(સહવાસ) – અશ્વિની પાનસે
પાણીનું એક ટીપું
જો એ તાવડી પર પડે
તો એનું અસ્તિત્વ જ મટે છે.
એ જો કમળના પાન પર પડે
તો મોતી જેવું ચમકી ઊઠે છે.
અને જો છીપમાં પડ્યું
તો મોતી જ થઈ જાય છે.
પાણીનું ટીપું એ જ
તફાવત માત્ર સહવાસનો.
– અશ્વિની પાનસે (અનુ. અરુણા જાડેજા)
સોબતની અસરને ઓછી ન આંકશો. હમણા જ કશે વાંચેલું કે What you will become in five years depends on the people you meet and the books you read.
Bharat Trivedi said,
August 17, 2010 @ 5:36 PM
સંસ્કૃત કાવ્યની ખૂશ્બો લઈને આવેલું આ કાવ્ય પ્રથમ વાંચને જ ગમી ગયું. Brevity is the soul of poetry!
-ભરત ત્રિવેદી
Rekha Sindhal said,
August 17, 2010 @ 6:53 PM
very ture!
વિવેક said,
August 18, 2010 @ 12:44 AM
સાચું મુક્તક !!!
Bharat Patel said,
August 18, 2010 @ 1:44 AM
અત્યન્ત સુન્દર
સહવાસ – જેીન્દગેી નુ ખુબજ જરુરેી પાનુ
Gunvant Thakkar said,
August 18, 2010 @ 1:52 AM
તાવડી પર પડવુ ,કે કમળના પાનપર પડવુ , કે છીપમા પડવુ ,એ ટીપાના હાથની વાત નથી . ગુલાબનો કાંટાસાથે કે કમળનો કાદવ સાથેનો સહવાસ એક મજબુરી છે ,છતા બન્નેનો સાત્વીક વિકાસ થાયજ છે ને ?
Pushpakant Talati said,
August 18, 2010 @ 5:34 AM
વાહ ! !! – ઉત્તમ ઉદાહરણ – તેમજ જીવનની ફીલસુફી સમજાવતી એક યાદ રાખવા જેવી અને મનનિય તથા મનને ગમી જાય તેવી સરસ રચના. –
પાણીનું એક ટીપું –
જો એ તાવડી પર પડે તો એનું અસ્તિત્વ નષ્ટ થઈ જાય ;
જો કમળના પાન પર પડે તો મોતી જેવું ચમકી ઊઠે ; અને
જો છીપમાં પડે તો મોતી થઈ જાય છે.
પાણીનું ટીપું એ જ – પણ – તફાવત માત્ર સહવાસનો .
પરન્તુ ભાઈ શ્રી ગુણવન્તભાઈ એ લખેલી comment પણ વિચાર માગીલેતી વાત છે જ. તો વિચારો આ મુદ્દાઓ પણ કે –
(૧) -” તાવડી પર પડવુ ,કે કમળના પાનપર પડવુ , કે છીપમા પડવુ ,એ ટીપાના હાથની વાત નથી. ”
(૨) – ” ગુલાબનો કાંટાસાથે કે કમળનો કાદવ સાથેનો સહવાસ એક મજબુરી છે. ”
(૩) – ” છતા બન્નેનો સાત્વીક વિકાસ થાયજ છે ને ? ”
સરસ રચના અને તેનાથી પણ ચડીયાતી COMMENT – શાબાશ.
pragnaju said,
August 18, 2010 @ 8:45 AM
પાણીનું ટીપું એ જ
તફાવત માત્ર સહવાસનો.
સંતોની ખૂબ અગત્યની સલાહ સહજતાથી સમજાવી
જીવનમાં સંગત-સોબતનું બહુ ઘ્યાન રાખવું. સત્સંગ ન થાય તો બહુ વાંધો નહીં પણ કુસંગન થાય તેનું ઘ્યાન રાખજો. ભરતને જન્મ આપનારી કૈકેયીને મંથરાનો સંગ થતા તેની મતિ ફરી ગઇ અને રામને વનવાસ મોકલવાનું વચન માંગ્યું હતું,ગાળો દે તોય વાંધો નહીં,
સત્સંગીઓને ત્યાં ન રખાય વિશ્વાસ વિષીલા સર્પસુસંગનો ! સાપ પાળ્યો હોય તો એનો વિશ્વાસ રખાય નહીં. ક્યારે એના સ્વભાવમાં જતો રહે એ કહેવાય નહીં. એ તો આ સત્સંગ સારો આપણો, ગમે તેવો ગાંડોઘેલો હોયને, આમની જોડે પડી રહેવાનું થાય તોય વાંધો રાખવો નહીં. કારણ કે આ સત્સંગ છેને ! કુસંગ ક્યારે કૈડી ખાય એ કહેવાય નહીં. એકાદ અવળો વિચાર મહીં પેસી ગયો તો એ વીસ વર્ષેય ના નીકળે. મહીં ઊગવા માંડ્યો તો ઝાડ થાય મોટું. એ કુસંગની વાતો બધી મીઠી હોય, એકદમ પેસી જાય એવી.
મૂળ આત્મા તો કોઈ પણ સંગનો સંગી થતો નથી. અસંગ જ છે, સ્વભાવથી જ અસંગ છે. તેને લોક અસંગ થવા માટે દોડધામ કરે છે. વ્યવહારિક રીતે સત્સંગ હોવો જોઈએ. કારણ કે કુસંગ અને સત્સંગ બે પ્રકારના જે ભાવ હોય છે, તેમાં જે અહીં સત્સંગની અંદર પડેલો હશે, તેનો કો’ક દહાડો નિવેડો આવશે. કુસંગમાં પડેલાનો નિવેડો ના આવે-પાણીનું એક ટીપું
જો એ તાવડી પર પડે
તો એનું અસ્તિત્વ જ મટે છે.
pragnaju said,
August 18, 2010 @ 8:50 AM
સુધારો
સર્પસુસંગનો ને બદલે સર્પકુસંગનો
Bharat Trivedi said,
August 18, 2010 @ 9:29 AM
કવિ અને અનુવાદકની ક્ષમા સાથે. આ કાવ્ય મેં આ રીતે લખ્યું હોતઃ
સહવાસ-
પાણીનું એક ટીપું
તાવડી પર પડે
તો એનું અસ્તિત્વ જ મટી જાય,
કમળના પાન પર પડે
તો મોતી જેવું ચમકી ઊઠે,
છીપમાં પડ્યું
તો મોતી જ થઈ જાય,
પાણીનું ટીપું એ જ
પરંતુ અંજામ અલગ અલગ!
આવું તે કેમ?
Kirtikant Purohit said,
August 18, 2010 @ 11:41 AM
સરસ અનુવાદ અને અભિવ્યક્તિ.
Bharat Trivedi said,
August 18, 2010 @ 12:57 PM
Correction.
સહવાસ-
પાણીનું એક ટીપું
કમળના પાન પર પડે તો
મોતી જેવું ચમકી ઊઠે,
છીપમાં પડ્યું તો
મોતી જ થઈ જાય,
તાવડી પર પડે તો
એનું અસ્તિત્વ જ મટી જાય!
પાણીનું ટીપું એ
પણ અંજામ સાવ જ અલગ
આવું તે કેમ!
Kalpana said,
August 18, 2010 @ 1:03 PM
સુભાષીત જેવુઁ સુન્દર કાવ્ય.
આભાર ધવલભાઈ
કલ્પના
sudhir patel said,
August 18, 2010 @ 11:09 PM
સુંદર કાવ્ય!
સુધીર પટેલ.
Gunvant Thakkar said,
August 19, 2010 @ 12:03 AM
આભાર પુષ્પકાંતભાઈ , થોડા વધુ વિચારો વ્હેચું ,ખરેખરતો તાવડી પર પડતુ ટીપુ જ સાચુ મોતી છે.કારણ તાવડી પર પડી વરાળ રુપે ઊડી એ વાદળમાં બંધાશે અને વરસાદ રુપે કોઈને કોઈ જીવનને નવપલ્લવિત કરતુ રહેશે. છીપમાના મોતીથી એ કામ થશે ?