હરિગીત – રવીન્દ્ર પારેખ
હરિ, લાસ્ટ સપ્ટેમ્બરમાં તો
તમે હતા યુ.એસ.એ.,
તો ય ધડાકો કેમ થયો ત્યાં
પ્રશ્ન સદા એ રે’શે….
આખે આખી કાયા
કચ્ચર થઈને ઊડી,
માણસમાં જે લાશ હતી
તે કાઢી વાળી,ઝૂડી….
વર્લ્ડ ટ્રેડ સેન્ટર જેવું કૈં હતું
કોણ તે કે’શે?
હરિ તમે તો વર્ષોથી
આ ત્રાસવાદ નવ માન્યો,
છતાં ન તમને માન્યા તેથી
આ દા’ડો પણ આવ્યો,
હરિ, કંસ તો સમજ્યા
પણ વિધ્વંસ કોણ આ સે’શે?
સદા બન્યું છે તેમ ભોગ
નિર્દોષનો કોઈ લેશે….
– રવીન્દ્ર પારેખ
શ્રીકૃષ્ણે આપેલું શાશ્વત વચન-‘यदा यदा ही धर्मस्य, ग्लानिर्भवती भारतः |’ – કેટલુંક સાર્થક છે ? સમયાંતરે થતા જઘન્ય નરસંહાર કરનાર પણ ઈશ્વરનો અંશ છે અને ભોગ બનનાર પણ ઈશ્વરનો અંશ છે-આ વાત ગળે ઉતરવી અઘરી નથી ? પૂર્વજન્મના પાપનું નામ આપી આપીને કેટલાં નિર્દોષોને અન્યાય થવા દઈશું ? શબ્દોની રમત અને theories of exsistence નિર્દોષોનું લોહી વહી ગયા પછીના ઠાલા વિદ્વતપ્રલાપ થી વિશેષ શું છે ? એ તો રામબાણ વાગ્યાં રે હોય તે જાણે….
kantibhai kallaiwalla said,
September 12, 2010 @ 2:54 AM
as far as creation is concerned it is best.
now who is responsible for the misfortue of the innocence, is a very hard but simple question . Answer is available in hindu ved(vedas). God(hari) has made a temple(human body with all senses and mind) and then he has given key of this temple to man.Now man some times give place to satan(setan) in his house(mind and body).God(hari) is kind since He has already given you key to man He will not take obkection for giving space to satan(setan).It is man himself will decide whether he wants to keep on crying and blaming God or he wants to remove satan(setan) from temple. if man will make right decission,God will help.And those who innocent(dead) were considered Gods army and weapons to fight with setan(satan).Iknow very well it is easy to say but hard to digest(specially,one who has suffered in this disastour) but instead of simple pity in form of words will not help.,only the combined action against setan(satan) is neeeded
h
Babul said,
September 12, 2010 @ 4:45 AM
બહુ સુંદર, હ્રદયસ્પર્શી રચના… લાગ્યું કે રવીન્દ્ર પારેખ સાહેબે કવિધર્મ ખૂબ નિભાવ્યો છે, ભાવકને પ્રેરે છે આત્મમંથન માટે. અભિનંદન.
માણસમાં જે લાશ હતી
તે કાઢી વાળી,ઝૂડી….
વર્લ્ડ ટ્રેડ સેન્ટર જેવું કૈં હતું…
… સાચે જ કેટલાયે માણસોના માનસ/ આત્મા/ માંહ્યલા મરી પરવારેલા હોય એમ છે. આ માર્કેટ ઇકોનોમીના જમાનામા ઘણા સોદા થાય છે, કાવ્યમાંનું ‘વર્લ્ડ ટ્રેડ સેન્ટર’ નું રુપક માણસના પરિમાણમાં જોઇએ તો એને વધુ વિસ્ફોટક બનાવે છે.
kanchankumari. p.parmar said,
September 12, 2010 @ 5:47 AM
શ્રેી ક્રિશન પોતે હાજરા હજુર હતા તોયે મહાભારત નુ યુધ્ધ ક્યાં રોકિ શક્યા? કર્મ નિ ગતિ ન્યારિ એમ સમઝિ આ બધુ ઝેલ્યે જ છુટ્કો!
pragnaju said,
September 12, 2010 @ 6:42 AM
સુંદર
હરિ, કંસ તો સમજ્યા
પણ વિધ્વંસ કોણ આ સે’શે?
