જે થયું સારું થયું ને જે થશે સારું થશે;
એટલી સમજણ હશે તો આ જગત તારું થશે.
– કિરીટ ગોસ્વામી

મુક્તક -રઈશ મનીઆર

યુવાની જાય છે, ક્યાં વૃદ્ધ બનતાં વાર લાગે છે !
જીવન જીવતા રહીને બુદ્ધ બનતાં વાર લાગે છે;
કશું પાસે ન હો ઝાઝું, કશાની ખેવના ન હો,
જીવનમાં એટલા સમૃદ્ધ બનતાં વાર લાગે છે.

-રઈશ મનીઆર

23 Comments »

  1. Girish Parikh said,

    December 30, 2010 @ 12:41 AM

    રઈશ મનીઆરની ઘણી રચનાઓ મને ગમે છે અને આ પણ ગમી.
    ત્રીજી પંક્તિમાં “કશાની ખેવના ના હો,” જોઇએ?

  2. REEMA said,

    December 30, 2010 @ 1:37 AM

    raish maniyar my alltime favourite, khub j saras chhe. jivan sarlta thi jivavani chavi ketli sadi rite samjavi chhe.

  3. વિવેક said,

    December 30, 2010 @ 2:04 AM

    સુંદર મુક્તક…

  4. રશ્મિ said,

    December 30, 2010 @ 2:45 AM

    સરસ વાત કહી છે! જિંદગીમાં સાદાઈ હોય તો સમૃદ્ધિ સદાય હોય.

  5. PUSHPAKANT TALATI said,

    December 30, 2010 @ 6:41 AM

    “સંતોષ” – એક બહુજ નાનો શબ્દ છે છતાં જીવનમાં તેનાથી ચડીયાતું કદાચ કોઈજ નથી.

    સેક્સ્પીયર ને તેનો મિત્ર એક મોટાસ્ટોરમાં લઈજઈ તેમને જે જોઈએ તે અપાવવાની OFFER કરી – ત્યારે સેક્સ્પીયરે આખે આખો સ્ટોર (આજ આપણે તેને Big Bazara કહીયે છીએ) જોઈ તેના મીત્રને કહ્યું કે યાર આજે હું બહુજ ખુશ થયો છું – મને ખુશી તે બાબતની છે કે આ સઘળી ચીજો વગર હું ચલાવી શકું છું .
    શા બા શ . .. …
    કશું પાસે ન હો ઝાઝું, કશાની ખેવના ન હો,
    જીવનમાં એટલા સમૃદ્ધ બનતાં વાર લાગે છે.

  6. ડો.મહેશ રાવલ said,

    December 30, 2010 @ 6:52 AM

    વાહ ઊર્મિ…!
    રઈશભાઈનું સુંદર મુક્તક અહીં પોસ્ટ કર્યું.
    કશું પાસે ન હો ઝાઝું, કશાની ખેવના ન હો,
    જીવનમાં એટલા સમૃદ્ધ બનતાં વાર લાગે છે.
    -આ વાત વધારે સ્પર્શી ગઈ…….
    અભિનંદન.

  7. ઉલ્લાસ ઓઝા said,

    December 30, 2010 @ 6:53 AM

    વર્ષો વીતી જાય – વૃદ્ધ થવાય પણ જીવનની સમૃદ્ધિ આસાનીથી આવતી નથી.
    સુંદર મુક્તક.

  8. Dr. vinod joshi said,

    December 30, 2010 @ 7:28 AM

    વાહ રઈશભાઈ….

  9. Alkesh said,

    December 30, 2010 @ 7:40 AM

    વાહ…..વાહ…..

  10. pragnaju said,

    December 30, 2010 @ 8:07 AM

    ખૂબ સરસ મુક્તક
    સરળ શબ્દોમાં ખૂબ ઊંચી વાત
    જઇ વનમાં કોઇ પણ ઝાડ નીચે બેસવું સ્હેલું, જીવન જીવતાં રહીને બુદ્ધ બનતાં વાર લાગે છે.
    વાત વાતમા અને લખાણમા વાપરેલી આ સૂત્રત્મક પંક્તી રામની હતી તે આજે ખબર પડી ! દરેકે દરેક માણસમાં બુદ્ધ થવાની ક્ષમતા છે, શરત માત્ર સમજણ અને જાગૃતિ કેળવવાની છે.ત્રણ પ્રકારનાં ચિત્તનાં આવરણો કર્મ ક્લેશ અને છાયા સ્પષ્ટ જોવા માટેનો પર્યાપ્ત અવકાશ આપતા નથી તેને પુરુષાર્થથી ભેદવાના છે.પછી જ સ્વત્વથી, નિજત્વથી, તમારી જાતથી છુટકારો- પછી પરમોત્કૃષ્ટ પ્રજ્ઞામાં આશ્રિત રહીને ચિત્તના આવરણ વિના વિહાર કરે છે. ભયગ્રસ્ત બનતો નથી.પ્રજ્ઞાની પરિપૂર્ણતાને નમસ્કાર!’

  11. સુનીલ શાહ said,

    December 30, 2010 @ 8:42 AM

    ખૂબ સુંદર, અર્થસભર મુક્તક

  12. Atul Jani (Agantuk) said,

    December 30, 2010 @ 8:46 AM

    કશું પાસે ન હો ઝાઝું, કશાની ખેવના ન હો,
    જીવનમાં એટલા સમૃદ્ધ બનતાં વાર લાગે છે.

    અદભૂત

  13. Pancham Shukla said,

    December 30, 2010 @ 12:05 PM

    સુંદર મુક્તક.

  14. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    December 30, 2010 @ 1:30 PM

    संतोषैवपुरुषस्यपरमंनिधानम !!

  15. jigar joshi 'prem' said,

    December 30, 2010 @ 10:21 PM

    સરસ વાત કરી

  16. Rasheeda Damani said,

    December 31, 2010 @ 2:40 AM

    Beautiful expression of one of the most essential human condition which ultimately takes you to Nirvana.

    Happy New Year!

  17. pranav pandya said,

    December 31, 2010 @ 3:23 AM

    vah, kya baat hai raisbhai !

  18. વિહંગ વ્યાસ said,

    December 31, 2010 @ 4:38 AM

    સુંદર મુકતક.

  19. Kiran Panchal said,

    December 31, 2010 @ 6:20 AM

    ખુબ જ સરસ મુક્તક !!
    જીવન જીવતા રહીને બુદ્ધ બનતાં વાર લાગે છે;…. ખરેખર આ પન્ક્તિ ખુબ જ કિમતિ છે.

  20. mansukh nariya said,

    December 31, 2010 @ 11:37 PM

    vah raishbhai vah. kya bat hai
    gujaratibhasha ne ek uttam muktak prapt thayu.
    mansukh nariya

  21. prabhat chavda said,

    December 31, 2010 @ 11:49 PM

    સમૃદ્ધ બનતાં વાર લાગે છે. ખુબ જ સરસ .

  22. Gunvant Thakkar said,

    January 1, 2011 @ 12:34 AM

    સુંદર સરળ અને મર્મ સ્પર્શી મુક્તક

  23. વાર લાગે છે « અમૂલ્ય રત્નો said,

    January 8, 2011 @ 10:39 PM

    […] From, https://layastaro.com/?p=5786 […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment