છપ્પા – અખો
તિલક કરતાં ત્રેપન વહ્યાં, ને જપમાળાનાં નાકાં ગયાં;
તીરથ ફરી ફરી થાકયાં ચરણ, તોય ન પહોંચ્યો હરિને શરણ;
કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.
એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ;
પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન;
તે તો અખા બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત?
જો જો રે મોટાના બોલ, ઊજડ ખેડે બાજ્યું ઢોલ.
અંધ અંધ અંધારે મળ્યા, જ્યમ તલમાં કોદરા ભળ્યા;
ન થાયે ઘેંસ કે ન થાય ઘાણી, કહે અખો એ વાતો અમે જાણી.
(ખેડે=ગામમાં, ન થાયે ઘેંસ કે ન થાય ઘાણી= ઘાણી એટલે તેલી બી પીલી તેલ કાઢવાનું સાધન; કોદરા જુદા હોય તો એની ઘેંશ થાય અને તલ જુદા હોય તો પીલીને તેલ કાઢી શકાય. પણ જો બંને ભેગા થયા હોય તો ન ઘેંશ બની શકે, ન તેલ કાઢી શકાય. અર્થાત્ કશા કામના નહીં )
દેહાભિમાન હૂતો પાશેર, તે વિદ્યા ભણતાં વધ્યો શેર;
ચર્ચાવાદમાં તોલે થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો.
અખા એમ હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન મૂળગું ખોય.
(પાશેર=સવાસો ગ્રામ, શેર=પાંચસો ગ્રામ, તોલો=પાંચ કિલોગ્રામ, મણ=વીસ કિલોગ્રામ )
સસાશિંગનું વહાણ જ કર્યું, મૃગતૃષ્ણામાં જઈને તર્યું;
વંધ્યાસુત બે વા’ણે ચઢ્યા, ખપુષ્પ વસાણાં ભર્યાં.
જેવી શેખસલીની ચાલી કથા, અખા હમણાં ને આગળ એવા હતા.
(સસલાના શિંગડાનું વહાણ, મૃગજળમાં તરવું, વાંઝણીના પુત્રો અને આકાશનાં ફૂલો- અશક્ય અને તરંગી વાતોના દૃષ્ટાંત વડે અગાઉ અને આજે કેવા જૂઠાણાં ચાલ્યા કર્યાં છે એ વાત અખાએ અવળવાણી વડે વેધકતાથી સમજાવી છે.)
આંધળો સસરો ને સરંગટ વહુ, એમ કથા સાંભળવા ચાલ્યું સહુ.
કહ્યું કાંઈ ને સમજ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું.
ઊંડો કૂવો ને ફાટી બોક, શીખ્યું-સાંભળ્યું સર્વે ફોક.
( સરંગટ=ઘૂમટો તાણેલી, બોક= ડોલ )
અખો ભગત (આશરે ૧૫૯૧ થી ૧૬૫૬) અમદાવાદ પાસેના જેતલપુરના વતની હતા. વ્યવસાયે સોની. દુનિયાના દંભ અને પાખંડ દેખીને એમનો માંહ્યલો ઊકળી ઊઠતો હતો. કડવા અનુભવોના કારણે એમણે વૈરાગ્ય લઈ ગુરુની શોધ આદરી હતી પણ ધર્મસ્થાનોમાં ય આડંબર જ મળ્યો, સાચા ગુરુ ન મળ્યા. ચોપાઈ છંદમાં લખેલા એમના કાવ્યો છ પદ (ચરણ)ના હોવાથી છપ્પા તરીકે ઓળખાય છે. (છપાઈ ઉપરથી છપ્પો, ‘પાઈ’ એટલે પાય, ચરણ, પગ, પંક્તિ) આ છપ્પામાં તીખી-તમતમતી વાણીમાં એમણે આત્માને વીંધી નાંખે અને આંખના પડળ ઉઘાડી દે એવા મર્મવેધી કટાક્ષ કર્યા છે. અખા ભગત આપણી ભાષાના ઉચ્ચ કોટિના જ્ઞાની કવિ છે. આત્માના અનુભવને અને જ્ઞાનને એમણે ‘અખેગીતા’ , ‘પંચીકરણ’, ‘ગુરુ-શિષ્ય સંવાદ’, ‘ચિત્તવિચાર સંવાદ’ અને ‘અનુભવબિંદુ’ જેવી કાવ્યરચનામાં કલાત્મકરીતે નિરૂપ્યાં છે.
