બધાયે સ્વાર્થમાં એક જ હિસાબ લાગે છે,
ન આપે સુખ તો ખુદા પણ ખરાબ લાગે છે !
બેફામ

રતિલાલ ‘અનિલ’ને ‘આટાનો સૂરજ’ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર

2006ના સાહિત્ય અકાદમી પુરસ્કાર માટે સુરતના રતિલાલ ‘અનિલ’ના નિબંધસંગ્રહ ‘આટાનો સૂરજ’ની પસંદગી થઈ છે. સુરતના માનીતા સાહિત્યકાર એવા શ્રી રતિલાલ ‘અનિલ’ને અભિનંદન ! એ એમના નિબંધો ઉપરાંત ચાંદરણા અને મરકલાથી જાણીતા છે. એમણે સરસ ગઝલો પણ લખી છે. એમનું જ એક મુક્તક આજે માણીએ.

સહજમાં રહ્યો ને બધે વિસ્તર્યો,
રહ્યો જળ ને પાછો હું જળમાં તર્યો !
કે ‘સ્થિતિ’માં મારી રહી છે ‘ગતિ’
નથી હું મર્યો કે નથી અવતર્યો !

એમની વધુ રચનાઓ, ખાસ તો ઢગલાબંધ ચાંદરણાઓ, એમની વેબસાઈટ પર આપ માણી શકો છો.

3 Comments »

  1. લયસ્તરો » રસ્તા - રતિલાલ ‘અનિલ’ said,

    December 25, 2006 @ 12:31 PM

    […] શુક્રવારે રતિલાલ ‘અનિલ’ની વાત નીકળી એટલે એમની આ સરસ ગઝલ યાદ આવી ગઈ. રસ્તાના પ્રતિકથી આ ગઝલમાં એમણે બહુ ઊંડી વાત કરી છે. છેલ્લો શેર તો યાદગાર શેરમાંથી એક છે. ખરી જ વાત છે, આપણે બધાને એ જ રસ્તાને તલાશ છે ! […]

  2. સાહિત્યકારોને અપાયેલા એવોર્ડસ્ અને સન્માન | Readgujarati.com said,

    December 26, 2006 @ 2:08 AM

    […] આ સાથે 2006ના સાહિત્ય અકાદમી પુરસ્કાર માટે સુરતના રતિલાલ ‘અનિલ’ના નિબંધસંગ્રહ ‘આટાનો સૂરજ’ની પસંદગી થઈ છે. સુરતના માનીતા સાહિત્યકાર એવા શ્રી રતિલાલ ‘અનિલ’ને અભિનંદન ! એ એમના નિબંધો ઉપરાંત ચાંદરણા અને મરકલાથી જાણીતા છે. (સૌજન્ય : લયસ્તરો.કોમ) […]

  3. bipin said,

    January 22, 2009 @ 11:54 PM

    જ્ય્મ્તૌહ્જ્ખ્ક્જ્હ્જ્ફ્લ્ફ્જ્ફ્જ્લ્ક્જ્લ્વ્ક્દ્જ્સ્ફ્હ્લ્ફ્હ્ફ્વ્ક્જ્ફ્ક્જ્મ્દ્મ્ફ્વ્ર્જ્ત્ય્જ્હ્ન્હ્ન્હ્ફ્ન્

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment