મારા ઉરે કોઇ અબૂઝ વેદના – હરિશ્ચન્દ્ર ભટ્ટ
મારા ઉરે કોઇ અબૂઝ વેદના
વર્ષો થયાં અંતર કોરતી હતી;
યુગાન્તરોની અણદીઠ વાંછના
મથી રહી સર્જન પામવાં નવાં.
તેં મુગ્ધ મારું ઉર ખોલ્યું,ને મને
માતા! કીધો તેં દ્વિજ, દૈન્ય ટાળિયું,
રહે અધૂરાં અવ ગાન મારાં
ફરીફરી જન્મ લઇ કરું પૂરાં.
– હરિશ્ચન્દ્ર ભટ્ટ
ગુજરાતી સાહિત્યમાં યુરોપિયન સાહિત્યનું આકંઠ પાન કરનાર કવિ.
Jayshree said,
December 28, 2006 @ 8:35 PM
દાદા.. મને થોડી થોડી ખબર પડી, પરંતુ તમે વધારે સારી રીતે સમજાવી શકશો…
આ કવિતાનો ભાવાર્થ સમજાવોને…!!
Suresh Jani said,
December 28, 2006 @ 9:05 PM
મારા માનવા પ્રમાણે –
દ્વિજનો અર્થ અહીં એમ સમજવાનો છે કે, પહેલો જન્મ એટલેકે પરમ તત્વની ચેતનાનો જડમાં પ્રવેશ અને બીજો જન્મ, જે માતા આપે છે તે.
ચૈતન્ય તત્વના એક અંશ તરીકે, જીવને કોઇ નવું સર્જન સ્વરૂપ પામવાની એક અજાણ વેદના હતી; જે માતાએ પૂરી કરી આપી. કોઇ મૂર્ત સ્વરૂપ ન હતું તે દીનતા ટાળવા માટે કવિ માતાનો આભાર માને છે.
આ જન્મમાં રહેલા ગાન પૂરા કરવા ફરી ફરી આ જ માતાની કૂખે જન્મ લેવા કવિ ઇચ્છા રાખેછે.
આપણા હોવાપણા વિશેનો બહુ જ તર્ક ભર્યો વિચાર અહીઁ છે, પણ સાથે પુનર્જન્મની સીમિત ભારતીય માન્યતા પણ છે.
વિવેક said,
December 29, 2006 @ 2:52 AM
ગુજરાતી સાહિત્યમાં યુરોપિયન સાહિત્યનું આકંઠ પાન કરનાર કવિ….
… આમાં ય ખાસ સમજ પડી નહીં…. સમજાવશો?