ધવલ said,
December 24, 2006 @ 1:46 PM
અખાના સ્તરના વેધક વ્યંગ ક્યાંય જોવા મળતા નથી… ભણતી વખતે યાદ કરેલા છપ્પા આજે પણ મનમાંથી હટતા નથી.
suresh jani said,
December 24, 2006 @ 8:57 PM
તેમના જીવન વિષે વાઁચો –
http://sureshbjani.wordpress.com/2006/08/09/akho/
Nilesh Unadkat said,
February 6, 2007 @ 3:24 PM
હુ કરુ , હુ કરુ , એજ અગયાન્તા , શકત નો ભાર જેમ શ્વાન તાને.
ધોરન ૩ નિ કવિતા હજિ પન તેજ વિચારો જગાવે ચ્હે.
બહુજ ગમ્યુ આ કવિત વન્ચિ ને .
UrmiSaagar said,
February 7, 2007 @ 11:59 AM
પ્રિય વિવેક, મેઁ હમણાં થોડા દિવસ પર જ ગાંધીજી માટે ચમત્કારી નિવડેલા એક છપ્પા વિશે પોસ્ટ મુકી હતી… શું આ છપ્પો પણ અખા ભગતનો જ છે?? ખબર હોય તો જણાવશો…
પાણી આપને પાય, ભલું ભોજન તો દીજે;
આવી નમાવે શીશ, દંડવત કોડે કીજે.
આપણ ઘાસે દામ, કામ મહોરોનું કરીએ;
આપ ઉગારે પ્રાણ, તે તણા દુ:ખમાં મરીએ.
ગુણ કેડે તો ગુણ દશ ગણો, મન, વાચા, કર્મે કરી;
અવગુણ કેડે જે ગુણ કરે, તે જગમાં જીત્યો સહી.
http://urmi.wordpress.com/2007/01/30/chamatkari_chhppo_gandhiji/
chandrika diwakar sambhare said,
March 6, 2007 @ 2:55 AM
નમસ્કાર,
તમારી આ વેબસાઈટ ખરેખર ખુબજ સરસ છે.મને અખા વિષે વધુ જાણકારી જોઈઍ છે,કૃપયા મને તેમના વિષે વધુ માહિતી આપવા મદદ કરશો.
ચઁદ્રિકા
sagarika said,
March 21, 2007 @ 1:59 AM
અખા નાં છપ્પા ભણવાની ખરેખર મજા આવતી, તેમનાં એક એક છપ્પા માં ઘણી કહેવતો,મહાવરા આવી જાય છે, ફક્ત છ પદ માં ઘણું-ઘણું કહી દે છે. સ્કુલ બાદ આજે ફરી અખા નાં છપ્પા વાંચી મજા આવી.
hitesh pambhar said,
April 6, 2007 @ 5:22 AM
અખો ભગત થઈ ગયા આજ થિ લગ્ભગ ૬૦૦ વર્શો પેહલા, પન હજિ આપને ક્યા સુધર્યા ચ્હે?
હજિ અખા એ જે કૈ પન લખ્યુ ચ્હે એ બધુ યે એમ નુ એમ જ ચ્હે.
Rahul said,
April 16, 2007 @ 4:48 AM
Thank you so much for making some of the most wonderful work in Gujarati literature accessible. This poem is especially thought provoking and presents a refreshingly candid critique of blind faith and hypocrisy.
