વૃક્ષની એ વેદના સાચી હતી,
જે ખરી’તી એ કૂંપળ કાચી હતી.
– રાહુલ શ્રીમાળી

ભણકારા -પાર્ષદ પઢિયાર

સખી ! મારા ફળિયામાં ભણકારા ઊતરે
વાયરો અડે ને ફૂટે પગરવની કેડીઓ, ફાળ થૈ હૈયામાં વિસ્તરે

ખુલ્લા રવેશમાં હું એકલતા ઓઢીને જોતી રહું સાજનની વાટ
અધરાતે-મધરાતે ઝબકીને જાગી જતી કુંવારા સપનાની જાત
કાચી આવરદાનો પીંડ મારી સૈયર, જોયાનું સુખ રોજ ચીતરે.

ઈચ્છાઓ ફાટફાટ વાસંતી ક્ષણ પહેરી ઊભી છે ધારણાની ઓથે
નજરું લંબાવીને અણસારા સૂંઘતી પ્રીતમનો પડછાયો ગોતે
ફાટેલા દિવસોને સ્મરણથી સાંધતી, વરસાદી મોસમ લઈ ભીતરે.

-પાર્ષદ પઢિયાર

આમે ય જ્યારે પ્રિયજનની વાટ જોતાં હોઈએ ત્યારે પ્રિયનાં આવવા પહેલા એના આવવાનાં ભણકારા જ વધુ વાગતા હોય છે…!  સાજનનાં આવવાનાં ભણકારા ભાસતી અને અણસારા તાગતી નાયિકાની વધતી જતી અધિરાઈ અને એની ઈચ્છાની વધતી જતી લંબાઈને કવિએ અહીં ખૂબ જ સુંદર વાચા આપી છે.

9 Comments »

  1. M.Rafique Shaikh,MD said,

    December 2, 2010 @ 12:47 AM

    પિયા મિલન પુર્વનાં મધુર નશીલાં ભણકારાં!
    વાહ કવિ! કેટલી તીવ્ર ને મીઠી આકાંક્ષા અને તેટલી જ સરસ ને સચોટ અભિવ્યક્તિ!

  2. dr.bharat said,

    December 2, 2010 @ 1:27 AM

    ‘ફાટેલા દિવસોને સ્મરણથી સાંધતી, વરસાદી મોસમ લઈ ભીતરે.’…….
    સુંદર અભિવ્યક્તિ….એકલતા ઓઢીને જોતી રહું સાજનની વાટ..શબ્દોનો શણગાર અદ્રભુત છે.

  3. Pinki said,

    December 2, 2010 @ 6:34 AM

    વાહ્.. એકલતા ઓઢીને વાટ જોતી પ્રેમિકાનું સુંદર શબ્દચિત્ર !

  4. devika dhruva said,

    December 2, 2010 @ 9:09 AM

    શબ્દે શબ્દે સુંદરતા નેીતરતું અદભુત ચિત્રાત્મક કાવ્ય..

  5. Bharat Trivedi said,

    December 2, 2010 @ 11:07 AM

    ગીતની મઝા એ હોય છે કે તેમાં બધું જ લોજીકલી નથી આવતું અને સભાનપણે પણ નથી જ લખાતું. આમ કહેવા પાછળનું કારણ જાણવું હોય તો જૂઓઃ

    ભરત ત્રિવેદી

  6. pragnaju said,

    December 2, 2010 @ 2:50 PM

    ઈચ્છાઓ ફાટફાટ વાસંતી ક્ષણ પહેરી ઊભી છે ધારણાની ઓથે
    નજરું લંબાવીને અણસારા સૂંઘતી પ્રીતમનો પડછાયો ગોતે
    ફાટેલા દિવસોને સ્મરણથી સાંધતી, વરસાદી મોસમ લઈ ભીતરે.

    સુંદર
    આવો ભાવ ઇશ્વર માટે થાય ત્યારે
    ભણકારા વાગે ; હો જી રે મને ભણકારા વાગે !
    આતમનો મારો દીવડો ફરુકે ,
    અંતરે ઓજસ રાજે રે ! … જી રે મને …
    કાયા તણી મારી કાંતિ વિરામી ,
    ઊમટી અંતરીએ શી આંધી જી ;
    મનમંદિરિયું સાવ રે સૂનું ,
    હૈયું તો યે હામ ન હારે રે ! … જી રે મને …
    ડગુમગુ પગે પેલો પંથ ખૂટે ના ,
    આંખ્યું અંધારે રે ઘેરાણી જી ,
    ગાત્ર ગળે , હૈડે હાંફ ન માયે ,
    વાધું છાને કોક અણસારે રે ! … જી રે મને …
    તન-મન-ઉરે મારાં તેજ ભરો , વ્હાલા !
    અલખની જ્યોત ઝગાવો જી ,
    હાર-જીતે કૂળી સમતા હું ધારું ,
    તપું તુજ સૌમ્ય સહારે રે ! … જી રે મને

  7. vallimohammed lakhani said,

    December 3, 2010 @ 12:04 PM

    ખરેખર ઘનુજ સુન્દેર થન્ક્સ લખનિ હોપે વે ગેત રેગુલર લ્ય લખનિ

  8. vallimohammed lakhani said,

    December 3, 2010 @ 12:06 PM

    ઘનુજ સુન્દેર થન્ક્સ લખનિ ધનય વદ્

  9. atulyagnik surat said,

    December 16, 2010 @ 2:20 AM

    ajj mane evu lagu ke kaik malu mane pan najik chata dur lagu SARAS

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment