ગઝલ – આશ્લેષ ત્રિવેદી
ઓઢીને લીલોતરી બેઠા છીએ,
એક ટહુકાને સ્મરી બેઠા છીએ.
ખૂટતા રંગો ભરી દે તું હવે,
સ્વપ્ન જેવું ચીતરી બેઠા છીએ.
કૈંક વડવાનલ ધખે પેટાળમાં,
બસ, ઉપરથી આછરી બેઠા છીએ.
અંત એનો શું હશે કોને ખબર !
વારતા તો આદરી બેઠા છીએ.
મોર ગહેક્યા, વાદળો પણ ઝરમર્યા
આજ કોને સાંભરી બેઠા છીએ.
– આશ્લેષ ત્રિવેદી
એક મિત્રે પોસ્ટકાર્ડમાં એની ગમતી એક ગઝલ મોકલી… એક તો આ જમાનામાં આપણા સરનામે પોસ્ટકાર્ડ જેવી વસ્તુ આવવી જ દુર્લભ અને આવી મસ્ત ગઝલ મળે અને મિત્રો સાથે ન વહેંચું તો તો એ મોટું પાપ…
Lata Hirani said,
May 21, 2011 @ 4:22 AM
કૈંક વડવાનલ ધખે પેટાળમાં,
બસ, ઉપરથી આછરી બેઠા છીએ…..
ક્યા બાત હૈ !!!!!
pragnaju said,
May 21, 2011 @ 7:45 AM
મોર ગહેક્યા, વાદળો પણ ઝરમર્યા
આજ કોને સાંભરી બેઠા છીએ.
વાહ
કાન્ત ની યાદ
પ્રાણો આપણાનો ત્યારે યોગ થયો,
અંગેઅંગનો ઉત્તમ ભોગ થયો;
અને આખર આમ વિયોગ થયો !
મને સાંભરે આપણી રાત, સખી !
Bharat Trivedi said,
May 21, 2011 @ 8:02 AM
સરસ છે. એક સમયે કવિતા છપાવવા માટે મિત્રો પોસ્ટકાર્ડ પર જ લખીને મોકલતા અને ‘હા’ કે ‘ના’ નો જવાબ પણ પોસ્ટકાર્ડમાં જ આવતો. ક્યારેક ‘ સાભાર પરત” થયેલી રચનામાં શું ઓછું છે તે વિષે પણ ઉલ્લેખ થતો ! હવે તો ખેર ગુઝર ગયા વો જમાના કૈસા…..
sapana said,
May 21, 2011 @ 8:14 AM
મોર ગહેક્યા, વાદળો પણ ઝરમર્યા
આજ કોને સાંભરી બેઠા છીએ.!!
સરસ ગઝલ્! ભરતભાઈ હવે ટપાલીની રાહ ના જોવી પડેને?અને હા અહીં કોને ખબર ટપાલી કેવાં દેખાય છે? ખત લિખ દે સાવરયા કે નામ બાબુ એ પણ નથી રહ્યુ…આપની વાત સાચી ખૈર જો ગુજર ગયા….
સપના
mahendra hathi said,
May 21, 2011 @ 8:23 AM
12:15 PM
: ઓઢીને લીલોતરી બેઠા છીએ,
એક ટહુકાને સ્મરી બેઠા છીએ.
ખૂટતા રંગો ભરી દે તું હવે,
સ્વપ્ન જેવું ચીતરી બેઠા છીએ.
અમે ય વરસી ને બેઠા છીએ વહાલા,
તમારે સ્વપ્ને આવવા તરસી ને બેઠા છીએ,
જરા દિલ ની બારી ઉઘાડો પ્રભુ,
ક્યારના તરસી ને બેઠા છીએ.
jitendra thaker said,
May 21, 2011 @ 8:43 AM
Aaslesh is well known from 1960 junagadh’s poet group.He was best in Chhandobadh. like M.K. R.S.and S.S. ALso i remeber him as good singer.
ડૉ. મહેશ રાવલ said,
May 21, 2011 @ 11:18 AM
સરસ કવિકર્મ અને ભાવગુંથણીએ સુંદર ગઝલ નિપજાવી છે.
અભિનંદન આશ્લેષભાઈ…
DHRUTI MODI said,
May 21, 2011 @ 2:37 PM
સુંદર ગઝલ.
sudhir patel said,
May 21, 2011 @ 11:36 PM
ખૂબ જ સુંદર મિજાજ ધરાવતી ગઝલ!
સુધીર પટેલ.
P Shah said,
May 22, 2011 @ 1:37 AM
અંત એનો શું હશે કોને ખબર !
વારતા તો આદરી બેઠા છીએ…..
સુંદર રચના !
Jashvantpuri said,
May 22, 2011 @ 10:46 AM
ખુબ જ સરસ રચના…..ટપાલી ની રાહ જોવા ની ઓર મજા હતી અને એ ટપાલ જ્યારે વિચાર થતો ત્યારે વન્ચાતી હતી.એને સમ્ભાળી ને રાખતા…….
Maheshchandra Naik said,
May 22, 2011 @ 3:11 PM
અંત એનો શું હશે કોને ખબર્!
વારતા તો આદરઈ બેઠા છીએ……………….
સરસ વાત કવિશ્રીએ કરી જીવનનો નિચોડ આપી દીધો હોય એવુ લાગે છે…………..
sureshkumar vithalani said,
May 24, 2011 @ 1:17 AM
બહુજ સરસ ગઝલ.ધન્યવાદ.
kartika desai said,
May 25, 2011 @ 5:16 AM
પ્રિય વિવેકભાઈ,જય શ્રેી ક્રિશ્ન.
ગઝલ વાચિ આનાન્દ થયો.આગલ કહ્યા મુજબ હુ મારા સાજન સન્ગ
સ્વદેશ ભારત સુરત નઝ્દિક્”Bardol”આવિ ગઈ..૧૮મિ may,ને હવે ૬ જુને સોમવારે,પુશ્ય નકક્ષ્ત્ર્
મ સવારે ૭.થિ ૧૨.સુધિ વાસ્તુ-કલશ્ નો પુજન વિધિ રાખ્યો ચે તો સ્-પરિવાર તમ્ને અમારા ઘરે
આવ્વાનુ પ્રેમ્ભર્યુ નિમન્ત્ર્ન અમારા દેસાઈ પરિવાર તરફ થિ પાથ્વુ આવ્શે ીતો અમને અવઅર્નિય આનન્દ થશે.
Uttam Gajjar said,
May 31, 2011 @ 11:08 PM
‘લયસ્તરો’નું નવું રુપ અને નવી વ્યવસ્થા જોઈ બહુ આનંદ થયો.. લગભગ મોટા ભાગના બ્લોગ હવે નવી સગવડ અપનાવતા થયા છે.. આમ, ‘બ્લોગસ્તર’ સુધરતું જાય છે.. ગુજરાતી ભાષા માટે એ શુભ નીશાની જ ગણવી રહી.. વળી, સ્ક્રીન પર ગુજરાતીમાં લખવાનું શીખવાનુંય વલણ હવે વધ્યું છે. મનેયે રોજ જ એવું પુછતી મેઈલ મળે છે કે ગુજરાતીમાં લખતાં શીખવું છે.. મદદ કરો..
તમે સરસ વ્યવસ્થા આપી છે..ગમી.. ભાઈ વીશાલ મોનપરાનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો..
તેવું જ કામ ચેન્નાઈસ્થીત ભાષાપ્રેમી ભાઈ હીમાંશુ મીસ્ત્રીએ કર્યું છે.. તેમણે બનાવેલ વેબસાઈટ http://lakhe-gujarat.weebly.com/ પર તેમણે સઘળી વીગતો મુકી છે..લંબાણથી નથી લખતો; પણ જો કોઈને વર્ડમાં કે ચાલુ મેઈલમાં, આમ જ સીધું લખતાં શીખવું હોય અને ક્યાંક લખી, ત્યાંથી કૉપી કરી, પેસ્ટ કરીને મોકલવાની પળોજણમાંથી મુક્તી મેળવવી હોય તો મને uttamgajjar@gmail.com પર મેઈલ લખે તો હું સઘળી સામગ્રી મોકલી આપીશ અને વળી તેઓ ગુજરાતીમાં લખતાં ન શીખી જાય ત્યાં સુધી હું તેમની સાથે રહીશ..
ગુજરાતીપ્રેમી સૌને ધન્યવાદ અને ઈજન ..
..ઉ.મ..
Uttam & Madhu Gajjar,
53-Gurunagar,
Varaachhaa Road,
SURAT-395 006-INDIA
Phone-(0261)255 3591
uttamgajjar@gmail.com
http://sites.google.com/site/semahefil/
At present:
Jackson-Mississippi-USA
601-206-0592
તૃપ્તી મહેતા said,
April 6, 2022 @ 2:17 PM
ભાઈ બહેનની વાત હશે આ,
મીત્રના નામે કરી બેઠા તમે,
યાદો તો બચપણના સ્નેહની
જીંદગી આખી ભરી બેઠા અમે.
કંઇક આવ્યા વાવાઝોડા પણ,
કંઇક શહેરો બદલામાં પણ,
મોજાં અથાડાતા પંથ.થરોની જેમ,
હ્રદય સાચવી બેઠા અમે.
તૃપ્તી મહેતા ત્રીવેદી્ said,
April 6, 2022 @ 2:19 PM
ભાઈ બહેનની વાત હશે આ,
મીત્રના નામે કરી બેઠા તમે,
યાદો તો બચપણના સ્નેહની
જીંદગી આખી ભરી બેઠા અમે.
કંઇક આવ્યા વાવાઝોડા પણ,
કંઇક શહેરો બદલામાં પણ,
મોજાં અથાડાતા પંથ.થરોની જેમ,
હ્રદય સાચવી બેઠા અમે.