ખંખેરી નાખ – સુધીર પટેલ
ચાલ, ઊભો થા ને રજ ખંખેરી નાખ;
જાતને ચોંટી સમજ ખંખેરી નાખ !
ચીજ સૌ તું પર્ણ રૂપે ધાર ને
એક હો કે હો અબજ ખંખેરી નાખ !
રાતને પણ પ્રેમથી માણી શકાય,
તું અહમ્ ના સૌ સૂરજ ખંખેરી નાખ !
નાદમાં તું પૂર્ણરૂપે વ્યક્ત થઈ
શબ્દની સઘળી ગરજ ખંખેરી નાખ !
જાત તારી ટહુકતી રહેશે ‘સુધીર’,
કોઈની જૂઠી તરજ ખંખેરી નાખ !
– સુધીર પટેલ
ખંખેરી નાખ જેવી અર્થપૂર્ણ રદીફ લઈ કવિ મજાના પાંચ શેર નિપજાવે છે. સંપૂર્ણ જ્ઞાનપ્રાપ્તિની સહુથી પહેલી શરત છે સંપૂર્ન અજ્ઞાન ! અધકચરી સમજણના ડાબલાં આંખ ઉપર બંધાયેલા હોય તો જ્ઞાનમાર્ગ નજરે ચડવો સંભવ નથી… ઊભા થવાનું આહ્વાન એ શિક્ષાનું પ્રથમ સોપાન છે અને ધૂળ પેઠે સમજણને ખંખેરી નાંખવી એ બીજું…
રાકેશ ઠક્કર , વાપી said,
June 11, 2010 @ 1:40 AM
વાહ ! ક્યા બાત હૈ! દરેક શેર સરસ છે.
આ શેર માટે તો દુબારા !
જાત તારી ટહુકતી રહેશે ‘સુધીર’,
કોઈની જૂઠી તરજ ખંખેરી નાખ !
વિહંગ વ્યાસ said,
June 11, 2010 @ 2:03 AM
સુંદર મર્મીલી ગઝલ. બીજા શેરમાં “એક હો કે __ અબજ” માં કશું ભૂલાતું લાગે છે. ઠાકુર (રામકૃષ્ણ પરમહંસ)ની એક સુંદર વાત યાદ આવી કે પગમાં વાગેલા એક કાંટાને કાઢવા માટે બીજા કાંટાની જરુર પડે છે અને પછી બંને કાંટાને ફેંકી દેવાય છે તેમ અજ્ઞાનનો જ્ઞાનથી નાશ કરીને પછી જ્ઞાન અને અજ્ઞાન બંનેને ખંખેરી નાખવાના હોય છે.
DR Bharat Makwana said,
June 11, 2010 @ 2:07 AM
નાદમાં તું પૂર્ણરૂપે વ્યક્ત થઈ
શબ્દની સઘળી સમજ ખંખેરી નાખ !
કશું નવું શીખવા મન કોરી પાટી જેવું હોવું જોઈએ.
અને શીખવનાર માં સંપૂર્ણપણે શ્રધા હોવી જોઈએ.બંને સત્ય હકીકત ખુબ સરસ રીતે કહેવાઈ છે.
Mousami Makwana said,
June 11, 2010 @ 2:17 AM
વાહ…..વાહ……અતિ સુન્દર……
દરેકે દરેક શેર એટલો અર્થસભર ને સચોટ છે કે શું કહેવુ…..
જીવનમા ગમે ત્યારે નવી શરુઆત થઇ શકે જો આપણે ઇચ્છીએ તો……
સુનીલ શાહ said,
June 11, 2010 @ 3:02 AM
પ્રત્યેક શેરમાંથી ઉઠતો ખંખેરી નાંખ..નો ધ્વનિ નવી શરૂઆત કરવાનો સરસ સંદેશો આપી જાય છે. સરસ ગઝલ.
Pinki said,
June 11, 2010 @ 4:11 AM
વાહ્… ખૂબ સરસ મત્લા અને આખી ગઝલ જ સરસ થઇ છે.
સુનીલભાઇએ કહ્યું એમ, એનો ધ્વનિઘોષ ખરેખર રજ ખંખેરી નાંખે છે.
kanchankumari. p.parmar said,
June 11, 2010 @ 5:45 AM
આજ નો અવસર તુ માણિ લે ….વિતેલિ પળને ખ્ંખેરિ નાખ….કેવુ સારુ જો આમજ ન ગમતુ બધુ ખ્ંખેરાય જતુ હોય તો?
kiran Mehta said,
June 11, 2010 @ 7:18 AM
વાહ ખુબજ સરસ ગઝલ છે. માણસ જો નકામુ અને ના ગમતુ ખન્ખેરી શકતો હોત તો જીવન કેટલુ સરલ અને સીધુ બની જાત અને માણસ માસુમ અને નિર્દોશ બની જાય. પણ મણસ જાત આમ કરી શકતી નથી. કારણ કે, બધા જ જો મસુમ અને નિર્દોશ બની જાય તો જીવવાનો આનન્દ નથી મળતો , ગુણ ને પારખવા માટે અવગુણ શુ છે એ જાણવુ જરુરી છે.
કિરણસિંહ ચૌહાણ said,
June 11, 2010 @ 8:21 AM
વાહ! વાહ! નવીનતાભરી સુંદર ગઝલ.
ડૉ.મહેશ રાવલ said,
June 11, 2010 @ 12:37 PM
ખંખેરી નાખ… જેવો આદેશાત્મક રદિફ સશક્ત કાફિઆની સંગતે બહુજ સહજ અને ગઝલના ભાવને લૈ
ખિલ્યો….
-સરસ ગઝલ સુધીરભાઈ..
અભિનંદન.
pragnaju said,
June 11, 2010 @ 1:22 PM
સરસ ગઝલ
ચીજ સૌ તું પર્ણ રૂપે ધાર ને
એક હો કે હો અબજ ખંખેરી નાખ !
રાતને પણ પ્રેમથી માણી શકાય,
તું અહમ્ ના સૌ સૂરજ ખંખેરી નાખ !
બહુ મોટી વાત-સરળ શબ્દોમા
sudhir patel said,
June 11, 2010 @ 4:26 PM
વિવેકભાઈનો તેમજ સૌ ગઝલ-પ્રેમીઓનો પ્રતિભાવ બદલ હાર્દિક આભાર.
વિહંગભાઈ બીજા શે’રમાં મારી દૃષ્ટિએ કશું ખૂટતું નથી. એ શે’ર આ પ્રમાણે જ છે.
“ચીજ સૌ તું પર્ણ રૂપે ધાર ને-
એક હો કે હો અબજ, ખંખેરી નાખ !”
સુધીર પટેલ.
sapana said,
June 11, 2010 @ 6:03 PM
અહમને ખંખેરી નાંખવાની વાત સરસ રીતે કહેવાઈ ગઈ આમતો બધાં શેર વાહ વાહ કહેવાય એવા થયા છે
સપના
વિવેક said,
June 11, 2010 @ 11:44 PM
પ્રિય સુધીરભાઈ,
વિહંગે જે ક્ષતિ તરફ ધ્યાન દોર્યું હતું એ યોગ્ય જ હતું… હું એક હો કે ‘હો’ અબજમાં અબજની આગળનો ‘હો’ ટાઇપ કરવું ભૂલી ગયો હતો… વિહંગની બાજનજર લયસ્તરો માટે ખૂબ જ ઉપકારક છે…
આભાર, વિહંગ!
આભાર, સુધીરભાઈ!
Dilipkumar K Bhatt said,
June 12, 2010 @ 7:07 AM
બહૂજ સરળ અને સહજ રીતે કહેવયેલ આ ગઝલ મને ખૂબજ ગમી.ભાઈશ્રી સુધિરભાઈને મારા અભીનન્દન
sudhir patel said,
June 12, 2010 @ 12:46 PM
આભાર કવિ મિત્ર વિહંગભાઈનો!
જોકે ચોથો શે’ર મૂળ ગઝલમાં આ મુજબ છે!
નાદમાં તું પૂર્ણરૂપે વ્યક્ત થઈ
શબ્દની સઘળી ગરજ ખંખેરી નાખ !
આ શે’રમાં ‘સમજ’ની જગ્યાએ ‘ગરજ’ છે, એ સહેજ જાણ સારું.
સુધીર પટેલ.
himanshu patel said,
June 12, 2010 @ 5:51 PM
વાતચીત કે બોલ્ચાલની ભાષાનો પ્રયોગ-ાને સાથે વિનિયોગ- સરસ થયો છે.
Kirtikant Purohit said,
June 13, 2010 @ 3:20 AM
સુધેીરભઇનેી કાયમ મુજબ સરસ ગઝલ. વાહ વાહ !
manav said,
June 13, 2010 @ 11:15 PM
વાહ…!
