(ચાલ, થોડો યત્ન કર) – ચિનુ મોદી ‘ઇર્શાદ’
(આગામી કાવ્યસંગ્રહની એક કૃતિ કવિનાં પોતાના હસ્તાક્ષરમાં લયસ્તરો માટે)
છે સડક, દોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
આ જગત છોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
તું ભલે થીજી ગઈ છે પણ સ્વભાવે છે નદી,
આ બરફ તોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
કોઈ ઈચ્છા એકલી વટભેર ચાલી ના શકે,
કૈં કશું જોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
કાંધ પરથી હે કીડી ! ગાયબ થયો છે થાંભલો,
આભમાં ખોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
બાતમી મળશે તને ‘ઇર્શાદ’ના એકાંતની,
ગુપ્તચર ફોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
– ચિનુ મોદી ‘ઇર્શાદ’
થોડા વખત પહેલા અહીં ન્યુ જર્સીમાં યોજાયેલા ‘સર્જક સાથે સાંજ’ દરમ્યાન ચિનુભાઈને મળવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું. થોડા સમયમાં ચિનુભાઈનો કાવ્યસંગ્રહ ‘ખારા ઝરણ’ પ્રકાશિત થનાર છે, જેમાંની ઘણી ગઝલો એ કાર્યક્રમમાં સાંભળવા મળી અને અહીં મૂકવાની મંજૂરી પણ. થોડી ગઝલોમાંથી પસાર થતા એમની આ ગઝલ મને જરા વધુ ગમી ગઈ. ‘હિમ્મતે મર્દા તો મદદે ખુદા ‘ પ્રકારનાં ભાવવાળી આ ગઝલનાં બધા શે’રો આપણને હાથ પકડીને બેઠા અને ઊભા કરે છે. સડક સીધી હોય કે ન હોય પરંતુ મનુષ્ય જો થોડો પ્રયત્ન કરે તો એના પર જરૂર દોડી શકે છે. બીજો શેર મને ખૂબ જ અદભૂત અને પોતીકો લાગ્યો છે. જેને મેં મારી રીતે અનુભવ્યો છે. ખાસ કરીને ત્યારે, જ્યારે કવિતાસર્જનમાં mental BLOCK જેવું અનુભવાતુ હોય. કવિતાનો સ્વભાવ પણ કદાચ નદી જેવો જ છે, એની મેળે ખળખળ વહેવાનો. થોડો વખત એ ‘થીજી’ જાય તો ભલે, પરંતુ સ્વભાવ અનુસાર એ જરૂર અનુસરવાની અને બરફ તોડીને ફરી જરૂર વહેવાની… 🙂
Mousami Makwana said,
June 16, 2010 @ 10:06 PM
તું ભલે થીજી ગઈ છે પણ સ્વભાવે છે નદી,
આ બરફ તોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
ખુબ જ સુન્દર રચના……
Sandhya Bhatt said,
June 16, 2010 @ 10:11 PM
પુરુષાર્થને પ્રબળ સાબિત કરતી અને સૂક્ષ્મતા તરફ વળવાનું કહેતી આ ગઝલ ચીનુ મોદીની ગઝલસાધનાની પરિચાયક કહેવાય.
વિહંગ વ્યાસ said,
June 16, 2010 @ 11:19 PM
સુંદર ગઝલ.
ashvin sanghavi said,
June 17, 2010 @ 1:46 AM
મજા આવિ ગ્ઇ
વિવેક said,
June 17, 2010 @ 2:00 AM
સુંદર રચના…
શ્રી ચિનુ મોદીની હસ્તપ્રત ‘લયસ્તરો’ને મળે એમાં લયસ્તરોનું ગૌરવ છે!!!
jigar shah said,
June 17, 2010 @ 5:18 AM
its a great poem and its help to teach us very nicely.
Yogesh Pandya said,
June 17, 2010 @ 5:54 AM
કોઈ ઈચ્છા એકલી વટભેર ચાલી ના શકે,
કૈં કશું જોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
GREAT
sapana said,
June 17, 2010 @ 6:58 AM
આદરણીય ચીનુભાઈ,
તું ભલે થીજી ગઈ છે પણ સ્વભાવે છે નદી,
આ બરફ તોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
આપના હસ્તાક્ષરમાં વાંચી આનંદ વિષેશ થયો…અને હા તમે અમેરિકામા છો અને તમારો પ્રોગ્રામ ન્યુ જર્સિમા થયો તે જાણી સવિષેશ આનંદ થયો..
સપના
Girish Parikh said,
June 17, 2010 @ 11:05 AM
છે સડક, દોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
આ જગત છોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
તું ભલે થીજી ગઈ છે પણ સ્વભાવે છે નદી,
આ બરફ તોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
ચિનુ મોદી (ઇર્શાદ) ના આ બે શેરો વિશે http://www.girishparikh.wordpress.com બ્લોગ પર ‘ગિરીશના ભાવ પ્રતિભાવ’ વિભાગમાં લખીશ. બ્લોગની મુલાકાત લેતા રહેવાની વિનંતી.
– – ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા
jigar joshi 'prem' said,
June 17, 2010 @ 11:16 AM
ખુબ સરસ રચના થઇ છે…મુરસ્સા ગઝલ કે’વાય એવી
Pancham Shukla said,
June 17, 2010 @ 11:31 AM
આધુનિક ગુજરાતી ગઝલના મુખ્ય મોભીઓમાંના એક એવા ચિનુકાકાના આગવા અંદાજની ગઝલ.
pragnaju said,
June 17, 2010 @ 12:26 PM
સ રસ ગઝલ
આ શેરો વધુ ગમ્યા
કોઈ ઈચ્છા એકલી વટભેર ચાલી ના શકે,
કૈં કશું જોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
કાંધ પરથી હે કીડી ! ગાયબ થયો છે થાંભલો,
આભમાં ખોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
તેનો પણ અણસાર મળે,
ચાલ, થોડો યત્ન કર.
…………………………………….
યોગી યત્ન કરી જુએ અંતરમાં તેને,
યત્ન કર્યે પણ ના જુએ ચંચળજન એને.
Girish Parikh said,
June 17, 2010 @ 12:32 PM
“ચિનુ મોદી (ઇર્શાદ) ફરમાવે છેઃ ‘ચાલ, થોડો યત્ન કર’ (ગિરીશના ભાવ પ્રતિભાવ)” લેખ http://www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ કરી દીધો છે. ક્લિક કરવાનો અને વાંચવાનો ‘થોડો યત્ન કર’શો.
— ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા
Bharat Trivedi said,
June 17, 2010 @ 5:53 PM
ઍક ઈજન છે અહી પ્રિયપાત્રને. બાકિનુ બધુ સમજવુ સરળ છે. ગઝલ જોવાના રસ્તા અલગ અલગ હોવાના. ને તેમો જ ખરો આનન્દ છે. અસ્તુ. -ભરત ત્રિવેદેી
છે સડક, દોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
આ જગત છોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
તું ભલે થીજી ગઈ છે પણ સ્વભાવે છે નદી,
આ બરફ તોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
કોઈ ઈચ્છા એકલી વટભેર ચાલી ના શકે,
કૈં કશું જોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
કાંધ પરથી હે કીડી ! ગાયબ થયો છે થાંભલો,
આભમાં ખોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
બાતમી મળશે તને ‘ઇર્શાદ’ના એકાંતની,
ગુપ્તચર ફોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
Rekha Sindhal said,
June 17, 2010 @ 9:36 PM
પ્રયત્નમાઁ પાછા ન પડવાની કવિ શ્રી ની વાત બહુ ગમી. ધન્યવાદ !
rajesh gajjar said,
June 18, 2010 @ 1:18 PM
ગઝ્લો ના ટોપલા મા
ગુલાબ નુ ફુલ ?…..
Kalpana said,
June 20, 2010 @ 6:18 PM
સુન્દર રચના. ફાધર્સ ડે પર જાણૅ સુઁવાળા સ્પર્શ સહીત કરેલો આદેશ.
આભાર વિવેકભાઈ.
કલ્પના લન્ડનથી
ગાગરમાં સાગર » Blog Archive » વધામણી - ચિનુ મોદી said,
June 28, 2010 @ 12:53 PM
[…] અઠવાડિયે લયસ્તરો પર મૂકેલી એમની બીજી એક ગઝલ પણ એમનાં હસ્તાક્ષર સાથે […]
ABHIJEET PANDYA said,
September 6, 2010 @ 2:35 AM
સુંદર રચના
બાતમી મળશે તને ‘ઇર્શાદ’ના એકાંતની,
ગુપ્તચર ફોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
અિભજીત પ્ંડ્યા ( નવઓિદ્ત ગ્ઝલકાર , ભાવનગર )..
ABHIJEET PANDYA said,
September 6, 2010 @ 2:36 AM
સુંદર રચના
બાતમી મળશે તને ‘ઇર્શાદ’ના એકાંતની,
ગુપ્તચર ફોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
અિભજીત પ્ંડ્યા ( નવોિદત ગઝલકાર ભાવનગર ).
chandresh mehta said,
September 15, 2010 @ 1:08 PM
બાતમી મળશે તને ‘ઇર્શાદ’ના એકાંતની,
ગુપ્તચર ફોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
this is somewhat like spy & spirals
vipul parmar said,
May 24, 2013 @ 8:24 AM
RAMAL NE SACHVATI SARAS GAZAL