તમે કહો તો – આશા ગોસ્વામી
ઈશ્વર,
તમે કહો તો
મીણબત્તીથી
સૂરજને સળગાવી મૂકું.
સોયદોરો લઈને આભને
થીંગડા મારી આવું.
તમે કહો તો
સમયની બધી જ મર્યાદાઓ તોડીને ગાંડીતૂર
સરિતાની જેમ બેય કાંઠે છલકાઉં –
ને સાગર ઉલેચીને ખીણો સર્જું.
તમે કહો તો
પર્વતો તોડીને
ખીણો બનાવું ને ખીણોમાં
મારા આંસુના સાગર છલકાવું.
ઈશ્વર,
પછી તો તમે મને પ્રેમ કરશોને ?
તમે બોલોને ?
પછી તો તમે મને પ્રેમ કરશો જ ને ?
– આશા ગોસ્વામી
સ્ત્રી અને પુરુષની વચ્ચેનો મૂળભૂત તફાવત કયો ? પુરુષ પ્રેમ કરે છે પણ સેક્સ પામવા માટે અને સ્ત્રી સેક્સ ધરે છે, પ્રેમ પામવા માટે. સ્ત્રી શરીર શણગારે છે પણ સંવેદનાઓને નહીં… પુરુષ શરીર નથી શણગારતો પણ સંવેદનાઓને કાયમ શણગારે છે. સ્ત્રીને જે કહેવું છે એ સીધું જ અને આડંબરહીન ભાષામાં કહી શકે છે. આ કવિતા એનું એક બોલતું ઉદાહરણ છે. સ્ત્રી કયા ઈશ્વરને સંબોધે છે એ સહુએ પોતપોતાની રીતે જ નક્કી કરવાનું…
Pushpakant Talati said,
March 11, 2011 @ 4:54 AM
સરસ મજાની – હકીકત વાળી – તથા સત્યથી સભર આ વાત બહુજ સશક્ત રીતથી આ રચનામાઁ રજુઆત પામી છે.
“Man loves Woman for her Body
BUT Woman offer her body for Love. ”
જો કે આ બાબત વધુમા જણાવવાનું મને યોગ્ય જ લાગે છે કે દરેક વસ્તુઓ અને હકીકતો – ARE DUBJECT TO EXCEPTION . – એટલે કે દરેક બાબતોમાં અપવાદો તો હોવાના જ – ખરું ને ? ??
pragnaju said,
March 11, 2011 @ 6:58 AM
ઈશ્વર,
પછી તો તમે મને પ્રેમ કરશોને ?
તમે બોલોને ?
પછી તો તમે મને પ્રેમ કરશો જ ને ?
વાહ મજાની અભિવ્યક્તી
વિશાળ એકત્વ કે ભક્તિ જેવી વિવિધ લાગણીઓનો અસબાબ ધરાવે છે.પ્રેમ તેના વિવિધ સ્વરુપોમાં આંતરવૈયક્તિક સંબંધના મુખ્ય પ્રેરક તરીકે કાર્ય કરે છે આંતરવૈયક્તિક પ્રેમ એટલે માણસો વચ્ચેનો પ્રેમ.બીજી વ્યક્તિ માટે સીધી સાદી અભિરુચિ કરતા તે વધારે તાકતવર લાગણી છે. અસંતુષ્ટ પ્રેમ એટલે પ્રેમની એવી લાગણીઓ, જેમાં સામો પ્રતિભાવ મળતો નથી.આંતરવૈયક્તિક પ્રેમ iઆંતરવૈયક્તિક સંબંધો સાથે ગાઢપણે સંકળાયેલો છે.
વાસના (Lust) સંવનન (mating)ને પ્રોત્સાહિત કરતી આવેગપુર્ણ જાતિય ઇચ્છા છે અને ટેસ્ટોસ્ટેરોન (testosterone) અને એસ્ટ્રોજન (estrogen) જેવા રસાયણોને લોહીમાં મોટા પ્રમાણમાં ઠાલવે છે. આ અસરો ભાગ્યે જ કેટલાક સપ્તાહો કે મહિનાઓ સુધી ટકે છે. આકર્ષણ (Attraction) એ સંવનન માટે ચોક્કસ ઉમેદવાર માટેની સૌથી વધારે વૈયક્તિક અને રોમેન્ટિક ઇચ્છા છે, જે એક વૈયક્તિક સંવનન સ્વરુપ માટેની પ્રતિબદ્ધતા તરીકે વાસનામાંથી સર્જાય છે. ચેતાવિજ્ઞાન (neuroscience)માં તાજેતરમાં થયેલા અભ્યાસો દર્શાવે છે કે લોકો પ્રેમમાં પડે છે, ત્યારે મગજ સતત ફેરોમોન્સ (pheromones), ડોપામાઇન (dopamine), નોરપનેફ્રીન (norepinephrine), અને સેરટોનિન (serotonin) સહિતના રસાયણોનો ચોક્કસ સમૂહ છોડે છે. આ રસાયણો એમ્ફટમીન (amphetamine)ની જેમ જ કામ કરે છે અને મગજના આનંદ કેન્દ્ર (pleasure center)ને ઉત્તેજિત કરે છે તેમ જ અન્ય આડ અસરો તરફ દોરી જાય છે, જેમ કે હ્રદયના ધબકારા (heart rate) વધવા, ભૂખ અને નિંદ્રા મરી જવી અને ઉત્તેજનાની તીવ્ર લાગણી થવી.સંશોધન દર્શાવે છે કે આ તબક્કો સામાન્યપણે દોઢથી ત્રણ વર્ષ ચાલે છે.[૮]
વાસના અને આકર્ષણના તબક્કાઓ કામચલાઉ ગણાતા હોવાથી, લાંબા ગાળાના સંબંધો માટે એક ત્રીજો તબક્ક જરૂરી મનાયો છે. આસક્તિ એક એવો અનુબંધ છે, જે ઘણા વર્ષો સુધી અને દાયકાઓ સુધી પણ ટકે તેવા સંબંધોને પ્રોત્સાહન આપે છે. આસક્તિ સામાન્યપણે લગ્ન અને બાળકો જેવી પ્રતિબદ્ધતાઓ આધારિત હોય છે કે પછી સરખી રુચિ જેવી ચીજો જેવી પારસ્પરિક મિત્રતા પર આધારિત છે. તે ટુંકા ગાળાના સંબંધો કરતા પણ વધારે મોટા પ્રમાણમાં ઓક્સીટોસિન અને વેસોપ્રેસિન જેવા રસાયણોના ઊંચા સ્તરો સાથે સંકળાયેલા છે. [૮] લોકો જ્યારે પ્રેમમાં પડે છે, ત્યારે ચેતા વૃદ્ધિ પરિબળ તરીકે ઓળખાતા પ્રોટીન અણુનું સ્તર ઊંચુ હોય છે, પરંતુ એક વર્ષ પછી તે અગાઉના સ્તરે પહોંચી જાય છે.
