બે-ચાર શ્વાસની આ મને નાવડી મળી,
સાગર મળ્યો અફાટ ને બસ, બે ઘડી મળી.
વિવેક મનહર ટેલર

શા માટે – ડો. દીનેશ શાહ

જીવનભર જેને ન જાણી શક્યાં,
એનાં અશ્રુ રૂદન હવે શા માટે?

વસ્ત્રો સાદા જેણે પહેર્યાં સદા,
એને કિમતી કફન શા માટે?

જેને ચરણ કદી ના ફુલ ધર્યાં,
ફુલ હાર ગળામાં શા માટે ?

જેને જોવા કદી ના દિલ તડપ્યું,
એના રંગીન ફોટા શા માટે?

એક પ્રેમ સરિતા સુકાઇ ગઇ,
હવે કિનારે જાવું શા માટે?

જેના ચરણોમાં કદી ના નમ્યો,
એની છબીને વંદન શા માટે?

ધૂપસળી સમ જેનું જીવન હતું ,
હવે ધૂપ જલાવો શા માટે?

આંખોના તેજ બુઝાઇ ગયા,
હવે ઘીના દીવા શા માટે?

જેનું જીવન ગીતાનો સાર હતો,
હવે ગીતા વાંચન શા માટે?

જીવનભર સૌના હિત ચાહ્યાં,
એના મોક્ષની વાતો શા માટે?

મળે કદી જો જીવનમાં,
તો ઇશ્વરને મારે પુછવું છે.

સારા માનવની વૈકુંઠમાં
તને જરુર પડે શા માટે?

ડો. દીનેશ શાહ

ડો. દીનેશ શાહ છેક  1962 થી ફ્લોરીડા, અમેરીકામાં સ્થાયી થયેલા છે.  બહુ જ નિપુણ બાયો ફિઝીસીસ્ટ હોવા ઉપરાંત તેઓ હૃદયથી કવિ છે અને ભારતમાં સમાજ સેવાના ઘણા કામોમાં આર્થિક અને સક્રિય ફાળો આપતા એક ‘માણસ’ કહેવાય તેવા માણસ છે.   
મૂળ સાથેનો સમ્પર્ક કપાઇ ગયો હોય, કોઇ પણ સ્વજનોની અંતિમ ક્રિયામાં હાજર ન રહી શક્યા હોય, તેમના વિયોગ માટે દિલ હીજરાતું હોય અને છતાંય બધા લૌકિક આચાર માત્ર કરવા પડતા હોય તેવા ગુજરાતી ડાયાસ્પોરાના માનવીઓની હૃદયવેદના, બાહ્યાચારની કૃત્રિમતા અને મનોવ્યથાને આ કાવ્ય વાચા આપે છે. 
આ કાવ્ય શ્રી. પુરૂષોત્તમ ઉપાધ્યાયની સ્વર રચનામાં સાંભળીને કેટકેટલા લોકોએ વતન ઝુરાપાના આંસુ સાર્યા છે. 

8 Comments »

  1. ShaMaate « My thoughts said,

    January 24, 2007 @ 11:00 AM

    […] – From, https://layastaro.com/?p=628 […]

  2. Harshad Jangla said,

    January 24, 2007 @ 10:01 PM

    અતિ સુંન્દર કાવ્ય
    Harshad Jangla
    Atlanta, USA
    Jan 24 2007

  3. UrmiSaagar said,

    January 25, 2007 @ 10:40 AM

    ખુબ જ સુંદર ગીત છે!
    આપણા બધાના મનની વાતોને ખુબ જ સુંદર રીતે વાચા આપી છે… કો’કવાર સંભળાવજો દાદા!
    અભિનંદન અને આભાર દિનેશભાઇ!

    થોડા દિવસ પર એક મરણોત્તર વિધિ થતાં જોઇને સ્ફૂરેલી રચના…
    http://urmi.wordpress.com/2007/01/24/to_shu_fark_padyo/

  4. UrmiSaagar said,

    February 7, 2007 @ 11:45 AM

    દાદા, દિનેશભાઇની આ કેટેગોરી લિન્ક પર ક્લિક કરતાં…
    https://layastaro.com/?cat=285&submit=view

    એમની ‘બે રચનાઓ’ની પોસ્ટ ‘નોટ ફાઉન્ડ’ કેમ આવે છે??

  5. Rajendra Trivedi, M.D. said,

    January 16, 2009 @ 4:58 PM

    મળે કદી જો જીવનમાં,
    તો ઇશ્વરને મારે પુછવું છે.

    સારા માનવની વૈકુંઠમાં
    તને જરુર પડે શા માટે?

    – ડો. દીનેશ શાહ
    Enjoy reading your poem again!

    http://www.yogaeast.net

  6. દિનેશ શાહ, Dinesh Shah « ગુજરાતી સારસ્વત પરિચય said,

    March 29, 2009 @ 1:43 AM

    […] “જીવનભર જેને ન જાણી શક્યાં, એનાં અશ્

  7. pragna Dadbhawala said,

    October 4, 2015 @ 5:58 AM

    જે વાત કહેવામાં જીભ અને આંસુ નિષ્ફળ જાય તે વાત દિનેશભાઈ એ શબ્દો માં વણી લીધી છે. ..કોઈના મૃત્યુની પ્રાર્થના થતી હોય, દીવો બુજતા આંખનું પલ્કારું મારીએ એને ત્યાં તો આમ કેમ ? શા માટે? એવો પ્રશ્ન સહજ નીકળી જાય.
    પ્રશ્નાર્થ ચિન્હ દરેક બે પંક્તિ એ વાપર્યા છે .પરંતુ જેમાં હરેક પશ્ન એક મોન નો જવાબ છે .. શા માટે ? પ્રશ્નો થી વાત અધુરી નથી પૂર્ણતાનો અહેસાસ છે.ટકોર છે. કાવ્ય માણવાની સાચી મઝા તો ત્યારે જ આવે જયારે વાચનાર ને લાગે અને બોલી ઉઠે હા આવું જ હોય છે.આખા કાવ્યમાં મનની વાતોને ખુબ જ સુંદર રીતે વાચા આપી છે. લાગણી સાથે,જીવનના મનોમંથનના પણ દર્ષન થાય છે.

  8. shankermistry said,

    October 4, 2015 @ 9:13 AM

    very true

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment