સ્પર્શ કરીશું સહેજ સરીખો,
છેક ભીતરે ઝાંકી લેશું.
અલપઝલપ બસ એક નજરમાં,
ભવભવનું પણ ભાખી લેશું.
વંચિત કુકમાવાલા

() – મીના છેડા

ગઈ કાલે રાત્રે સૂતી વખતે
મેં…
મારા બધા જખ્મોને પથારી પર પાથરી દીધા…
પછી સવાર સુધી…
હું પડખું ફેરવી નહોતી શકી…

-મીના છેડા

દર્દની કોઈ વ્યાખ્યા નથી હોતી, ફક્ત અનુભૂતિ જ હોય છે…

9 Comments »

  1. kiran mehta said,

    February 12, 2011 @ 3:51 AM

    મારા બધા જખ્મોને પથારી પર પથરી દીધા મારા શરીરથી જાણે દૂર કરી દીધા

  2. ધવલ said,

    February 12, 2011 @ 9:08 AM

    સરસ !

  3. Naresh Shah said,

    February 12, 2011 @ 12:33 PM

    જ્ખમોને પાથરીને જીવન-પથારીમા સાથે રાખવાની વ્યથા સુન્દેર રીતે વ્યક્ત
    કરી છે. ચિનુ મોદીએ જણાવ્યુ છે તેમ જખ્મોના બોજ બાળી દર્દ મુક્ત
    પથારી માણીએ તો ?

  4. બીના said,

    February 12, 2011 @ 5:18 PM

    સુન્દર!

  5. MAHESHCHANDRA NAIK said,

    February 12, 2011 @ 5:34 PM

    દર્દની અનુભૂતી જ બસ છે!!!!!!!!!!!!!!!!!!!!!!

  6. pragnaju said,

    February 12, 2011 @ 10:33 PM

    મારા બધા જખ્મોને પથારી પર પાથરી દીધા…
    પછી સવાર સુધી…
    હું પડખું ફેરવી નહોતી શકી…
    વાહ્………………………….
    યાદમા ગુંજી
    કિસ-કિસ કો બતાયેંગે જુદાઈ કા સબબ હમ
    તુ મુજસે ખ઼ફા હૈ તો જમાને કે લિયે આ…
    કુછ઼ તો મેરે પીંદાર-એ-મુહોબ્બત કા ભરમ રખ઼
    તુ ભી તો કભી મુજકો મનાને કે લિયે આ…
    ઇક ઉમ્ર સે હું લજ્જત-એ-ગીરીયા સે ભી મેહેરુ઼મ…
    એ રાહત-એ-જાં મુજ કો રુલાને કે લિયે આ…

  7. jigar joshi 'prem' said,

    February 13, 2011 @ 4:34 AM

    બહુ સંદર

  8. મીના છેડા said,

    February 14, 2011 @ 10:08 PM

    આભાર મિત્રો…

  9. ભરત said,

    February 16, 2011 @ 2:24 AM

    સરળ અને ભાવુક રચના!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment