મિલનની સાથ – હીરા પાઠક
મિલનની સાથ
ગતકાલ કેરો ભારેલો જે ભાર
આક્રન્દરૂપે ફૂટે, વદું વેણ;
‘આ જીવિત ના જોઇએ.’
કંધે દઇ હસ્ત, કરુણાએ કહ્યું:
‘કાચું ફળ બિનપક્વ, ભોંયે તે શું પડે?
દેહાવધિ વિણ શું કે જીવિત ખરી પડે?
સમજીને લેખી ઇષ્ટ, જીવ્યે જવું;
ઇષ્ટ જીવન જીવ્યે જવું,
ન શું એ જ જીવિતનો મર્મ?’
હજુ સુણું – ન- સુણું વેણ.
તમ થાવું અદ્રશ્ય – અલોપ.
મારું રૂદન – અસાહાય્ય લાચારી ,
અને પ્રિય!
મારી આ દુર્ભાગી જલછાયી દૃષ્ટિને
તમ શુભ્રોજ્જ્વલ વસ્ત્રાંતનો
હજીયે ‘છ સ્પર્શ,
એ જ વિરમું હું .
લિખિતંગ
દુર્ભાગી, એકાકી
હું
– હીરા પાઠક ( પરલોકે પત્રમાંથી )
જીવનના ચાલક પરમ તત્વના વિરહના આક્રંદના ઓથારથી ભરેલ આ પત્ર એક વિશિષ્ઠ શૈલીમાં મુમુક્ષુ માનવ જીવની સનાતન વ્યથાને નવી જ અભિવ્યક્તિ આપી જાય છે.
હીરા પાઠક « ગુજરાતી સારસ્વત પરિચય said,
November 9, 2006 @ 1:31 AM
[…] # રચના : […]
sweta shah said,
November 13, 2006 @ 4:01 AM
hi
લયસ્તરો » વિરહ – હીરાબહેન પાઠક said,
March 21, 2013 @ 12:31 AM
[…] સંબોધીને લખેલા પુસ્તકમાંનું આ કાવ્ય -મિલનની સાથ- પણ જોઈ જવા જેવું […]
RASIKBHAI said,
March 21, 2013 @ 11:01 AM
વિરહ કે મિલન બન્ને વેદના થિ ભરપુર ચ્હે.