બાળદિન વિશેષ : ૧ : ચપટી વગાડતાં આવડી ગઈ – રમેશ પારેખ
ચૌદ નવેમ્બર… જવાહરલાલ નહેરૂનો જન્મદિવસ એટલે બાળદિન. લયસ્તરો પર મોટેરાઓની કવિતા જ વાંચી-વાંચીને થાકી ગયા હોવ તો લ્યો! થોડો પોરો ખાઈ લ્યો… આજના દિવસે એક નહીં, ત્રણ-ત્રણ મજાના બાળગીતો રજૂ કરીએ છીએ… વાંચીને જો મજા પડે તો કહેજો… અવારનવાર બાળકોના ગીતો પણ લાવતા રહીશું… પણ આ ગીત મનમાં ને મનમાં વાંચવાની નોટ્ટા છે… બાળકોને જો આ ગીત ગાઈને ના સંભળાવો તો આપ સૌની કિટ્ટા…. કિઈઈઈઈટ્ટા..!
બા, મને ચપટી વગાડતાં આવડી ગઈ.
મારી ચપટી વાગે છે પટ પટ પટ,
જાણે ફૂટે બંદૂકડી ફટ ફટ ફટ,
પેલી બિલ્લી ભાગે છે ઝટ ઝટ ઝટ.
બા, મને બિલ્લી ભગાડતાં આવડી ગઈ.
તું કપડાં ધુએ ભલે ધબ્બ ધબ્બ ધબ્બ,
હું પાણીમાં નહીં કરું છબ્બ છબ્બ છબ્બ,
મારી ચપટી ભીંજાઈ જાય ડબ્બ ડબ્બ ડબ્બ.
બા, મને મુન્ની રમાડતાં આવડી ગઈ.
બા, મને ચપટી વગાડતાં આવડી ગઈ.
-રમેશ પારેખ
amit pisavadiya said,
November 14, 2006 @ 6:23 AM
એ એ,,, મારી તો બિબિબિચ્ચા છે ને !!! 🙂
Amit Shethia said,
November 20, 2006 @ 4:24 AM
hey mane pan billi bhagadta aavdi gayi
nilamdoshi said,
November 20, 2006 @ 7:00 AM
પણ મને હજુ નથી આવડી એનું શું?ચપટી વગાડતા!!
nilamdoshi said,
November 20, 2006 @ 7:02 AM
પણ મને હજુ નથી આવડી એનું શું?ચપટી વગાડતા!!
ટ્યુશન રાખવુ પડશે ચપટી વગાડતા શીખવાનું.
Sarjeet said,
March 21, 2007 @ 9:16 PM
બિલ્લી ગઇ ને કુતરો આવ્યો…સરસ મજાનો 😀
Sarjeet said,
March 21, 2007 @ 9:18 PM
એક નહિ ત્રણ ત્રણ.
બા મને કૂતરા બોલાવતાં આવડી ગ્યુ…
sagarika said,
March 22, 2007 @ 1:17 AM
wow , મજા આવી ગઈ…… “ચપટી વગાડતાં આવડી ગઈ”