કદાચ -વિપિન પરીખ
મને મેવાડમાં મીરાં મળી નહીં.
મને વૃંદાવનમાં રાધા મળી નહીં.
પણ કદાચ,
એમાં મારો પણ દોષ હોય.
મેં મુંબઈ છોડ્યું જ ન હોય !
-વિપિન પરીખ
આ કવિતા એટલે ગાગરમાં સાગર. કૈંક મેળવવા માટે કૈંક છોડવું પડે- એટલી સમજણ જો આવી જાય તો ભયો ભયો ! અહીં મને રાજેશ વ્યાસ ‘મિસ્કીન’નો ખૂબ જ પ્રખ્યાત શે’ર યાદ આવે છે: તારું કશું ન હોય તો છોડીને આવ તું; તારું જ બધું હોય તો છોડી બતાવ તું !
અભિષેક said,
June 23, 2010 @ 11:35 PM
બહુ જ સરસ વાત કરી છે કવિએ
રાકેશ ઠક્કર, વાપી said,
June 24, 2010 @ 12:03 AM
સાચી વાત છે. કંઇક મેળવવા માટે કૈંક છોડવું પડે.
સલામ કવિને!
વિવેક said,
June 24, 2010 @ 12:38 AM
શરીર મેવાડ જાય કે વૃંદાવન જાય પણ મન મોહનગરીમાં જ અટવાયેલું હોય તો જીવ-શિવનું મિલન શી રીતે શક્ય બને?
અદભુત કવિતા… વિપિન પરીખના અછાંદસ વિશ્વકક્ષાની કવિતાઓની બરાબરી કરી શકે એવા હોય છે..
AMIT N. SHAH. said,
June 24, 2010 @ 1:09 AM
many times we want many things , but are not willng to leave what we posses.
to gain something, we need to evacuate from something
anil parikh said,
June 24, 2010 @ 1:42 AM
aapne jankhiae ane saame aavIne male ae apexsa bhramak che
anil parikh
Nirav said,
June 24, 2010 @ 2:21 AM
વાહ! ચોટદાર વાત……
વિહંગ વ્યાસ said,
June 24, 2010 @ 5:48 AM
ખૂબજ સરસ રચના.
Pushpakant Talati said,
June 24, 2010 @ 6:16 AM
બહુજ સરસ વાત – અને તે પણ સરલ ભાષામા –
વ્રુન્દાવન મા રાધા ; અને મેવાડમા મીરા ન મળે તે કેમ બને ?
કારણ કે તે જ તો બન્ને ના મુકામ છે. પરન્તુ કવિ આગળ ની લીટીઓ મા જ પોતાની શન્કા દર્શાવી ને તેનો ખુલાશો કરી આપે છે – કવિને પોતાની પરિસ્થિતી સમજાઈ જાય છે – કવિ કહે છે કે – “કદાચ મેં મુંબઈ છોડ્યું જ ન હોય ! ”
આપણે પાણી ભરેલા ગ્લાસની અન્દર દૂધ ભરવુ હોય તો પહેલા તેમા ભરેલ પાણી ઠાલવીને તેને ખાલી કરી ને પછી જ તેમા દૂધ ભરી શકાય અન્યથા દુધ તેમા પ્રવેશી જ નહી શકે. તેમ તમારે જો વ્રુન્દાવન મા રાધા અને મેવાડ મા મીરા ના દર્શન કરવા હોય તો પહેલા અન્ય જગ્યાએથી સ્થળાન્તર કરી ને વ્રુન્દાવન અને મેવાડ જવૂ જોઈએ. તે પણ સર્વાન્ગી રીતે.
ખુબ જ સરસ – ચાર લાઈનમા ચાર વેદો જેવુ આ કથન સાચે જ ઘણૂ અદભુત છે. – અભીનન્દન સહ અહી વીરમુ છુ.
urvashi parekh said,
June 24, 2010 @ 6:38 AM
સાવ સાચ્ચી વાત.
સરસ અને સુંદર..
pragnau said,
June 24, 2010 @ 6:50 AM
. ધર્મ,,અર્થ,. કામ અને મોક્ષએ પુરુષાર્થનુ મહત્વ છે જ
પણ
તે નથી તો પંચમ પુરુષાર્થ
પેમ
હોય તો.
એમાં મારો પણ દોષ હોય.
મેં મુંબઈ છોડ્યું જ ન હોય !
આ દોષનું નિવારણ થઈ તેની કૃપાપાત્ર થવાય્
preetam lakhlani said,
June 24, 2010 @ 6:58 AM
ચાર દાય્કાની જુની કવિતા આજે પણ વાચવી ગમે છે!!!
આ એક સબળ પુરાવો કે કવિતા કયારેય જુની નથી થતી!!!
Rekha Sindhal said,
June 24, 2010 @ 8:52 AM
સુંદર અભિવ્યક્તિ ! આપણાપણુ છોડ્યા વગર અન્યને પમાતું નથી.
(મેવાડની મીરાં અને વૃંદાવનની રાધા હવે કદાચ મુંબઈમાં કૃષ્ણને શોધતી હશે !)
dr bharat said,
June 24, 2010 @ 9:01 AM
સુંદરસા મનગમતા સ્વપ્ન મેળવવા,
જરૂરીછે નિરાંતથી સુવું પથારીએ,
કરવા હોય વાસ્તવિક એજ સ્વપ્નોને,
જરૂરીછે આવવું બહાર પથારીએ થી!
satish.dholakia said,
June 24, 2010 @ 9:49 AM
આપણે પુર્વગ્રહો છોડિએ તો જ નવુ મળે !
ધવલ said,
June 24, 2010 @ 1:13 PM
બહુ સરસ વાત !
vatsal M Rana said,
July 2, 2010 @ 11:10 AM
અછાંદસ કવિતા મા લય, સરળ અભિવ્યક્તિ અને ચમત્કૃતી મા વિપિન પરીખ ની તોલે કાય ના આવે