Rajendra Trivedi, M.D. said,
July 10, 2007 @ 10:27 AM
અખો ભગત દેસાઈની પોળમાઁ રહેતા.
જ્યારે ભાઈ સાથે ભારત સેકઁડરી સ્કુલમાઁ ભણવા ગયો ત્યારે ૧૯૫૪ માઁ અખાનુઁ ઘર જોયુઁ.
તેમના લખેલા છપ્પા અમેરીકામાઁ વાઁચતા આનઁદ થાયછે.
માર મિત્ર ડોકટર.પ્રમોદ ઠાકરે અખા વિશે અઁગ્રેજીમાઁ ચોપડી લખીછે.
bhavan brahmbhatt said,
October 3, 2007 @ 4:32 AM
My self is Mr. bhavankumar brahmbhatt, staying at nadiad. since last several months i m trying to solve one puzzle like question in gujarati language. And here today after readig chopaias of AKHO, i hope that anybody who can identify the proper meaning of Akho’s secret wording, can also solve my question. so pls if possible serve me the source to get solution of my problem.
thanking you.
Bhavan kumar
વિવેક said,
October 4, 2007 @ 8:10 AM
પ્રિય ભવનકુમાર,
આપ આપનો પ્રશ્ન અહીં મૂકી શકો છો. અહીં ઘણા સાક્ષરો છે જે કોયડા ઉકેલવામાં રસ અને સૂઝ-બંને ધરાવે છે…
Hemant said,
June 9, 2008 @ 1:53 AM
મને અખા નિ ક્રુતિ વચિને ક્હુબ મજ પડી
Rohit said,
November 5, 2009 @ 11:08 AM
I am fan of Akha . I am in search of Akha’s literature .kindly let me know availability. i am staying at Ahmedabad.
Jayesh said,
December 29, 2009 @ 11:13 AM
અખા ભગતૅ આધ્યાત્મિકતાની મહત્તા ગાતા આ છ્પ્પા પાંચશો વર્ષ પહૅલાની કર્મકાંડથી ભરપૂર સામાજિક વ્યવસ્થામાં લખ્યા, અનૅ આજૅ પણ કૅટલા સાંપ્રત છૅ? Incredible.
PINAKIN B.NAIK said,
February 23, 2013 @ 6:31 AM
મને અખા નિ ક્રુતિ વચિને ક્હુબ મજ પડી
brijesh sohaliya- M.R. said,
January 28, 2014 @ 6:29 AM
akha bhagat na kavyo swar baddha hoy to mukva vinanti.
Hardik Dhameliya said,
June 15, 2016 @ 11:05 AM
૧) એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ
પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન
એ તો અખા બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત
૨) જ્યાં જોઈએ ત્યાં કૂડેકૂડ; સામાસામી બેઠા ઘૂડ
કો આવી વાત સૂર્યની કરે, તે આગળ લેઈ ચાંચ જ ધરે
અમારે હજાર વર્ષ અંધારે ગયાં, તમે આવા ડાહ્યા બાળક ક્યાંથી થયા?
અખા મોટાની તો એવી જાણ, મૂકી હીરો ઉપાડે પહાણ
please explain….
balkrishna das said,
April 5, 2017 @ 3:44 PM
pani aapne paay……….aa chhappo shamalno chhe……
વિવેક said,
April 6, 2017 @ 1:43 AM
આપની પાસે કોઈ પુસ્તકમાં આ પ્રમાણેની માહિતી હોય તો જાણ કરવા વિનંતી…
addgfhfhduiye dfbjkghd said,
June 1, 2018 @ 9:43 AM
worst website
PALASH SHAH said,
April 12, 2020 @ 5:31 AM
આ સમય માં પણ અખાના છપ્પા ખૂબ સચોટ છે 12.04.2020
સ્કૂલ માં ભણતી વખતે પણ ખૂબ ગમતા ……