મોજ મહીં શું તારું-મારું ! – રાજેન્દ્ર શુક્લ
લે, આ મને ગમ્યું તે મારું
પણ જો તને ગમે તો તારું!
મારું, તારું ને ગમવું પણ,
લાવ, લાવ કરીએ સહિયારું!
તું જીતે ને થાઉં ખુશી હું,
લેને, ફરી ફરીને હારું!
ઈટ્ટા-કિટ્ટા એક ઘડીના,
બાકી સઘળું પ્યારું પ્યારું!
હસિયે રમિયે મીઠું લાગે,
થૂ, આંસુ તો લાગે ખારું!
ગીત હોય તો શીદ અબોલા,
તું ઝીલી લે, હું લલકારું!
રમિયે ત્યાં લગ હાથ રમકડું,
મોજ મહીં શું તારું-મારું!
– રાજેન્દ્ર શુક્લ
ગમતાને સહિયારું કરવું – એ એક વામન પગલામાં આ જનમ આખો જીતી લેવાની તાકાત છે.
Abhijeet Pandya said,
September 14, 2010 @ 10:48 PM
સુંદર રચના.
ઈટ્ટા-કિટ્ટા એક ઘડીના,
બાકી સઘળું પ્યારું પ્યારું!
Deval said,
September 15, 2010 @ 12:21 AM
Waah…7th Std na Gujarati na syllebus ma aa kavita aavati…aatla varshe vanchi ne maja padi….joke 1st sher ni 2nd line ma “pan” jo tane game to taru ni badle “NE” jo tane game to taru chhe…m nt sure though…Dhaval ji,pls chk n let me know which is the correct one at ur convinience… Deval
Jayshree said,
September 15, 2010 @ 12:33 AM
વાહ… ક્યા બાત હૈ…
૪-૫ વાર વાંચી ગઇ…
બધા જ શેર એકદમ મજાના..
PRADIP SHETH . BHAVNAGAR said,
September 15, 2010 @ 12:45 AM
રમીયે ત્યાં લગ હાથ રમકડું………રાજેન્દ્ર શુક્લનો અસલી મિજાજ…
ઉલ્લાસ ઓઝા said,
September 15, 2010 @ 5:52 AM
રાજેન્દ્રભાઈની કલમ – સુંદર રચના.
જીવન આનંદમય રાખવુ હોય તો તારુ-મારુ છોડવુ પડે !
હારમા પણ જે જીત જોઈ શકે તેને કોઈ ન પહોંચી શકે !
વાહ ..
sapana said,
September 15, 2010 @ 8:03 AM
તું જીતે ને થાઉં ખુશી હું,
લેને, ફરી ફરીને હારું!
આ લાઇન ખૂબ ગમી આમતો આખી ગઝલ હળવીફૂલ છે પતિ-પત્નિમા તારુ મારુ થતુ હોય અને પતિ કહે લે મારું એ બધું તારું એવી મિઠી ખટ્પટ લાગી..સરસ
એક લાઇન આ પણ યાદ આવી.
તું કહે તો ઉમ્રભર મૈ હારતા રહુ
ગર તેરી જીત મેરી હારમે હૈ
સપના
Bharat Trivedi said,
September 15, 2010 @ 8:17 AM
આપણો દિવસ સુધારી દે એવી સરળ ને સમજીયે તો જીવન સુધારી દે તેવી રચના. મને અનહદ ગમતી રચનાઓમાંની એક રચના લઈ આવવાનું શુભ કામ ધવલભાઈએ કર્યું છે.
રાજેન્દ્રભાઈને રુબરુ સાંભળવાનું થાય ત્યારે તો કાનની સાથે મન પણ જાણે પવિત્ર થઈ જતું હોય છે! રાજેન્દ્રભાઈને અત્યારે હેડકી આવતી હશે, ખરુંને પંચમ?
-ભરત ત્રિવેદી
Pinki said,
September 15, 2010 @ 8:51 AM
રમિયે ત્યાં લગ હાથ રમકડું,
મોજ મહીં શું તારું-મારું !
વાહ્… એકદમ હળવી ફૂલ અને છતાં ગહ્..ન વાત !
રમકડું તારું કે મારું હોઇ શકે પણ મોજ તો સહિયારીને !!
Kirtikant Purohit said,
September 15, 2010 @ 9:31 AM
એક રમ્ય ગઝલ અને સુંદર અભિવ્યક્તિ આપણા એક ઉત્કૃષ્ટ કવિ પાસેથી.
ગીત હોય તો શીદ અબોલા,
તું ઝીલી લે, હું લલકારું!
રમિયે ત્યાં લગ હાથ રમકડું,
મોજ મહીં શું તારું-મારું!
વિવેકભાઈનું મુક્તક પણ કાબીલેદાદ છે.
pragnaju said,
September 15, 2010 @ 11:26 AM
કવિ શ્રી રાજેન્દ્ર શુક્લ દ્ધારા આ ગઝલમાં
મારા-તારાનો ભેદ છોડીને ઉદાર અને નિર્લોભિ
બનવાની વાત ખૂબ જ સરળ રીતે રજૂ કરવામા આવી છે
મારું, તારું ને ગમવું પણ,
લાવ, લાવ કરીએ સહિયારું!
વાહ્
બાકી સામાન્ય રીતે મારું તે મારું અને તારું મારું સહીયારું જેવી વાત હોય છે!
ઊર્મિ said,
September 15, 2010 @ 11:52 AM
કોઈ મસ્ત મજાનાં રમકડાં જેવી જ પ્યારી પ્યારી ગઝલ… ખૂબ્બ જ ગમી.
urvashi parekh said,
September 15, 2010 @ 8:36 PM
સરળ શબ્દો માં ઘણી અર્થસભર રચના.
મારુ તારુ કરવાનુ જો છુટી જાય તો ઘણા પ્રશ્નો નો અંત આવી જાય.
marmi kavi said,
September 16, 2010 @ 8:57 AM
તું જીતે ને થાઉં ખુશી હું,
લેને, ફરી ફરીને હારું!………સુંદર શેર…..
મને મારો એક શેર યાદ આવી ગયો…….>
રમતમાં રોજ જીતીને તમે રાજી થતાં તેથી ,
અમે હરરોજ રમતા’તા રમતમાં હારવા માટે .
sudhir patel said,
September 16, 2010 @ 11:40 AM
ખૂબ સુંદર ગઝલ!
સુધીર પટેલ.
dangodara vinod said,
September 20, 2010 @ 8:37 AM
તું જીતે ને થાઉં ખુશી હું,
લેને, ફરી ફરીને હારું!
સરસ
deepak trivedi said,
September 22, 2010 @ 12:18 PM
તું જીતે ને થાઉં ખુશી હું,
લેને, ફરી ફરીને હારું!
fine