(પંખી) – સિલાસ પટેલિયા
દૂરાતિદૂર એ પંખી ઊડી આવી બેઠું
મારા ખભા પર, શાંત-મૌન!
છતાં એની આંખોમાંથી દૂરના દરિયાનાં મોજાં
ઘૂઘવતાં, એની કથા કહેતાં મારા ખભે
અથડાતાં’તાં…
એની બિડાયેલી પાંખોમાં ઘોધમાર વરસાદ
કાળઝાળ તલવારધાર ઉનાળો ને હિમછાયો
શિયાળો –
મને એની યાત્રા કહેતા હતા
કોઈ ઋષિની વાણી જાણે વહેતી હતી
ને એમાં હું નિમગ્ન!
થોડી વાર આમ બેસી
એ ઊડી ગયું
છતાંય એ મારા ખભા પર જ છે!
– સિલાસ પટેલિયા
મનગમતી ચીજ પોતાના મનને અડી લે – મનને ભર્યુંભર્યું કરી દે – એ ક્ષણનું અનુપમ વર્ણન.
ચંદ ક્ષણોમાં અસ્તિત્વને હંમેશ માટે ભર્યુંભર્યું કરી જનાર એવા તે ક્યા પંખીની વાત કવિ કરે છે ? – દરેક માટે આ પંખી અલગ અલગ હોઈ શકે : મનગમતી વ્યક્તિ, ચેતનાની ક્ષણ, અનુભૂતિનું અવતરણ કે પછી તમને અંદરથી અડકી લે એવી કોઈ પણ ચીજ.
Deval said,
August 31, 2010 @ 11:42 PM
waah….. khub sa-ras rachana…Silas Patelia ne pehli j var vanchavanu banyu…maja aavi….abhinandan Kavi shree ne….
વિવેક said,
September 1, 2010 @ 2:18 AM
સુંદર મજાનું અછાંદસ!
શબ્દાતીત અનુભૂતિનું સુપેરે કરાયેલું શબ્દાંકન!!
pragnaju said,
September 1, 2010 @ 11:02 AM
સ રસ રચના
યાદ
મારી છાતીના પાંદડાંની જાળી ઉઘાડીને ડયું ગગન એક ભૂરું
પીંછા વિનાના મારા કદરૂપા ઉડયનમાં ખોવાતી જાઉં અને ઝૂરું
દોડો રે ભાઈ! ખોવાતી જાઉં અને ઝૂરું
જીવતર આખ્ખુંય મારે કરવું પસાર હવે પીંછા ખોવાયાની પીડમાં…
bharat vinzuda said,
September 1, 2010 @ 11:53 AM
Thik chhe.
Bharat Trivedi said,
September 1, 2010 @ 7:45 PM
આ ભરતભાઈ એ ભરતભાઈ સાથે સંમત છે કે કાવ્ય ઠીક છે એટલે કે એટલું જોરદાર ના લાગ્યું. કારણ તો ભૈ એ કે ઉડાનો તો ખૂબ ભરી પણ આખરે ‘પંખી’ ખભે બેસી રહ્યું ! ગઝલમાં મક્તો ક્હ્યા વિના શાયર ના રહી શકે તે તો સમજ્યા પણ કવિતામાં એમ ના ચાલે. આપણા વાંચકોમાં શ્રઘ્ઘાય રાખવી પડે. કવિતામાં એકાદ પ્રતીકથી પણ કામ ચાલી જાય પરંતુ અછાંદસમાં બીજી પણ ઘણી અપેક્ષા હોય જે મને અહીં સંતોષાતી ના લાગી.
-ભરત ત્રિવેદી
અનામી said,
September 2, 2010 @ 10:08 AM
hum…thik che
preetam lakhlani said,
September 3, 2010 @ 1:05 PM
મિત્રો, આજે જે કવિની કવિતા આપણને ઠિક લાગે છે તે કવિની કલમ્ કદાચ આવતી કાલે જોર દાર કાવ્ય લઈને પણ આવે!! બસ ધીર જ ના ફ્ળ sweet છે!
chandrika mheta said,
September 3, 2010 @ 1:20 PM
પુજય ભરત ભાઈ ત્રિવેદી, મે તમારા બે કાવ્યો સગ્રહ વાચ્યા છે, બને કઈ એવા જોર દાર નથી….સાચુ કઉ તો ઠીક છે, વાત રહી બીજા ભરત ભાઈની તો તેમના ગીત્/ગઝલ બહુ જ સચોટ અને ઉચ કોટીના છે….વડીલ પુજય કવિ ભાઈઓ બોલયુ ચાલ્યુ માફ્…હુ માગરોળ જેવા નાના ગામની પ્રાધય્યાપક છુ………બધા કવિ કઈ રમેશ પારેખ ન હોય શકે….રમેશ પારેખ જેવા કવિતો યુગમા એક જ પેદા થાય છે…..sorry!!!
Bharat Trivedi said,
September 5, 2010 @ 9:43 AM
પ્રિય ચન્દ્રિકાબેન, તમે મને ખુશ કરી દીધો કે મારી કવિતા છેક માંગરોળ સુધી વંચાય છે! કોઇની કવિતા ગમવી કે ના ગમવી તે તો આપણી રસ/રુચિ કે સમજ પર આધાર રાખે છે. તમારી જેમ મનેય પેલા ભરતભાઈની ગઝલ ઘણી ગમે છે ને અનિલ જોશીના પ્રમાણમાં રમેશ પારેખની કવિતા ઓછી ગમે છે! આપણને બધાંને એક સરખું ગમાવા લાગે તો તો બધી જ મઝા મારી જાય! કુશળ હશો.
-ભરત ત્રિવેદી