @ 12:44 PM

    મૃગજળનું માન રાખવા પાછો ફર્યો છું હું
    નહિતર તો ઘાટ ઘાટના પાણી પીધાં છે મેં

    – કૈલાસ પંડિત

    કૈલાસ પંડિતનો આ શેર મારો બહુજ ગમતો શેર છે….. નિર્મિશને અભિન્ંદન્….મજા આવી ગઈ

  5. સુરેશ જાની said,

    February 16, 2013 @ 9:23 AM

    ક્યાંયથી ‘કૈલાસ પંડિત’ ની માહિતી મળતી નથી.
    તમે મેળવી આપો તો આભારી થઈશ.

  6. તઝમિન -મુસાફીર પાલણપુરી -પ્રસ્તુત કર્તા- દેવિકા ધ્રુવ | વિજયનું ચિંતન જગત- said,

    June 21, 2015 @ 12:42 PM

    […] વ્યંગ-તઝમીન – નિર્મિશ ઠાકર […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment