તમે : એક યાત્રા – સર્વેશ્વરદયાલ સક્સેના (અનુ.સુશીલા દલાલ)
તમે એક યાત્રા છો –
જ્યાં કંઈક કરી છૂટવાનો અર્થ
છે કંઈક મળવું
જ્યાં દરેક થાક
એક નવી સ્ફૂર્તિ છે
જ્યાં પરિવર્તનનો અર્થ
મારું પોતાનું બદલાવું છે
જ્યાં દરેક અનુભૂતિ
ઈશ્વરની મૂર્તિ છે.
– સર્વેશ્વરદયાલ સક્સેના
(અનુ. સુશીલા દલાલ)
અનેક રસ્તાઓમાંથી તમે પોતે યાત્રા માટે કયો રસ્તો પસંદ કરો છે એના પર આખો ખેલ છે. ખાલી દ્રષ્ટિના બદલાવાથી જીવન દમન ને બદલે ઉર્ધ્વગમન બની જાય છે.
ઉલ્લાસ ઓઝા said,
November 23, 2010 @ 2:06 AM
આપણે પોતે શું કરવું છે તે અગત્યનુ છે પણ માણસો બીજાને બદલવાની કોશિશ કરે છે.
જીવનયાત્રામાં કંઇ કરી છૂટીઍ તો જરૂર ઈશ્વરની અનુભુતિ થાય.
ખૂબ સુંદર કૃતિ. આભાર.
pragnaju said,
November 23, 2010 @ 11:07 AM
અછાંદસની આ પંક્તીઓ ગમી
જ્યાં પરિવર્તનનો અર્થ
મારું પોતાનું બદલાવું છે જિંદગીમાં પરિવર્તન કે બદલાવ લાવવા માટે પણ હિંમત જોઈએ. આપણે એમ માનીને ચાલીએ છીએ કે પરિવર્તન માટે તો ઘણા બધા ફેરફારો મોટા પાયા પર કરવા પડે. પણ હકીકતમાં નાના ફેરફારો જ મોટાં પરિવર્તનોની બુનિયાદ છે. અને એવા ફેરફારોનો આરંભ દૈનિક જીવનમાં નાનાં-નાનાં પરિવર્તનો દ્વારા જ કરવો જોઈએ.પરિવર્તન કે બદલાવ માટે મનની તાકાત જ મદદરૂપ બની શકે છે. માણસને પોતાના મનને સાંકડું રાખતાં આવડે છે, પણ ફાંકડું રાખતાં નથી આવડતું. માનવજાતની બધી સમસ્યાઓનો આરંભ અહીંથી થાય છે.
dHRUTI MODI said,
November 23, 2010 @ 3:43 PM
જીવન પોતે જ યાત્રા છે. તમે બદલાવ તો તમે ઘણું બદલી શકો. અને ઍ રીતે ઍ યાત્રામાં પ્રાપ્ત થયેલી દરેક અનુભૂતિ ખુદ ઈશ્વર જ છે. મારું શું અને તારું શું ના બદલે આપણા બધાનું શું ઍ વિચારથી આગળ વધીઍ અને દુનિયાને આગળ વધારીઍ.
સુંદર અનુવાદ.
Ramesh Patel said,
November 24, 2010 @ 12:11 PM
ખુબ જ પરમ જીવન સંદેશ અને એટલી જ રીતે સુશ્રી પ્રજ્ઞાનજુ બેને અનુભવ વાણીની જેવી
પ્રસાદી ધરી.
રમેશ પટેલ(આકાશદીપ)