જીવી રહ્યો છું કોની તમન્ના ઉપર હજી
આપું જવાબ એવું તો ક્યાં છે જિગર હજી
– શેખાદમ આબુવાલા

(આખરની તૈયારી) – વિપિન પરીખ

vipin

****

હું તો એનો એ જ છું
હું કોઈ મ્હોરું પહેરતો નથી કારણ કે મને એની જરૂર જ નથી.
આ સઘળા ધર્મમાંથી
મેં એક જ ધર્મ નીભાવ્યો છે.
એ છે માણસાઈ.

મારે જલદી દોડવું છે
કે જરા જેટલો સમય જ રહ્યો છે.
ચૂસકીઓ ભરવામાં હવે ઝડપ રાખવી છે.
મારા દિલમાં કોઈ બોજ નથી
બેદરકારીઓનો કે ભૂલોનો
જે મારાથી થઈ છે કે થતા રહી ગઈ છે.

– વિપિન પરીખ
(અનુ. ધવલ શાહ)

વિપિન પારીખને કાવ્યાંજલીની શ્રેણીમાંનુ  આ આખરી કાવ્ય બહુ ખાસ રચના છે. ફ્રેબ્રુઆરીમાં કવિએ આ રચના એમના મિત્ર અનિલ પરીખને લખીને આપેલી. અનિલભાઈએ આ રચના ખાસ લયસ્તરોના વાંચકો માટે મોકલી છે.

આમ તો કવિએ મૃત્યુ વિશે અઢળક લખ્યું છે. પણ આ કવિતા આપણા કાવ્ય-ઈતિહાસનું એક વિરલ પાનુ છે. આવી જણસ આપણને બધાને માણવા મળે છે એ બહુ મોટી વાત છે.

16 Comments »

  1. gopal said,

    October 26, 2010 @ 11:22 PM

    હૈયુઁ હલાવી નાખ્યુઁ આ કવિતાએ

  2. mahesh dalal said,

    October 26, 2010 @ 11:56 PM

    વાહ મિત્ત્ર્ર ..અન્તિમ ઘડિનિ યાદ્.. વાહ્

  3. AMIT N. SHAH. said,

    October 27, 2010 @ 2:28 AM

    KETLO SAJAAG KAVI

  4. AMIT N. SHAH. said,

    October 27, 2010 @ 2:29 AM

    JINDAGI NA RAS NE PIVA MA JALDI KARO MARIZ
    EK TO OCHHI MADIRA CHHE ,NE GALTU JAAM CHHE.

  5. Pishpakant Talati said,

    October 27, 2010 @ 5:29 AM

    ૧) શ્રી ધવલભાઈએ માફકસર અને માપસર અનુવાદ કર્યો છે.

    ૨) વિપિન પરિખ એટલે ;- મહોરા વગરનો અને માનવતા ને જ ધર્મ સમજનારો ઉર્ફે માણસાઈ ધર્મ ને સમર્પીત એવો એક જ સાચો અને ખરો માણસ .

    ૩) નાના જીવન માં મોટું કામ કરવાની ધગસ અને હામ રાખી જીવનાર અને દિલમાં કોઈ પણ બોજ કે ભાર રાખ્યા વગર જ હળવાસ થી જીવનને સમાપ્ત કરવાની ઈચ્છા રાખનાર માણસ અને તે ઈચ્છા મુજબ વર્તન કરી જનાર માણસ એટલે આપણા મનનિય શ્રી વિપિન પરિખ સાહેબ .

    ૪) આ ક્રુતિ ના વાંચનથી મને ઘણુજ સરસ લાગ્યું – મને ખુબજ ગમ્યું . જો કે તેનું મુખ્ય કારણ એ કે ;- ENGLISH તેમજ ગુજરાતી બન્ને આવ્રુતીઓ વાંચકોને પીરસવામાં આવી. આગળ ઉપર પણ જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં આ રીતે જ બન્ને ભાષાની આવ્રુતીઓ આપતા રહેશો તેવી ‘લયસ્તરો’ ને મારી વિનન્તિ છે.

  6. bharat vinzuda said,

    October 27, 2010 @ 7:58 AM

    Bapu
    Wah Wah……

  7. Sandhya Bhatt said,

    October 27, 2010 @ 8:14 AM

    વિપિન પરીખ એટલે નોખા મિજાજના કવિ. એમના જેવા બીજા કવિ થવા મુશ્કેલ. મારી તેમને હ્રદયપૂર્વક અંજલિ.

  8. વિવેક said,

    October 27, 2010 @ 8:45 AM

    સરળ પણ ગહન રચના…

  9. અનામી said,

    October 27, 2010 @ 11:37 AM

    હું વિપિન પરીખનું એક કાવ્ય લખવાની મારી લાલચ રોકી નથી સકતો…મને માફ કરશો…

    મને

    મને નિયતિ સામે કોઈ ફરિયાદ નથી.
    કદાચ કોઈ માણસ પ્રત્યે મને નફરત હોય…!
    આ શહેરમાં પીળી હવા હવસ થઈને ફરતી હોય તોપણ શું…?
    શૈશવથી મારાં ફેફસાંમાં આકાશને ભરતો આવ્યો છું.
    આ આંખો પર ચશ્માં ન હોય ત્યારે જગત ભલે ઝાંખું થઈને સરી જતું લાગે.
    પ્રેમની ભીની ભાષા બોલી શકે એવી બે આંખો મળી છે મને!
    બે-ચાર દોસ્તના ગજવામાં ખંજર નીકળ્યાં તોપણ શું?
    કેટકેટલી વાતોથી મારી રાતોને મધમધતી કરી છે મિત્રોએ!
    એમ તો મારી ઈચ્છાઓને હિમાલય પણ ઓછો પડે.
    સવારે આંખ ખોલું અને રાત્રે મારી દુનિયામાં પાછો વળું ત્યાં સુધીમાં
    વૈભવનો કેટકેટલો ખજાનો ખુલ્લો મૂકયો છે કુબેરે,-મારે માટે?
    થોડાક સોના-રૂપાના સિક્કા ઓછાવત્તા મળ્યા તોપણ શું?
    એક ફૂલને જોઈને ઘણીયે વાર
    આંખ પ્રભુનું અહેસાન માને છે.
    અને ત્યારે
    મને નિયતિ સામે કોઈ ફરિયાદ નથી રહેતી.
    -કદાચ મને… … …!
    -વિપિન પરીખ.

  10. pragnaju said,

    October 27, 2010 @ 1:27 PM

    મારે જલદી દોડવું છે
    કે જરા જેટલો સમય જ રહ્યો છે.
    ચૂસકીઓ ભરવામાં હવે ઝડપ રાખવી છે.

    સુંદર
    યાદ
    Whose woods these are I think I know.
    His house is in the village, though;
    He will not see me stopping here
    To watch his woods fill up with snow.

    My little horse must think it queer
    To stop without a farmhouse near
    Between the woods and frozen lake
    The darkest evening of the year.

    He gives his harness bells a shake
    To ask if there’s some mistake.
    The only other sound’s the sweep
    Of easy wind and downy flake.

    The woods are lovely, dark and deep,
    But I have promises to keep,
    And miles to go before I sleep,
    And miles to go before I sleep.

  11. Girish Parikh said,

    October 27, 2010 @ 5:55 PM

    – – Liked the Gujarati trranslation of Vipin Parikh’s poem.

    – – pragnajubahen has posted poem of Robert Frost. It must have been translated in Gujarati. Would suggest to ‘LayaStaro’ to post it in Gujarati.

    – – The following suggestion of Pishpakant Talati is excellent:

    “આ ક્રુતિ ના વાંચનથી મને ઘણુજ સરસ લાગ્યું – મને ખુબજ ગમ્યું . જો કે તેનું મુખ્ય કારણ એ કે ;- ENGLISH તેમજ ગુજરાતી બન્ને આવ્રુતીઓ વાંચકોને પીરસવામાં આવી. આગળ ઉપર પણ જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં આ રીતે જ બન્ને ભાષાની આવ્રુતીઓ આપતા રહેશો તેવી ‘લયસ્તરો’ ને મારી વિનન્તિ છે.”

    Let me sugget the name of the Section of LayaStaro that gives treanslations of Gujarati poems into English:

    ‘Gujarati Poetry without Borders’

  12. ધવલ said,

    October 27, 2010 @ 6:46 PM

    રોબર્ટ ફ્રોસ્ટની Stopping by woods on a snowy evening નો અનુવાદ ગુજરાતીમાં ઘણી વાર થયો છે. ઉમાશંકરનો અનુવાદનો ‘લયસ્તરો’ પર છે જ : https://layastaro.com/?p=980

  13. DHRUTI MODI said,

    October 27, 2010 @ 7:24 PM

    સજાગ માનવી અને સાચા હ્દયના કવિની અવિસ્મરણિય રચના.

  14. Girish Parikh said,

    October 30, 2010 @ 10:54 AM

    “વિપિન પરીખની ‘આખરી તૈયારી’ ” લેખ http://www.girishparikh.wordpress.com બ્લૉગ પર પોસ્ટ કર્યો છે. વાંચવા અને પ્રતિભાવ આપવા વિનંતી કરું છું.
    – – ગિરીશ પરીખ

  15. lakant said,

    September 6, 2012 @ 4:59 AM

    જૂની વાતો, પણ સ્મરણની સન્દૂક….ઘણુ બધુ સામે હાજર કરી દે … સાદગીની જીવન્ત મુર્તિ ..તેમને વર્શો પહેલા .મલ્યાનુ યાદ આવે …..સુરેશ દલાલને મુખેથી ‘તેમની પ્રિય કવિતા તરીકે ‘ એક ક્લાર્ક હતો’ ૧૯૬૫મા સાન્ભ્ળયાનુ યાદ …..તેમના પોતાના પત્રો ….જ્યોતિદ્ર દવે જેવી કાયા ..
    સાવ સાદી ભાશામાન્ ઓ્છા શબ્દોમા સચોટ માનવતા અને સન્વેદન્શીલતા સભર વાત ઉજગર કરવામા
    તેમની હથોટી સારી હતી….”તલાશ” .તેમનો કાવ્ય-સન્ગ્રહ” પન્ન નાયક્ના ” ફિલાદેલ્ફિઆ’ સાથે દો.સુ.દ.એ એસ.એન.ડી.ટી.,મુમ્બઈ ખાતે …વિમોચન થયુ હતુ તે પન સામ્ભરે ….કૈ કેટલુયે…-લા’કાન્ત / ૬-૯-૧૨

  16. vasant shah said,

    January 16, 2013 @ 4:01 AM

    EKLO ATULO MUSAFAR CHHU, TRAIN NI RAH JOTO, PLATFORM PER BETHO CHHU. N BEG N BISTAR, N BHATU N PANI, EK JODI KAPDAPAN NAHI. KHALI HATHE AAVYOTO, KHALI HATHE JAVU CHHE. AAGLU STATION KAYU ? KHABAR NATHI. KETLI SAFAR BAKI ? KHABAR NATHI. BAS ETLIJ KHABAR CHHE, JAVU CHHE JAVUCHHE JAVUCHHE. TRAINNI RAH JOTO, SHANTITHI BETHOCHHU, EKALO ATULO MUSAFAR CHHU. . . .VASANT SHAH.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment