ટપ… ટપ… ટપ… ટપ… ધીમી ધારે,
દિલને તારી યાદો શારે.

ધા… તીન… ના.. બાજે મોભારે,
ભીતર વરસે તું ચોધારે.
તનસુખ શાહ ‘સ્વપ્નિલ

આપણે – મનસુખ લશ્કરી

આપણે કાંઈ થોડા ફૂલ છીએ !
કે પતંગિયું
ઊડીને આવતુંક માથે બેસી જાય
ને મન્ન ભરીને ડોલાવી જાય !

આપણે કાંઈ થોડા વૃક્ષ છીએ
કે ખિસકોલી
ખરી પડેલાં પાંદની વાત કરવા
છાતી ઉપરથી
ચઢ-ઊતર કરતી થઈ જાય !

આપણે
કદાચ આકાશ છીએ
કે જેમાં કો’ક સમડી
ચકરાવે ચકરાવે
નિ:શબ્દતાપૂર્વક પાંખથી
ઘૂંટતી જ જાય
ઘૂંટતી જ જાય
ને એને સ્પર્શ માની લેવા પડે !

– મનસુખ લશ્કરી

કવિ કહે છે કે આપણે ફૂલ જેવા નથી જે આજીવન અન્યને સુંગધ આપવા ખાતર જાતને પણ મિટાવી દઈએ. આપણે વૃક્ષ જેવા પણ નથી જે માત્ર અને માત્ર બીજાના સુખને ખાતર જ જીવે છે.  આપણે માત્ર આકાશ જેવા છીએ. મતલબ કે આપણને કાંઈ સ્પર્શી જ શકતું નથી એવા… આકાશ જેવા આભાસી.

6 Comments »

  1. અભિષેક said,

    April 14, 2010 @ 11:06 AM

    સરસ ગીત છે.

  2. ધવલ said,

    April 14, 2010 @ 12:04 PM

    સમડીના ઉડ્ડયનથી વલોવાતા – ઘૂંટાતા આકાશ જેવા આપણે … સરસ કલ્પન.

  3. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    April 14, 2010 @ 12:38 PM

    આપણે કોણ છીએ?
    આપણે “કંઈ નથી” છીએ.
    કેટલા હલકા ફૂલ જેવા થઈ જવાયું?

  4. pragnaju said,

    April 14, 2010 @ 12:48 PM

    નિ:શબ્દતાપૂર્વક પાંખથી
    ઘૂંટતી જ જાય
    ઘૂંટતી જ જાય
    ને એને સ્પર્શ માની લેવા પડે !
    સુંદર
    ઘણું જ વિચિત્ર થયું ને તદ્દન અણધાર્યું. આવું કોણે ધારેલું ? ઈશ્વરે જે કર્યું છે તે સારું જ કર્યું છે એમ માની દુ:ખનો ઉત્તર વાળવો જોઈએ એ જ યોગ્ય છે. ઈશ્વરની લીલા ઘણી વિચિત્ર છે. ઘણીવાર તે આનંદદાયક તો કોઈ વાર દુ:ખદાયક નીવડે છે. પણ ઈશ્વરનિષ્ઠ પુરુષે તે બંનેમાં સમાન રહીને શાંતિ ગ્રહણ કરવી જોઈએ ને પોતાની અહેતુકી નિષ્ઠામાં ખામી આવવા દેવી જોઈએ નહીં.

  5. પંચમ શુક્લ said,

    April 15, 2010 @ 8:34 AM

    આપણે અને આપણું સમગ્ર અસ્તિત્વ કૃત્રિમ છે, સંવેદનાઓ મડદાં જેવી છે – સમળી ચકરાવા લઈ ચૂંથે એને જ સ્પર્શ માની લેવાં પડે એનાથી મોટી આધુનિક જીવનની વિડંબણા કઈ હોઈ શકે?

  6. impg said,

    April 16, 2010 @ 2:00 PM

    મૈ કૌન હૂ ? ના વિચારે ચડાવી દે તેવી રચના છે !!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment