હવામાં દગા – રમેશ પારેખ
છે જળમાં દગા ને હવામાં દગા,
લપાવાની મન સૌથી સારી જગા
તિમિર છે ને પ્રકટ્યું આ તારું સ્મરણ
થઈ જાણે અજવાસની શક્યતા
જવું બાગમાં યાને પાવન થવું
થવી ફૂલની મ્હેકતી જાતરા
કૂહાડા પડે સામે ગુલમ્હોર પર
અહીં ઊખડે મારી જીવતી ત્વચા
ગતાગમ, ભલે હોય નહીં શબ્દની –
મૂંગો પ્રેમ પણ- છે સહજ પ્રાર્થના.
– રમેશ પારેખ
લપાવા માટે મન સૌથી સારી જગા – આની સામે તો શું દલીલ હોઈ શકે ? 🙂
sudhir patel said,
September 20, 2010 @ 11:14 PM
ર.પા.ની આગવી શૈલીથી મહેકતી ગઝલ!
સુધીર પટેલ.
Jayshree said,
September 21, 2010 @ 12:26 AM
વાહ…
બધા શેરમાં મજા આવી…
લપાવાની વાત તો મજાની છે જ… મને તો ગુલમ્હોર વાળો શેર પણ ‘આહ..’ કરાવી ગયો..!
વિવેક said,
September 21, 2010 @ 1:18 AM
કાફિયાદોષને બાદ કરીએ તો ઉત્તમ ગઝલ.. બધા જ શેર મસ્ત થયા છે…
વિહંગ વ્યાસ said,
September 21, 2010 @ 1:18 AM
વાહ….વાહ….
ABHIJEET PANDYA said,
September 21, 2010 @ 2:42 AM
ર.પા.ની સુંદર રચના. ગઝલ વાંચી ત્યારે એમ લાગ્યું કે કોમેન્ટ્સમાં કાિફ્યા દોષ તરફ વાંચકોનું
ધ્યાન દોરું. પણ િવવેકભાઇએ તેનો ઉલ્લેખ કર્યો હોવાથી તે િવષે કાંઇ લખવાનું જરુરી લાગતું નથી.
તિમિર છે ને પ્રકટ્યું આ તારું સ્મરણ
થઈ જાણે અજવાસની શક્યતા
સુંદર શેર.
Deval said,
September 21, 2010 @ 6:19 AM
R.PA. hoy ne maja naa aave evu bane j nai….1st,4th,5th sher mast….
pragnaju said,
September 21, 2010 @ 8:27 AM
તિમિર છે ને પ્રકટ્યું આ તારું સ્મરણ
થઈ જાણે અજવાસની શક્યતા
સુંદર…
યાદ…
ગગન મહીં આ તારાં લોચન
ભૂરાં ઊંડાં હસતાં !
તારી હથેલીઓનાં હેત જ
લહરે લહરે લસતાં !
તારી વાટે, તારા ઘાટે,
મૂકવાં મારે ચરણ !
મને બસ, ગમતું તારું સ્મરણ !
સૌથી સુંદર
ગતાગમ, ભલે હોય નહીં શબ્દની –
યાદ આવ્યું સંતનુ દ્રુષ્ટાંત
મંદિરમાં શંખનાદ અને ઘંટનાદ તથા મૃદંગ અને પખવાજ, બધાં વાજિંત્રો આરતી ટાણે વાગી રહ્યાં છે. મંદિરમાં મૂર્તિ સમક્ષ ઉભેલી એક વ્યકિત પોતાના સાથીને કહે છે ઃ ‘નાસ્તિક, આરતી સમયે મૂંગો રહે છે ? ઈશ્વરે મૂંગા રહેવા માટે મોં નથી આપ્યું !’
પેલો સાથી મૌન સમાધિમાં મશગૂલ છે. કશા જ અવાજની એની ઉપર કશી જ અસર થતી નથી ! એ જોઈને પેલી વ્યક્તિ તેને હચમચાવી મૂકતાં કહે છે ઃ ‘મૂર્ખ, તને કહું છું. બધાં જ આરતી ગાઇ રહ્યાં છે ને તું હોઠે તાળું વાસી ઉભો છે !’
પેલા સાક્ષીની મૌન સમાધિ તૂટે છે અને કહે છે ઃ ‘ઈશ્વરે મોં માત્ર બોલબોલ કરવા નથી આપ્યું. ઇશ્વર સાથે એકાકાર થવાની અનુભૂતિ કરવી હોય એના પ્રત્યે સમર્પણશીલ બનવું પડે. યાદ રાખ ‘પ્રાર્થના કરવા જીભ-હોઠની જરૂર પડતી નથી. ઉલટું, પ્રાર્થના વખતે મૌન, જાગૃત હૃદય, શ્રેષ્ઠ ઇચ્છા, શ્રેષ્ઠ વિચાર અને અડગ સંકલ્પની જરૂર પડે છે.’ જેમને પોતાનું હૃદય મંદિર ન લાગે તેમનું મન કોઇ પણ મંદિરમાં ચોંટતું નથી. પ્રાર્થનામાં રૂપાળા શબ્દો કરતાં રૂપાળા મનની જરૂર છે. પ્રાર્થના એ આપણી ઇચ્છાઓ, આવશ્યકતાઓ ને ઝંખનાઓનું ઈશ્વર સમક્ષ બહાર પાડવાનો અવસર નથી ! મૂંગો પ્રેમ પણ- છે સહજ પ્રાર્થના.
Satish Dholakia said,
September 21, 2010 @ 10:02 AM
મુગા પ્રેમ નિ સુન્દર વ્યખ્યા … સહજ પ્રર્થના !
jigar joshi 'prem' said,
September 21, 2010 @ 10:02 AM
ગતાગમ, ભલે હોય નહીં શબ્દની –
મૂંગો પ્રેમ પણ- છે સહજ પ્રાર્થના.
ઓ હો હો ક્યા બાત હૈ ! આનાથેી વધુ ઉત્તમ શેર તો ક્યો હોઇ શકે ?
વાહ ! સાચે જ મજ્જા પડી….
haresh vadavia said,
September 28, 2010 @ 9:58 AM
વાહ્ ! રમેશ પરેખ જે લખે તેમા કવિતજ નિપજે………..