સદા બન્યું છે તેમ ભોગ
નિર્દોષનો કોઈ લેશે….
"માનવ" said,
September 12, 2010 @ 9:58 AM
“એ તો રામબાણ વાગ્યાં રે હોય તે જાણે….”
એક જ લીટીમાં સમજાવી દીધું
Ramesh Patel said,
September 12, 2010 @ 12:46 PM
અન્યાય અને હીંસક તત્વોનો સામનો કરવો ને વિદ્વંસ કરવો
એ માટે ખુદ તૈયાર થવું ,એ જ સાચો ઉપાય.
સરસ મનનીય રચના.
રમેશ પટેલ(આકાશદીપ)
લડવું પડશે જ તારે…રમેશ પટેલ(આકાશદીપ)
નથી લડવું બોલ્યો અર્જુન જ્યારે
વદે શ્રીકૃષ્ણ લડવું પડશે જ તારે
જગાડે કુસંપ આ હિંસા દવ
ને માનવતા રડતી લાગે શવ
ડંખે મનડું અત્યાચારથી તવ
પોકારે વત્સ સ્વધર્મ અંદરથી જ્યારે
વદે શ્રીકૃષ્ણ લડવું પડશે જ તારે
છોડી મર્યાદા ને અધર્મ ધસે
અટ્ટહાસ્યે પીડે સાધુતાને કષ્ટે
હણાય જગ શાન્તિ ધૃણા આતંકે
થઈ શુભકર શસ્ત્ર ઉઠાવજે હાથે
વદે નિયંતા લડવું જ પડશે તારે
ક્રૂર ને કાળમુખી શાસન ફાલે
કાયરતાથી તારી ભદ્રતા લાજે
જીવવા માને આ જગ સંસારે
ધર્મ યુધ્ધ દેશે આહવાન પ્યારે
ધ મરોળજે થઈ વિશ્વાનલ ભારે
બડભાગી જયઘોષ જગવજે હામે
વદે શ્રીકૃષ્ણ લડવું જ પડશે તારે (૨)
રમેશ પટેલ(આકાશદીપ)
dhrutimodi said,
September 12, 2010 @ 2:29 PM
હરિ બીજે ક્યાં છે? આપણામાં જ સ્તો. માણસની અંદરની લાશ નીકળી જાય અને ઍ જાગી જાય તો હરિ મળે અને હરિ મળે તો માણસ વિધ્વંશથી અટકે.
atulyagnik3505@gmail.com said,
September 12, 2010 @ 10:36 PM
હઆ મ્ઝા આવિ
atulyagnik3505@gmail.com said,
September 12, 2010 @ 10:49 PM
maru aauku aku gujarati pan upasana na thay kevu kahevay malavu gujarati tane pan malay nahi kavu kahevay lakhava basu to khabar chhe mane lekhini nahi atke pan lakhay nahi kevu kahevay mane to maja ave gujarat gujarati ane gujarat pana thi pan kij namale kevu kahevay karu ganpati ne prathana ke parbhu vighna hai leki ni appo to have laku kai ane narmad surat thi narasiyo junagadh thi bardolithi raman pathak to kyak mara pitashr janakrai mari nondh le
atulyagnik3505@gmail.com said,
September 12, 2010 @ 10:50 PM
મરિ મજનિ અજ્જુ મને સિખવે બથિ બથિ થ હુ અહિ અને તે ત્ય બસ અતલુજ કફિ બકિ કવિ પર્
વિવેક said,
September 13, 2010 @ 1:04 AM
સુંદર સાંપ્રત રચના…
jigar joshi 'prem' said,
September 13, 2010 @ 11:01 AM
સરસ ! મજા આવી