પુષ્પ પર ડાઘો પડે એ બીકથી,
જીવવાની જિદ્દ ઝાકળ ના કરે.
ચિનુ મોદી 'ઈર્શાદ'

– લાભશંકર ઠાકર

અંધકારમાં અકથ્ય એકાંતમાં
નીરવ સમયમાં તરફડતું એક પક્ષી છું,
તેવા કથનમાં તો માત્ર અને માત્ર
વાગ્મિક અલંકાર રચાયો.
તે રચનામાં હું નથી તેની મને જાણ છે
પણ હું શું અને ક્યાં છું તેની અને
શા માટે છું તેનીય મને જાણ નથી !
મારા કોઈ ભાષિક કથનમાં
એક વાર પણ મેં મને જોયો નથી,
પ્રચંડ જુઠ્ઠાણાં મારાં છે
પણ રે તેમાંય  હું નથી.

-લાભશંકર ઠાકર

વો પૂછતે હૈ હમસે કે ગાલિબ કૌન હૈ ? એ સવાલના જવાબમાં તો ગાલિબે પણ ટોપીમાં હાથ નાખવો પડેલો 🙂

પોતાની જાત વિશે ખરી ખબર તો કોઈને હોવી શક્ય જ નથી. પણ પોતાની જાત વિશે જે કાંઈ ખબર છે એને ખરેખર પોતાના લખાણમાં પ્રગટ થવા દેવાનું કેટલાનું ગજું છે ? જે કાંઈ લખાયું એ આત્મવંચના જ હતી અને છે (અને રહેશે?), એ સત્ય કહેવાવાળા કેટલા ?

9 Comments »

  1. વિવેક said,

    April 28, 2010 @ 1:51 AM

    લા.ઠા.ની કવિતા પહેલીવાર વાંચતા જ સમજાય એવું જવલ્લે જ બને છે… આ કવિતા જેટલી ત્વરાથી સમજાઈ ગઈ એટલી જ વધુ ગમી ગઈ…

  2. Pushpakant Talati said,

    April 28, 2010 @ 5:50 AM

    શ્રીમદ ભગવત-ગીતા માટે એમ કહેવાય છે (અને મને તે બાબતનો અનુભવ પણ થયો છે) કે ગીતા આપ જેટલી વખત વાઁચો તેટલી વખત તે એક નવો જ અને વધારાનો અર્થ આપણી સમક્ષ ખડો કરે છે – બરાબર તે રીતે જ પ્રસ્તુત રચના પણ થયુ છે. – મે આ આખી રચના read કરી અને ફરી ફરી ને read કરી તો દરેક વખત જાણે કે ફૂલની એક નવી જ પાન્ખડી ખુલતી હોય તેવુઁ મને મહેસુસ થયુ.

    આ રચનાનો ખરેખર આસ્વાદ લેવામાટે આ repeatedly read કરવી ઘણી જ આવસ્યક છે.

    તો મારી દરેક readers ને ખાસ વીનન્તી કે આ રચનાનુ ફરી-ફરી જરુરથી ઠન કરો, ચોક્કસ અનેરો જ આનન્દ આવસે.

    ખુબજ સરસ રચના આપવા બદલ SPECIAL THANKS .

  3. pragnaju said,

    April 28, 2010 @ 6:37 AM

    એક વાર પણ મેં મને જોયો નથી,
    પ્રચંડ જુઠ્ઠાણાં મારાં છે
    પણ રે તેમાંય હું નથી.
    સરસ અછાંદસ .
    આપણાં ભજનોમાં ભકત કવિઓ ‘મૈં મૂરખ ખલકામી’ એવા શબ્દપ્રયોગ કરી પોતાને ઈશ્વર સમક્ષ હીણા બતાવે છે. ઘણીવાર તો એ નર્યો દંભ હોય છે.
    ડો. ગેય બ્રાઉન કહે છે કે કદી જ તમે આ કક્ષાના ઉદ્ગારો કાઢશો નહીં. એક તો તમારી આજુબાજુ એવા માણસો હોય છે જે તમારી થોડીક પ્રગતિ જોઈને તમારું અવમૂલ્યન કરવા તત્પર બેઠા હોય છે. તે હાલતમાં તમે પોતે જ તમારી જાતને નીચી ન કરતા. નીચી ન માનતા. દા.ત.
    ‘હું નકામો છું,.નિષ્ફળ છું. આ નહીં કરી શકું.’આવાં આવાં નકારાત્મક વાકયો કદી બોલવાં નહીં. તમે કોઈના પ્રત્યે આદરભાવ કે પ્રેમભાવ રાખો ત્યારે વધુ પડતો આદર બતાવવા માટે કહેવું નહીં કે ‘‘હું તો તમારી આગળ તણખલા જેવો છું.’’ ડો ગેય બ્રાઉન કહે છે કે તમે માત્ર તમારી શકિત ઉપર જ શ્રદ્ધા રાખો. હંમેશાં હકારાત્મક અને આશાવાદી વિચારો જ વ્યકત કરો.
    વિજ્ઞાનની દૃષ્ટિએ માયટોકોન્ડ્રિયા તરીકે ઓળખાતા સૂક્ષ્મકણો આપણા શરીરમાં એક કરોડ-અબજ જેટલા છે. ખરેખર આપણે તે કણોને સાચવવાના છે,

  4. jigar joshi prem said,

    April 28, 2010 @ 8:32 AM

    આદરણીય શ્રી લા.ઠા.ની કવિતા વિશે કશુઁ કહી શકાય એવું તો ગજુ નથી પણ એમની કવિતાનો સહ્રદયી ભાવક છુ ને ભાવકના નાતે સૂક્ષ્મ અને સક્ષમ કવિત્વ હંમેશ એમની કવિતામાં મે જોયુ છે.
    આ રચના પણ એટલી જ ગમી..

  5. Praveen said,

    April 28, 2010 @ 11:15 AM

    વ્યક્તિમાત્ર પોતાને પામવાની પળોજણમાં ખોવાયેલ છે, મોટા ભાગનાં અભાનપણે,
    વિરલાં વત્તાંઓછાં સભાનપણે. Know Thyself એ પુરાણી ઉક્તિ છે.
    લાભશંકરભાઈ આપણા લબ્ધપ્રતિષ્ઠ સિધ્ધહસ્ત કવિ, દ્રષ્ટા છે. પોતે પોતાને જાણતા નથી એમ કહી શકવા જેટલા તો પોતાને જાણે જ છે. અથવા કદાચ એમ ન પણ હોય. આ સંદિગ્ધતા એમની આ સરસ રચનાનું એક નોંધપાત્ર પાસું નથી ?
    એમાં બીજી ઘણી ખૂબીઓય છે, પછી તેઓ પોતે ભલે એને ‘વાગ્મિક અલંકાર’ કહે !
    લા.ઠા. કરતાં વધુ વાર એમને પોતાને મેં જોયેલ છે. જાણું છું એમ તો કેમ કહું ? તેઓ વરસો પહેલાં અમદાવાદમાં ‘રે’ મઠ ચલાવતા એમ સાંભળ્યું છે !

  6. Praveen said,

    April 28, 2010 @ 2:18 PM

    આ નાની શી રસપૂર્ણ કવિતા પરની આજની ટીપમાં,
    છેલ્લેથી બીજી લીટીની શરૂઆતમાં, વધુ સ્પષ્ટતા લાવવા, એક નાનો શો ઉમેરો કરું-
    “લા.ઠા.”ની કવિતા “કરતાં વધુ વાર…” ધન્યવાદ !

  7. Pancham Shukla said,

    April 28, 2010 @ 6:09 PM

    પોતાની જાત વિશે જે કાંઈ ખબર છે એને ખરેખર પોતાના લખાણમાં પ્રગટ થવા દેવાનું કેટલાનું ગજું છે ? જે કાંઈ લખાયું એ આત્મવંચના જ હતી અને છે (અને રહેશે?), એ સત્ય કહેવાવાળા કેટલા ?

    કવિતા લખનાર કે કવિતાને સમજવા મથતા દરેક વ્યક્તિ લા.ઠા. અને સિતાંશુની કવિતાઓમાંથી પસાર થતાં ‘કવિતા એટલે શું’ એ પ્રશ્નને કદાચ વધુ બારીકાઈથી ખોતરી શકવા સક્ષમ બનશે.

    માત્ર ગાન પ્રકારના ગીતો કે મુશાયરાની ગઝલોમાં અટવાતા કવિઓ અને ભાવકોએ વારે-તહેવારે આ મેધાવી કવિઓના કાવ્યો વાંચી પોતાને કેલિબ્રેટ કરતાં રહેવું જોઈએ.

    આવી સરસ કવિતા સહુને વંચાવવા બદલ આભાર ધવલ.

  8. વિહંગ વ્યાસ said,

    May 3, 2010 @ 6:26 AM

    અદ્ભૂત રચના. આ કવિએ દોઢ લાખ રૂપિયાનાં નરસિંહ મહેતા એવૉર્ડનો સવિનય અસ્વીકાર કર્યો, તે એક ગૌરવની વાત છે.

  9. Anil Shah.Pune said,

    September 12, 2020 @ 1:21 AM

    એકાંત નું અંધારું હું જોઈ રહ્યો છું,
    મારી એકલતાનું ચિત્ર હું જોઈ રહ્યો છું,
    હકીકત બિલકુલ અલગ છે,
    હું છું પણ હું નથી,
    એ સત્ય ને હું પણ શોધી રહ્યો છું,
    લોકો ની લાગણી માં ખોવાયેલા ભાવ છું,
    એમાં રહેલો હાવભાવ જોઈ રહ્યો છું,

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment