ઉમાશંકર વિશેષ :૧૧: પ્રશ્નો – ઉમાશંકર જોષી
કાવ્ય, સમયની ચીસ શાશ્વતી અર્થે ?
પ્રણય હ્રદયનો અર્ધ્ય અદયને તર્પે ?
મૈત્રી, બિંદુ બે મથંત બનવા રેખા ?
કર્મ, તિમિર-પટ પર વિદ્યુતલિપિરેખા ?
સત્તા, આત્મવિશ્વાસ તણી હરરાજી ?
કીર્તિ, કાળને મુખે થતી પતરાજી ?
દયા, અધિકતા છુપાવતું અવગુંઠન ?
ત્યાગ, વામ કરથી દક્ષિણને અર્પણ ?
મુક્તિ, વળી નવતર બંધનની માયા ?
સત્ , અંતે અંતરતમ પુરુષની છાયા ?
– ઉમાશંકર જોશી
ઉમાશંકરના કવ્યોમાં વ્યંગ ભાગ્યે જ જોવા મળે. અને આ તો આખું કાવ્ય જ વ્યંગથી ભરેલું. જોકે કવિની કુશળતા જુઓ કે આ બધા ચાબખા એમણે કેવા શિષ્ટતમ ભાષામાં છુપાવ્યા છે !
(અદય=નિષ્ઠુર, ક્રૂર, અર્ધ્ય=આરતી, પતરાજી=શેખી, ડંફાસ, અવગુંઠન=બુરખો, લાજ, વામ= ડાબો, દક્ષિણ=જમણો, અંતરતમ=અત્યંત પોતાનું, નજીકનું)
Viay Shah said,
July 27, 2010 @ 9:28 AM
સરસ કાવ્ય.
પ્રશ્નો – ઉમાશંકર જોષી « નિવૃત્તિ ની પ્રવૃત્તિ said,
July 27, 2010 @ 9:33 AM
[…] Courtsey from Layastaro https://layastaro.com/?p=4919 […]
Kalpana said,
July 27, 2010 @ 10:00 AM
આ બધા પ્રશ્નોમાથી પ્રશ્નાર્થ ચિહ્નો બાદ કરતાઁ એ સત્ય બની રહે એ સત્ય છે? આ સઁકેત છે કે ચેતવણીની દિવાદાઁડી છે?
આભાર વિવેકભાઈ.
કલ્પના
વિવેક said,
July 29, 2010 @ 1:31 AM
દસ પ્રશ્નો કે દસ કવિતા?