સરસ ગઝલ…
બધા જ શેર સરસ છે…
વિવેક said,
June 14, 2010 @ 12:41 AM
મૂળ ગઝલમાં કવિશ્રીના જણાવ્યા મુજબ ગરજ શબ્દ જ છે, સમજ નહીં…
ક્ષમાયાચના…
Pancham Shukla said,
June 14, 2010 @ 6:21 AM
સરસ ગઝલ. પ્રચલિત છંદની બોલચાલની રવાનીમાં ખંખેરી નાખ જેવા રદીફ સાથે અ-જ આધાર વાળા કાફિયાઓને કસબથી વણી લીધા છે. ખાસ તો અબજ જેવી સંખ્યા દર્શાવતા કાફિયાને જે રીતે વાપર્યો છે એ અનુભવી કલમની પ્રતીતિ કરાવે છે.
P Shah said,
June 14, 2010 @ 8:46 AM
સુધીરભાઈની ખૂબ જ સુંદર ગઝલ !
ખંખેરી નાખ રદીફ વાપરી કલમ પાસે સુંદર કામ લીધું છે.
કોઈની જૂઠી તરજ ખંખેરી નાખ !…
અભિનંદન !
vishwadeep said,
June 14, 2010 @ 8:53 AM
નાદમાં તું પૂર્ણરૂપે વ્યક્ત થઈ
શબ્દની સઘળી ગરજ ખંખેરી નાખ !
ક્યાઁ બાત હૈ સુધીરભાઈ….!!!
યશવંત ઠક્કર said,
June 14, 2010 @ 11:23 AM
સમગ્ર ગઝલ ગમી. તમામ એક શેર ખૂબ જ તજગીભર્યા અને અર્થસભર છે. ચકોર વાચકો મળવા તે પણ આનંદની વાત છે. અભિનંદન.
વસવસો « ગુર્જર કાવ્ય ધારા………a way of talking said,
June 14, 2010 @ 8:40 PM
[…] https://layastaro.com/?p=4580 […]
હેમંત પુણેકર said,
June 15, 2010 @ 7:44 AM
ખૂબ સરસ ગઝલ થઈ છે. સુધીર ભાઈને અભિનંદન! બધા શેર સુંદર છે પણ મક્તો ખાસ ગમી ગયોઃ
જાત તારી ટહુકતી રહેશે ‘સુધીર’,
કોઈની જૂઠી તરજ ખંખેરી નાખ !
nilam doshi said,
June 15, 2010 @ 8:04 PM
સુન્દર ગઝલ..દરેક શેર સરસ…
શબ્દોનેી ગરજ ખન્ખેરેી નાખ..વાહ..
DR. CHANDRAVADAN MISTRY said,
June 16, 2010 @ 7:39 AM
રાતને પણ પ્રેમથી માણી શકાય,
તું અહમ્ ના સૌ સૂરજ ખંખેરી નાખ !……
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
સુધીરભાઈમ્
તમારી સુંદર ગઝલમાંથી બે પંકતીઓ ચુંટી…..”અહમ” ના સુરજની જરૂર નથી જ…આ ખંખેરી નાખવું સહેલું નથી જ …પણ જો માનવી આવું કરી શકે તો જીવન ધન્ય બની જાય !
>>>>ચંદ્રવદન
Sudhirbhai…Late to read this Post !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Sudhirbhai….Nice to read so many comments for this Post…Thanks for your recent visit/coment on Chandrapukar…Please revisit for a New Post !
અશોક જાની ' આનંદ' said,
June 17, 2010 @ 3:47 AM
મારી સાથે આ ૨૯મો પ્રતિભાવ જ તમારી ગઝલની ગુણવત્તાનું સાક્ષાત પ્રમાણ છે, ‘ ખંખેરી નાખ’ જેવા રદીફ્ને દરેક શે’ર સાથે પૂર્ણતઃ ન્યાય મળ્યો છે. સુંદર ગઝલ માણવાની ખૂબ મજા આવી.
kishoremodi said,
June 25, 2010 @ 1:40 PM
સરસ ગઝલ. મઝા આવી ગઈ.
jitu trivedi said,
December 23, 2011 @ 3:13 PM
sudhirbhaini aa ane aavi anek gazalo vanchi-sambhali chhe. Ahamna sau suraj khankheri nakhvani vaate afrin thai javayu.Raatne maanvaani vaat jevi tevi nathi.