દિલ ઉદાસ છે – મનોજ મુની
આજે ફરીથી સાંજ પડે, દિલ ઉદાસ છે.
છે સાથ તારો આજે, છતાં મન ઉદાસ છે.
– આજે ફરીથી…
ઢળતા સૂરજની લાલી ભરી ચકચૂર છે ગગન,
આછો ઉભરતો ચાંદ ક્ષિતિજે ઉદાસ છે.
– આજે ફરીથી…
હાથોમાં લઇને હાથ, બસ જોતો રહ્યો તને,
આશ્લેષમાં શ્વાસો તણા સ્પંદન ઉદાસ છે.
– આજે ફરીથી…
આ શું જુદા પડી અને મળશું ફરી કદી ?
મિલનમાં હસતી આંખમાં કીકી ઉદાસ છે.
– આજે ફરીથી…
પૂજ્યા’તા દેવ કેટલા તેં પામવા મને ?
દઇ ના શક્યો વરદાન, પ્રભુ પણ ઉદાસ છે.
– આજે ફરીથી…
– મનોજ મુની
મને બહુ જ પ્રિય આ ગઝલ/ ગીત …
જીવનભર સાથે રહેવાના કોલ આપ્યા હોય, પણ છેલ્લી મુલાકાતમાં કદી ફરી મળવાની આશા ન હોય તેવી કરૂણ ક્ષણનો આ ચિતાર, જ્યારે સોલી કાપડીયાના ધીર ગંભીર સ્વરમાં અને સંતૂરના અત્યંત કર્ણપ્રિય, છતાં શોક ભર્યા સંગીતમા સાંભળીયે ત્યારે જુદાઇની છાયા આપણા ચિત્તને પણ ઉદાસીમાં ગરકાવ કરી દે છે.
ઢળતો સૂરજ ( નિષ્ફળ પ્રેમ), ચકચૂર ગગન (સમાજ), આછો ચાંદ (પ્રેમનો ઉદાસ દેવ) હસતી આંખમાં ઉદાસ કીકી(તમાચો મારીને ગાલ લાલ રખવા જેવી મનોવ્યથા) આ બધાં રૂપક એક કરૂણ સંવાદિતા ખડી કરી દે છે.
જ્યશ્રી said,
January 4, 2007 @ 1:55 AM
ખૂબ જ સરસ ગઝલ..!!
પૂજ્યા’તા દેવ કેટલા તેં પામવા મને ?
દઇ ના શક્યો વરદાન, પ્રભુ પણ ઉદાસ છે.
દાદા… આલ્બમનું નામ શું ?
વરાહમિહીર said,
January 4, 2007 @ 2:38 AM
બહુજ ગમી આ ગઝલ.
સોલી કાપડિયાએ ગાયેલૂ આ ગીત જો કોઇની પાસે હોય તો મને શું મોકલશો?
દસ MB સુધીની ફાય્લ yahooઅથ્વા gmail મોકલે છે.
મારું email : hirparav@gmail.com
આભાર.
Himanshu said,
January 4, 2007 @ 11:36 AM
Sureshbhai/Friends
Just a technical note. This is a fine poem but is not a ghazal.
Ghazals need to have proper framework of “radif”, “kafiya”, and “matla”. In addition, ghazals have to follow proper meter (channd). This poem seems like a ghazal as “Udas chhe” acts as “radif”. However, there is no kafiya here.
Again – this is a fine poem – but not a ghazal.
Himanshu
Mansi Shah said,
January 5, 2007 @ 8:15 AM
can i have the audio file for this song. if yes, pls. send
on
maulikdshah@gmail.com
Suresh Jani said,
January 5, 2007 @ 12:14 PM
આ ગીત ઘણાને ગમ્યું છે, પણ મારી પાસે તેની કેસેટ જ છે. વિગત-
આલ્બમ – મારા હૃદયની વાત
ગીતકાર – મનોજ મુની
સંગીતકાર / ગાયક – સોલી કાપડીયા
આ ગીત સાંભળવું તે પણ એક માણવા જેવો અનુભવ છે.
UrmiSaagaar said,
January 8, 2007 @ 9:08 PM
અરે દાદા, તમે તો ખુબ જ સરસ કવિતા શોધી લાવ્યા…
વાંચીને તો ખરેખર ઉદાસ થઇ જવાય એવું સુંદર આલેખન…
જયશ્રી, હવે તો તારે આ ગીત શોધીને તારા ટહુકા પર મુકવુ જ પડશે હોં!