સહવાસ – વિપિન પરીખ
હું તને એમ નહીં પૂછું
“તારી આંખમાં આંસુ કેમ છે ?”
માત્ર એટલું જ કહીશ
“આવ, મારી બાજુમાં બેસ !”
– વિપિન પરીખ
વેદનાનું પોસ્ટમોર્ટમ કરવા ન બેસાય. એને તો હૂંફમાં પીગળાવી દેવાની હોય. સ્પર્શમાં ઓગાળી દેવાની હોય. ચાર આંખોની વચ્ચે સન્માનપૂર્વક દફનાવી દેવાની હોય.
bharat vinzuda said,
October 18, 2010 @ 9:22 PM
Kavi ni viday pachhi
Shradhanjali rupe mukayelu
Uttam achhhandas…
urvashi parekh said,
October 18, 2010 @ 9:57 PM
ખુબજ સરસ..કેટલુ સરસ છે નહી?
મન અને ઋદય ને સ્પર્શી ગયુ.
આભાર.
bharat vinzuda said,
October 18, 2010 @ 10:01 PM
Geet-gazal ni jem achhandas thi pan
lokpriyta melavi shakay chhe.
ae sidhdha kari batavyu
matra kavi shri vipin parikh sahebe…
Bharat Trivedi said,
October 18, 2010 @ 10:23 PM
ગુજરાતી કવિતામાં વિપિન પરીખના યોગદાન વિષે વિસ્તારથી વાત કરવા મન લલચાય છે પરંતુ ટૂંકમાં જ કહેવું છે એટલે અમારી ગામઠી બોલીમાં કહેવાય છે તેમ ‘ નાગરની ક્ન્યા ઉઘાડી’ મતલબ કે જેની પાસે પોતાની જ ખૂબસુરતી હોય તેને કશા જ લપેડા કે આભુષણોની જરુર હોતી નથી! વિપીનભાઈની કવિતા કશાય આડંબર આવતી હોય છે. છંદ પણ નહીં ને પ્રતિકો પણ નહીં છતાં તે હ્ર્દયની આરપાર નીકળી જતી હોય છે!
બાળક રમતાં રમતાં પડી જાય ને તેને પૂછીયે કે બેટા, બહુ વાગ્યું ? તો શું થાય તેની તો આપણને બધાંને ખબર છે! સમજુ મા/બાપ તો બાળકને ઉચકી લઈને હૈયે વળગાળે ને વાત પૂરી થાય.
બાળક હોય કે પછી ઉમ્મરલાયક વ્યક્તિ બધાને બસ એટલું જ જોયતું હોય છે કે – ધેર ઈઝ સમ વન ટુ કેર. વાત તો સાવ સરળ છે પણ કવિ તે વાત કહે ત્યારે તેનો મહિમા કેવો વધી જતો હોય છે!
-ભરત ત્રિવેદી
Jagruti said,
October 18, 2010 @ 11:40 PM
Very touchy! thanks
ઉલ્લાસ ઓઝા said,
October 19, 2010 @ 1:51 AM
વિપિન પરીખ થોડામા ઘણુ કહી જાય છે.
સવાલ કરતા ઉકેલ / action નુ મહત્વ વિશેષ છે.
Pushpakant Talati said,
October 19, 2010 @ 5:33 AM
વાહ સરસ અને મજાની વાત રજુ કરી છે અહી કવિએ ; કારણ અને REASON જાણવાથી શુઁ વળે ? જરુરત છે ઉપાયની, SOLUTION અને ઉકેલ યાની ઉપચારની.
હું તને એમ નહીં પૂછું કે – “તારી આંખમાં આંસુ કેમ છે ?”
માત્ર એટલું જ કહીશ કે – “આવ, મારી બાજુમાં બેસ !”
ફક્ત બે જ વાક્ય અવતરણ ચિન્હો વચ્ચે કવિએ રાખ્યા છે. એક માઁ પ્રશ્ન છે અને બીજુ વિધાનિક વાક્ય છે. પહેલુ વાક્ય પુછવાથી કવિ દૂર રહી માત્ર બીજા વાક્યથી જ આસુભરેલ લોચન વાળા વ્યક્તિને કવિ કેવી સરસ મજાની શાન્તિ અર્પી જાય છે ! !!
ઊપર ઠીક જ જણાવેલ છે કે – ” વેદનાનું પોસ્ટમોર્ટમ કરવા ન બેસાય.” પણ વેદનાને પીગળાવી દેવાની હોય, ઓગાળી દેવાની હોય, અને દફનાવી દેવાની હોય અને તે પણ સન્માન અને મલાજા સાથે.
ખૂબજ સત્ય અને શિખામણ દેતી આ ક્રુતિ ખરેખર દરેકે હર હમેશ પોતાના જીવનમા યાદ રાખવી જોઈએ.
V E R Y – V E R Y – N I C E – & – E X C E L L E N T
pragnaju said,
October 19, 2010 @ 9:18 AM
સુંદર
સંતોની ખૂબ અગત્યની સલાહ
સહજતાથી સમજાવી
વેદનામા સહવાસથી …
સાથી તારા સહવાસથી જ મનડાં મલકાઇ જાય
દીલના તુટેલા તાંતણા પણ પ્રેમથી બંધાઇ જાય
mahesh dalal said,
October 19, 2010 @ 12:16 PM
દોસ્ત નિ વિદાય બાદ રચના વાચતા દિલ ભરાઇ આવ્યુ.. ..
sapana said,
October 19, 2010 @ 12:50 PM
હ્ર્દયસ્પર્શી!!
સપના
DHRUTI MODI said,
October 19, 2010 @ 2:15 PM
ઑહ! શું કાવ્ય છે. લાગણીની સાચી કવિતાઆને તેય ફક્ત જૂજ શબ્દોમાં.
Girish Parikh said,
October 19, 2010 @ 6:26 PM
હું તને એમ નહીં પૂછું
“તારી આંખમાં આંસુ કેમ છે ?”
માત્ર એટલું જ કહીશ
“આવ, મારી બાજુમાં બેસ !”
– વિપિન પરીખ
(Posted on http://www.layastaro.com on October 18, 2010)
I woudn’t ask you
“Why are there tears in your eyes ?”
Woud say only this
“Come, sit near me !”
(Translated by Girish Parikh)
Digamberbhai Swadia said,
October 20, 2010 @ 3:48 AM
થોડું ઈ મીઠું એ ન્યાયે ઓછા શબ્દોમાં સચોટ પંક્તિઓ લખવામાં વિપિન પરીખનો જોટો ન જડે.
તેમનો ખાલિપો શાહિત્યપ્રેમીઓને જરૂર સાલશે…
preetam lakhlani said,
October 20, 2010 @ 6:40 AM
પુજ્ય ભાઈ દિગબર ભાઈ, શુ વિપિન ભાઈ, આપણી વચ્ચે નથી,! આ વાચી બહુ જ દુઃખ થયુ….. તેમનો ખાલિપો શાહિત્યપ્રેમીઓને જરૂર સાલશે………કારણ કે અમણા હુ બહુ જ્ Job પર busy છુ અટલે સુરેશભાઈ કે બીજા મિત્રો જોડે વાત થઈ શકી નથી……….
pandya yogesh said,
October 20, 2010 @ 8:01 AM
ઑહ! શું કાવ્ય છે. લાગણીની સાચી કવિતાઆને તેય ફક્ત જૂજ શબ્દોમાં.
nupur dholakia said,
October 25, 2010 @ 12:35 PM
ખુબ જ સરસ મુક્તક વાહ્. પ્રેમ આથિ વિશેશ કેમ વ્યક્ત થય્
nupur dholakia said,
October 25, 2010 @ 12:37 PM
wonderful