મે ચાહી જિંદગીને, મોતનોયે દબદબો રાખીશ,
મને મૃત્યુ સમીપે લઈ જતી હર ક્ષણનો ૠણી છું.
– સંદીપ પુજારા

મુક્તક – જવાહર બક્ષી

આકાશ છે, અંધકાર છે, ઈશ્વર છે
આભાસ છે, મૌન છે, હવાનો સ્તર છે
છો મારી પ્રતીક્ષા કોઈ પોલાણ રહી
પણ તારી એ ગેરહાજરી ક્યાં નક્કર છે ?

– જવાહર બક્ષી

5 Comments »

  1. Gunvant Thakkar said,

    August 25, 2010 @ 12:52 AM

    આકાશ,અંધકાર,ઇશ્વર,આભાસ,મૌન,હવા,પ્રતિક્ષા,અને ગેરહાજરી,આ બધાજ નક્કર પોલાણોને અસરકારક રીતે સાંકળતુ એક મુસલસલ અને અર્થસભર મુક્તક.

  2. pragnaju said,

    August 25, 2010 @ 7:38 AM

    સ રસ મુક્તક
    કહેવાતા રેશનાલીસ્ટની જેમ .
    છો મારી પ્રતીક્ષા કોઈ પોલાણ રહી
    પણ તારી એ ગેરહાજરી ક્યાં નક્કર છે ?
    સાધના જોઈએ તો ઈશ્વર ઘન લાગે..
    સત,ચિત,નીત,આનંદરુપ લાગે.

  3. Pancham Shukla said,

    August 25, 2010 @ 8:31 AM

    સંદિગ્ધતામાં શ્રદ્ધાનો સંગીન ઉન્મેષ.

    પડ અને થરની જેમ સ્તરને ન.લિંગમાં વપરાતું જોવા મળે છે. પણ અહીં કવિ એને યોગ્ય રીતે પુ.લિંગમાં વાપરી માત્ર એક અખંડ સ્તરની સંકલ્પના આપે છે.

  4. Bharat Trivedi said,

    August 25, 2010 @ 12:30 PM

    જવાહર બક્ષીની કવિતામાં અધ્યાત્મનો દોર તો હોવાનો જ એટલી પૂર્વ- સમજ કેળવી લીધી હોય તો પછી તેમની કવિતા માણવી ઝાઝી મુશ્કેલ રહેતી નથી જ. પહેલી નજરે જણાતા બે વિરોધાભાસ વચ્ચે આ મુક્તકનું હાર્દ એવું તો ગોઠવાઈ ગયું છે જાણે અધખૂલ્યાં છિપલા વચ્ચે મોતી!

    આવું અઘરું મુકતક માણ્યા પછી કહેવાનું મન થાય છે કે કવિએ કાવ્ય-સર્જન બાદ એક પ્રકારની અનાસક્તિ કેળવી લેવી પડતી હોય છે કે તેની કવિતા તો તેના ખરા ભાવક સુધી પહોંચી જ જવાની છે. કવિતા લખ્યા પછી સહિત્યમાં તેનું “યોગદાન” કેટલું વધવાનું છે કે અન્ય સર્જકોની જમાતમાં કેટલું ઉપર જવાનું છે એવું ગાંડુ ગણિત કવિ માંડેતો હોય છે ખરો?

    -ભરત ત્રિવેદી

  5. dhrutimodi said,

    August 25, 2010 @ 9:32 PM

    ખૂબ જ સુંદર મુકતક.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment