મરણરૂપે જ મૂકાઈ ગઈ છે મર્યાદા
જીવનથી સહેજ વધારે હું વિસ્તરી ન શકું
ભરત વિંઝુડા

શોધે – નયના જાની

અંધારે ચાંદરણું શોધે
ડૂબતો માણસ તરણું શોધે

નથી નથીનાં ગૂઢ પ્રદેશે
હશે હશેનું શરણું શોધે.

સૂકેલાં પર્ણો ખખડીને
લીલુંછમ સંભારણું શોધે.

અડાબીડ અંધારું જંગલ
કિરણ તેજનું હરણું શોધે.

કાંટાળી કેડીને મારગ
અધવચ્ચે ફૂલખરણું શોધે.

ભવરણ તડકે ધખે મુસાફિર
વ્હાલપનું નિર્ઝરણું શોધે

– નયના જાની

શોધ એટલે આશા. શોધ એટલે ગતિ. શોધ એટલે જીવન.

12 Comments »

  1. Hemant said,

    July 12, 2010 @ 10:43 PM

    very good,

  2. વિવેક said,

    July 13, 2010 @ 12:48 AM

    ઘણા સમય પહેલાં આ ગઝલના બે શેર કોઈકની ઓફિસની બહાર બેઠો હતો ત્યારે કોઈક સામયિકમાં વાંચ્યા હતા… એ દિવસે પેન પાસે હતી નહીં એટલે પહેલા બે શેર મોબાઇલમાં ટાઇપ કરી સાચવી રાખ્યા હતા… મોબાઇલમાં કવિતા લખવાનો એ પહેલો પ્રસંગ હતો…

    આજે આખી ગઝલ વાંચવા મળી… મજા આવી.. પણ પહેલા બે શેરમાં જે તાકાત છે એ પછીના શેરોમાં ઓછી અનુભવાઈ.

  3. Pancham Shukla said,

    July 13, 2010 @ 5:00 AM

    સંભારણું -> સાંભરણું હોવું જોઈએ એવું લાગે છે. ગઝલના બાહ્ય સ્વરૂપમાં એક સળંગ સુંદર ચિંતન કાવ્ય.

  4. Kirtikant Purohit said,

    July 13, 2010 @ 9:52 AM

    ખરેખર સુઁદર રચના.

    વાહ્.

  5. PRADIP SHETH BHAVNAGAR said,

    July 13, 2010 @ 10:20 AM

    ભવરણ તડકે…..સુંદર રચના…..

  6. Ramesh Patel said,

    July 13, 2010 @ 1:08 PM

    સરસ તરવરતી ગઝલ .

    રમેશ પટેલ(આકાશદીપ)

  7. ડૉ.મહેશ રાવલ said,

    July 13, 2010 @ 1:41 PM

    સરળ બાનીમાં સરસ ભાવ સાતત્ય નિપજાવી શકાયું છે -અભિનંદન.
    શ્રી વિવેકભાઈ અને શ્રી પંચમભાઈએ જે પરત્વે ધ્યાન દોર્યું છે એમાં, હું પણ મારો સૂર પૂરાવું છું….

  8. pragnaju said,

    July 13, 2010 @ 3:19 PM

    નથી નથીનાં ગૂઢ પ્રદેશે
    હશે હશેનું શરણું શોધે.

    ખૂબ સુંદર

    આથી વેદો અને ઉપનિષદોએ પણ બ્રહ્મને નેતી-નેતી કહ્યુ છે.

    તેથી જેઓ બ્રહ્મને જાણી ગયા છે.

    તેઓ એમ કહી કશું જાણ્યું નથી અને જેણે નથી જાણ્યું તેઓ એમ કહે છે બધું જ જાણી લીધું

  9. shailesh pandya said,

    July 14, 2010 @ 12:26 AM

    વાહ્… ખુબ સરસ….

  10. Dr.Vinod N.Makawana said,

    July 14, 2010 @ 2:15 AM

    very good mazza avi gayi

  11. ABHIJEET PANDYA said,

    August 14, 2010 @ 4:18 AM

    સૂકેલાં પર્ણો ખખડીને
    લીલુંછમ સંભારણું શોધે.

    ઉપરોક્ત શેરમાં ” સંભારણું ” માં ” ભા ” આકારાંત કાફીયો બને છે. અન્ય શેરોમાં દરુણું , તરણું વગેરે અકારાંત કાફીયાઑ
    જોવા મળૅ છે. છંદ પણ તુટતો જોવા મળે છે. સુધારો કરવા િવનંિત. રચના સુંદર છે.

    અિભજીત પંડયા. ( ભાવનગર ).

  12. વિવેક said,

    August 14, 2010 @ 6:47 AM

    પ્રિય અભિજીતભાઈ,

    આપની વાત સાચી છે. કદાચ સાંભરણું શબ્દ પણ હોઈ શકે…

    કવિની કૃતિમાં સુધારો કરવાની છૂટ અમે હસ્તગત કરી નથી પણ આપની બાજ-નજર વિશે મને ખૂબ માન છે…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment