વર્ષો વીતી ગયાં હો ભલે ઈન્તેઝારમાં,
આવ્યાં તમે તો લાગ્યું : ઘડી બે ઘડી ગઈ.
મરીઝ

અંજળ -ડો.પ્રફુલ્લા વોરા

ફૂલની ભાષા સમું ઝાકળ મળે,
સાવ કોરા ફલક પર વાદળ મળે.

આપણું હોવું બને પર્યાય જો
લાલ-કંકુ છાંટણે અંજળ મળે.

ભાગ્યનું પરબિડીયું અકબંધ છે,
ક્યાંક સગપણ, ક્યાંક તો અટકળ મળે.

તો પછી ટહુકી ઊઠે પીળી ક્ષણો,
સ્હેજ પણ ભીનાશની જો પળ મળે.

બસ, હવે આ આયખું ઉત્સવ બને,
દીપ શ્રદ્ધાનો કદી ઝળહળ મળે.

– ડો. પ્રફુલ્લા વોરા

9 Comments »

  1. preetam lakhlani said,

    August 25, 2010 @ 12:33 PM

    બહુ જ સરસ્….ગ ઝ લ્…..
    બસ, હવે આ આયખું ઉત્સવ બને, દીપ શ્રદ્ધાનો કદી ઝળહળ મળે……..ગ મ તા નો ગુ લા લ્…

  2. pragnaju said,

    August 25, 2010 @ 1:52 PM

    બસ, હવે આ આયખું ઉત્સવ બને,
    દીપ શ્રદ્ધાનો કદી ઝળહળ મળે.
    સુંદર

    પ્રેમનું આસન શ્રદ્ધા છે,

    પણ એ શ્રદ્ધાનું સ્થાન શંકા લે

    ત્યારે

    પ્રેમ ફુલ કરતાં પણ વહેલો કરમાઈ જાય છે.

  3. sapana said,

    August 25, 2010 @ 2:45 PM

    તો પછી ટહુકી ઊઠે પીળી ક્ષણો,
    સ્હેજ પણ ભીનાશની જો પળ મળે.
    વાહ ક્યા બાત હૈ?
    સપના

  4. ધવલ said,

    August 25, 2010 @ 5:01 PM

    આપણું હોવું બને પર્યાય જો
    લાલ-કંકુ છાંટણે અંજળ મળે.

    – સરસ !

  5. vimal agravat said,

    August 25, 2010 @ 10:06 PM

    સરસ ગઝલ.બી.એડમાં પ્રફુલ્લાબહેન મારા અધ્યાપિકા હતા એ સદભાગ્ય.આ માધ્યમથી મેડમને ઘણા સમય પછી મળતો હોઉ એવું લાગ્યું.આભાર વિવેકભાઈ,મારા અભ્યાસકાળના દિવસો તાજાં થયા.

  6. વિવેક said,

    August 26, 2010 @ 12:08 AM

    સુંદર રચના…

    @ શ્રી વિમલભાઈ,
    લયસ્તરો ઉપર મારા અને ધવલ ઉપરાંત ઊર્મિ અને તીર્થેશ પણ કવિતા પૉસ્ટ કરે છે. આ કવિતા ઊર્મિએ મૂકી છે, મેં નહીં…

  7. ઠાકરભાર્ગવ said,

    August 26, 2010 @ 1:34 AM

    જતીન……….’જ’ પરથી……….જોરાવર

  8. ઠાકરભાર્ગવ said,

    August 26, 2010 @ 1:42 AM

    sorry, ખોટી જગ્યાએ ખોટી કોમેન્ટ થઇ
    ‘ફૂલની ભાષા સમું ઝાકળ મળે,’
    ખુબ સુંદર કલ્પના. મજા પડી.

  9. Pinki said,

    August 26, 2010 @ 7:55 AM

    વાહ્.. સરસ ગઝલ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment