તમે રોજ આવો ન સ્વપ્નોમાં મારા,
મજાનું મિલન, પણ છે વળતર નિસાસો.
ફર્યો શું યયાતિનો કર એના માથે?
જરાયે નથી થાતો જરજર નિસાસો.
– નેહા પુરોહિત

ગઝલ – જિગર જોષી ‘પ્રેમ’

લાગણીને સ્થાન હોવું જોઈએ
કાં બધે વેરાન હોવું જોઈએ

ભીંત, બારી, આયનો ટોળે વળ્યાં
કોઈ ભીનેવાન હોવું જોઈએ

હોઠ પર તાળાં હશે તો ચાલશે
આંખમાં તોફાન હોવું જોઈએ

બાપ ઊભો આંસુનો ટેકો લઈ
આજ કન્યાદાન હોવું જોઈએ

તું અઢી અક્ષરમાં બાંધી રાખ મા
‘પ્રેમ’નું સન્માન હોવું જોઈએ

– જિગર જોષી ‘પ્રેમ’

હવે આ ગઝલમાં કયો શેર સારો છે અને કયો શેર નબળો છે એવું પિષ્ટપેષણ કરવાનું કામ આવે તો હારી ન જવાય?

*

કવિ મિત્ર જિગરનો બીજો ગઝલ સંગ્રહ (સ્વતંત્રપણે પહેલો) ‘તને મોડેથી સમજાશે’ હાલમાં જ પ્રકાશિત થનાર છે… એ સંગ્રહમાંની આ મારી ગમતી રચના… કવિને લયસ્તરો તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ…

17 Comments »

  1. Jayshree said,

    August 21, 2010 @ 2:08 AM

    હોઠ પર તાળાં હશે તો ચાલશે
    આંખમાં તોફાન હોવું જોઈએ

    .. મઝેદાર ગઝલ…

  2. Mukund Joshi said,

    August 21, 2010 @ 2:51 AM

    સુંદર ગઝલ

    બાપ ઊભો આંસુનો ટેકો લઈ
    આજ કન્યાદાન હોવું જોઈએ…..ગમ્યુ

  3. Milind Gadhavi said,

    August 21, 2010 @ 3:25 AM

    ‘ભીનેવાન’ કે તો ક્યા કહને…! વાહ !

  4. Dr. J. K. Nanavati said,

    August 21, 2010 @ 4:25 AM

    આ જીગર સિવાય કોઈનુ કામ ના
    “પ્રેમ”નુ વરદાન હોવું જોઈએ…..

    જગદીપ

  5. marmi kavi said,

    August 21, 2010 @ 6:18 AM

    આખી ગઝલ સરસ છે……અભિનન્દન

  6. Rasheeda Damani said,

    August 21, 2010 @ 8:54 AM

    બહુ જ સુન્દર ગઝલ. મજા આવી ગઈઃ)

  7. "માનવ" said,

    August 21, 2010 @ 11:47 AM

    તું અઢી અક્ષરમાં બાંધી રાખ મા
    ‘પ્રેમ’નું સન્માન હોવું જોઈએ

    દીલની આરપાર નીકળી જાય એવા શેર છે..

  8. વિહંગ વ્યાસ said,

    August 21, 2010 @ 12:07 PM

    સુંદર ગઝલ. જિગરભાઇને અભિનંદન.

  9. Bharat Trivedi said,

    August 21, 2010 @ 1:28 PM

    ગઝલના બધા જ શેર ઉત્તમ બન્યા હોય તેમ ઓછું બનતું હોય છે. આ ગઝલ એક સુખદ અપવાદ છે. રદીફ અગાઉ કદાચ વપરાઈ ચૂક્યો હોય તેમ લાગે છે પણ તેથી શું ? મને આ ગઝલ ખૂબ જ ગમી.

    – ભરત ત્રિવેદી

  10. sudhir patel said,

    August 21, 2010 @ 10:20 PM

    મન મોકળું કરી દે એવી સુંદર ગઝલ!
    સુધીર પટેલ્.

  11. સુનીલ શાહ said,

    August 22, 2010 @ 5:19 AM

    નખશીખ સુંદર ગઝલ..

  12. deepak trivedi said,

    August 22, 2010 @ 9:06 AM

    બાપ ઊભો આંસુનો ટેકો લઈ
    આજ કન્યાદાન હોવું જોઈએ

    અતિ સુન્દર ….મને સ્પશેી ગયેી …

  13. ધવલ said,

    August 22, 2010 @ 8:30 PM

    હોઠ પર તાળાં હશે તો ચાલશે
    આંખમાં તોફાન હોવું જોઈએ

    – સરસ !

  14. jigar joshi 'prem' said,

    August 23, 2010 @ 10:10 AM

    આપ સૌનો આભાર્

  15. jigar joshi 'prem' said,

    August 23, 2010 @ 10:12 AM

    વિવેકભાઈ ! મુક્ત્ – મને, ગઝલ્ સંગ્રહ વિશે ઇ-મેલ કરશો તો ગમશે…આભાર

  16. Kirtikant Purohit said,

    August 27, 2010 @ 3:31 PM

    વાહ જિગર , ખરેખર લાજવાબ.

  17. yogesh shukla said,

    September 29, 2015 @ 10:15 PM

    બાપ ઊભો આંસુનો ટેકો લઈ
    આજ કન્યાદાન હોવું જોઈએ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment