ક્યાં ભરોસો હોય છે ? – આહમદ મકરાણી
ક્ષણ, સદીનો ક્યાં ભરોસો હોય છે ?
જિંદગીનો ક્યાં ભરોસો હોય છે ?
ફળ અહીં એનું મળે ના યે મળે;
બંદગીનો કયાં ભરોસો હોય છે ?
આવશે તો ગેબી રસ્તે આવશે;
શાયરીનો કયાં ભરોસો હોય છે ?
અબઘડી વરસ્યા કરે છે, નાહી લો;
વાદળીનો કયાં ભરોસો હોય છે ?
તૂર ઉપર નૂર જોવા ક્યાં ગયા ?
આંખડીનો કયાં ભરોસો હોય છે ?
– આહમદ મકરાણી
જીવન, પ્રાર્થના, કવિતા, મોસમ અને આંખ- કશાયનો કાયમી ભરોસો ખરો ?
(તૂર=પર્વત)
DR Bharat Makwana said,
June 10, 2010 @ 2:01 AM
ભરોસો ફક્ત આજ પર રાખો! અત્યંત વાસ્તવિકતા દર્શાવતી કવિતા!
minesh shah said,
June 10, 2010 @ 3:13 AM
ખરેખર ખુબ જ વાસ્તવિક કવિતા !
સુનીલ શાહ said,
June 10, 2010 @ 4:25 AM
સરળ બાનીમાં સુદર વાત.
pragnajuvyas said,
June 10, 2010 @ 6:18 AM
આ ક્ષણ પર ભરોસો રાખો એ જ વાસ્તવિકતા છે
સુંદર વાત..
.બીજી રીતે જોઈએ તો દરેક સંબંધ ભરોસા ઉપર જ નભે છે. આપણે અંગત વાત એવી વ્યક્તિને જ કરીએ છીએ જેના ઉપર આપણને ભરોસો હોય છે. ભરોસો ન હોવા જેવી વેદના બીજી કોઈ નથી. તમે ભરોસો ન મૂકી શકો તો પ્રેમ પણ ન કરી શકો. જે કોઈના ઉપર ભરોસો નથી મૂકી શકતો એ માણસ પોતે જ ડરતો રહેતો હોય છે. ભરોસો તૂટવાના ભયથી તમે જો કોઈ પર ભરોસો મૂકતા ડરતા હો તો સમજવું કે તમને તમારી જાત ઉપર જ ભરોસો નથી.
શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,
June 10, 2010 @ 6:59 AM
આવશે તો ગેબી રસ્તે આવશે;
શાયરીનો કયાં ભરોસો હોય છે ?
બધા કવિઓને એક સાથે લપેટી લીઘા.
Girish Parikh said,
June 10, 2010 @ 10:07 AM
ગઝલ ગમી ગઈ. બંદગી કરું છું કે http://www.girishparikh.wordpress.com બ્લોગ પર ‘ગિરીશના ભાવ પ્રતિભાવ’ વિભાગમાં ‘આહમદની ગઝલનો આનંદ’ લેખ લખી શકું.
Stay tuned!
રાજની said,
June 10, 2010 @ 10:32 AM
તૂર ઉપર નૂર જોવા ક્યાં ગયા ?
આંખડીનો કયાં ભરોસો હોય છે ?
સુંદર..
sudhir patel said,
June 10, 2010 @ 8:37 PM
ખૂબસૂરત ગઝલ!
મુ. શ્રી પ્રજ્ઞાબેનનો પ્રતિભાવ પણ માણ્યો અને મારી ગઝલનો મત્લા યાદ આવી ગયો.
રાખ ભરોસો માણસ પર, ના ડર;
લે, મારાથી જ શરુ કર, ના ડર!
સુધીર પટેલ.
Pinki said,
June 11, 2010 @ 4:14 AM
ભરોસો રાખીને, ભરોસો નહીં રાખવાની વાત… !
સરસ ગઝલ !
Sandhya Bhatt said,
June 12, 2010 @ 11:27 AM
જિંદગીનું તત્વજ્ઞાન સાદી ભાષામાં સમજાવી દીધું.આહમદભાઈ, અભિનંદન.
Girish Parikh said,
June 29, 2010 @ 7:52 PM
‘આહમદના શેરોનો આનંદ (ગિરીશના ભાવ પ્રતિભાવ)’ http://www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ કરી દીધું છે. વાંચવા વિનંતી.