રસ્તો – અજય સરવૈયા
કવિતા પહેલાં
શરીર પાસે શિરાઓ છે,
વૃક્ષ પાસે ડાળીઓ છે,
શહેર પાસે રસ્તા.
પહેલાં નદીઓ
સંસ્કૃતિને પોષતી, આકારતી,
હવે રસ્તા.
ઘર કે દુકાન
ઈમારત કે મકાન નહિ,
શહેર બને છે રસ્તાઓથી.
કવિતા
રસ્તાને ખૂણે ઊભો છું
રાતની સફરને કારણે
શરીરમાં થોડો થાક છે
સિગ્નલ ખૂલે છે
હું રસ્તો ઓળંગું છું
કપડાંની દુકાનના કાચ પર
મોબાઈલ પર વાત કરતી એક છોકરી પસાર થાય છે
એને જોવા હું ફરું છું
પણ પારદર્શક કાચ હંમેશા દિશાઓ ગૂંચવી નાખે છે
હતાશ હું આગળ વધું છું
ચિત્તમાં અચાનક રયોકાનની પંક્તિ ઝબકી ઊઠે છે
‘અને માર્ગ કયાંય નથી જતો’
કવિતા પછી
જેમ જેમ રસ્તા વિકસતા જાય,
ઘર અને રસ્તા વચ્ચેનો ભેદ ભૂંસાતો જાય.
– અજય સરવૈયા
આમ તો એક નાની ઘટના અને મનમાં ઝબકેલી એક પંક્તિ જ છે કવિતામાં. પણ એને આકાર આપે છે કવિતા પહેલા અને પછીનું દર્શન. રસ્તો જ ઘર બની જાય – એ સારું કે ખરાબ ? … એ તો તમે જાણો.
preetam lakhlani said,
February 24, 2011 @ 12:15 AM
અજય સરવૈયા નામની આ નવી કલમનુ ગુજરાતી સાહિત્ય જગતમા સ્વાગત !
pragnaju said,
February 24, 2011 @ 8:37 AM
સ્વાગતમ્ નવી કલમ.
હંમણા તો બહુ ચર્ચાતો શબ્દ ‘રસ્તા પર આવવુ!’
સરકાર તો શું વિશ્વ દ્રુજી ઊઠે છે !!
આપનો રસ્તાની રચનાથી
શાણો માને આ પ્રસંગે ડહાપણ ડહોળ્યા વિના
ચુપચાપ કામ કરતા કરતા નવા રસ્તા ખોલે
ધન્યવાદ્
vallimohammed said,
February 24, 2011 @ 11:12 AM
રેઅલ્લ્ય બહુજ સોૂન્દએર હોપે વવે ગેત રેગુલેર્લ્ય ફ્રોમજય્સુકરિય લખનિ નમસ્તે
amirali khimani said,
August 6, 2011 @ 8:43 AM
લાય્સ્ત્રો સારુ શિત્ય અપેચ્હે મારા અભિનન્દન્