ત્રણ ઘટકો પ્રેમની રચના કરે છે, આસક્તિ, કાળજી અને ઘનિષ્ટતા…
Pushpakant Talati said,
March 11, 2011 @ 7:20 AM
pragnaju દ્વારા આપવામાં આવેલી ગહન પણ સરળ તથા SCIENTIFIC યાને વિજ્ઞાનિક સંદર્ભ સાથે ની વાસ્તવિક પરિસ્થિતીથી જાણી અને મારા દ્વારા આપવામાં આવેલી કોમેન્ટ માં જે અપવાદ જણાવ્યો છે તેનું કાઋઅણ મળ્યું – તે બદલ pragnaju આપનો ખુબ-ખુબ આભાર.
ઘણીજ સરસ – સચોટ – તેમજ વાસ્તવિક સમજ મળી . ફરીથી આભાર.
deepak said,
March 11, 2011 @ 7:48 AM
કવિતા ખુબજ સુંદર છે… જે વાત કવિયત્રીને કહેવી છે તે ખુબજ સુંદર રીતે અભિવ્યક્ત કરી છે…
પણ “પુરુષ પ્રેમ કરે છે પણ સેક્સ પામવા માટે અને સ્ત્રી સેક્સ ધરે છે, પ્રેમ પામવા માટે” આ વાત સાથે સહમત નથી.
મારું માનવુ છે કે પ્રેમ અને સેક્સ બન્ને એક જરૂરત છે, જે સ્ત્રી અને પુરૂષ બન્નેને હોય છે. હવે કઈ બાબતની જરૂરત કોને વધારે છે એ વ્યક્તિ-વ્યક્તિ પર આધાર રાખે છે, નહિ કે સ્ત્રી પુરૂષ પર… વધુમાં જરૂરતો સમય-સમય પ્રમાણે બદલાય છે.
pragnaju દ્રારા આપવામા આવેલી વિજ્ઞાનિક સંદર્ભ સાથે સહમત છું…
મીના છેડા said,
March 11, 2011 @ 8:32 AM
વેદનાની નિતાંત અનુભૂતિ …
preetam lakhlani said,
March 11, 2011 @ 10:32 AM
સરસ કાવ્ય્…….
preetam lakhlani said,
March 11, 2011 @ 3:22 PM
કશુ ન કરીએ તો પણ ઈશ્વર,પ્રેમ કરશે!!!
dHRUTI MODI said,
March 11, 2011 @ 4:15 PM
સુંદર અભિવ્યક્તિ. પ્રજ્ઞાબહેનની વાત ખૂબ ગમી.
Pancham Shukla said,
March 13, 2011 @ 7:37 AM
તીવ્ર સંવેદનનું કાવ્ય તરત સ્પર્શે એવું છે.
kalpana said,
April 6, 2011 @ 4:05 PM
આ કવિતા ના શબ્દો ભગવાનને હચમચાવી જાય એવા લાગ્યા મને. વિવેકભાઈ ના શબ્દો હ્રદયના ઉઁડાણમાથી સચ્ચાઈ સચોટ રીતે સ્ત્રીની ભાવનાની કહાણી કહી ગયા.
આભાર. સ્ત્રીશક્તિની ઝાઁખી કરાવતુઁ સુન્દર કાવ્ય.
કેતનકુમાર કાંતિલાલ બગથરિયા"રાહી" said,
July 31, 2023 @ 6:47 PM
સ્ત્રી પુરુષની મિત્રતા મારી નજરે
સંગાથી
પુરુષ પ્રકૃતિ પૂરક પથિક,
સંગાથ અગાધ સંબંધ અઘિક,
જરુરતે સાંભરે સંબંધ દૂષિત,
નિર્મળ સ્નેહ નિર્જળ અધિક,
લિંગ ભેદ ભરમ સટિક,
ભાવ મનોહર સંબંધે અધિક,
મિત્રતા ફક્ત શબ્દ ના અધિક,
“રાહી” ભેદ આ ના ભ્રમથી અઘિક.
-કેતનકુમાર કાંતિલાલ બગથરિયા”રાહી”