મારી હસ્તી મારી પાછળ એ રીતે વીસરાઈ ગઈ
આંગળી જળમાંથી કાઢી, ને જગા પુરાઈ ગઈ !
ઓજસ પાલનપુરી

ગાંધીજી – મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

આપણે જેના માટે
માત્ર બે જ મિનિટનું
મૌન પાળીએ છીએ
એ ગાંધી
આપણા સૌના માટે
પાળી રહ્યો છે
કાયમનું મૌન !

ગાંધીજીની પ્રતિમાને
ગુલાબનાં તાજાં ફૂલોનો હાર
આરોપવામાં આવી રહ્યો હતો,
ત્યારે –
ગાંધીજી તો
શીતળ વાયુનું રૂપ ધરીને
એ વેદનાગ્રસ્ત ડાળીઓને
પંપાળી રહ્યા હતા,
જે ડાળીઓ પરથી
પેલા ફૂલહાર માટે તાજાં ગુલાબો
ચૂંટી લેવાયાં હતાં !

– મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

એક ‘ગાંધી-ભાવના’નું અદભૂત શબ્દચિત્ર… ગાંધીજી પર આ કવિશ્રીનું અન્ય એક લઘુકાવ્ય અહીં માણી શકો છો.

17 Comments »

  1. Dr. J. K. Nanavati said,

    April 7, 2010 @ 1:22 PM

    ખુબજ સુંદર શબ્દચિત્ર….

    થોડી હળવાશ પણ માણીએ…??

    કાંતવું ઝીણુ તમારું કામ છે..?
    સત્યથી આઘું ઘણુયે ગામ છે
    શ્વાસની ગોળી ગળી શક્તા નથી..!!
    તો પછી શું કામ ગાંધી નામ છે..??

  2. sapana said,

    April 7, 2010 @ 5:13 PM

    વાહ સાવ સાચી વાત!!
    સપના

  3. impg said,

    April 7, 2010 @ 6:06 PM

    ગાંધીજી તો
    શીતળ વાયુનું રૂપ ધરીને
    એ વેદનાગ્રસ્ત ડાળીઓને
    પંપાળી રહ્યા હતા,
    જે ડાળીઓ પરથી
    પેલા ફૂલહાર માટે તાજાં ગુલાબો
    ચૂંટી લેવાયાં હતાં !
    આ ખરી અંહિસા !! જે તેનો ખરો પુજારી જ પાળએ

  4. pragnaju said,

    April 7, 2010 @ 6:35 PM

    પાળી રહ્યો છે
    કાયમનું મૌન !
    કેટલું હ્રુદય દ્રાવક!
    . અમારું વિશ્વ કોચરબથી સાબરમતી…યાદ છે-સાંજના સમયે સાબરમતીને કિનારે બેસીને પ્રાર્થના કરતાં હતાં અને ૧૯૪૮ની ૩૦મી જાન્યુઆરી! એક મહાન યોદ્ધો સદાને માટે ચાલ્યો ગયો, અસ્થિ પધરાવવા દૂધેશ્વરનો કિનારો..
    એ વેદનાગ્રસ્ત ડાળીઓને
    પંપાળી રહ્યા હતા,
    અનુભૂતિની અભિવ્યક્તી
    મારે સત્યના શાસ્ત્રીય પ્રયોગો વર્ણવવા છે, હું કેવો રૂપાળો છું એ વર્ણવવાની તલમાત્ર ઈચ્છા નથી. જે માપથી હું મારું પોતાનું માપ કરવા ઈચ્છું છું અને જે માપ આપણે બધાએ પોતપોતાને વિશે વાપરવું જોઈએ, તે પ્રમાણે તો હું અવશ્ય કહું કે,
    ‘मो सम कौन कुटिल ख्ल कामी ?
    जिन तनु दियो ताहि विसरायो ऐसो निमकहरामी ।કેમ કે, જેને હું સંપૂર્ણ વિશ્વાસપૂર્વક મારા શ્વાસોશ્વાસનો સ્વામી ગણું છું, જેને હું મારા નિમકનો દેનાર ગણું છું, તેનાથી હજીયે હું દૂર છું એ મને પ્રતિક્ષણ સાલે છે. એના કારણરૂપ મારા વિકારને હું જોઈ શકું છું. પણ એને હજીયે કાઢી શકતો નથી.

    સત્યના પ્રયોગોનો આ ઉતારો મારી ડાયરીમા રાખું છું

  5. સુનીલ શાહ said,

    April 7, 2010 @ 9:32 PM

    થોડાં શબ્દોમાં સુંદર અભિવ્યક્તિ.

  6. અભિષેક said,

    April 7, 2010 @ 9:45 PM

    સરસ ગાંધીકાવ્ય

  7. વિહંગ વ્યાસ said,

    April 7, 2010 @ 11:31 PM

    સરસ કાવ્ય.

  8. વિવેક said,

    April 8, 2010 @ 1:04 AM

    સુંદર અભિવ્યક્તિ… વાંચતાવેત જ સ્પર્શી જાય એવું કાવ્ય…

    બે વસ્તુઓ જરા ખટકી… કવિતાના પહેલા બંધમાં ગાંધીજી માટે તુંકારો વપરાયો છે જ્યારે બીજામાં ફરીથી માનવાચક સંબોધન વપરાયું છે. કવિ ચોક્કસ જ તુંકારે સંબોધન કરી શકે પણ એ પછી બંને બંધમાં જળવાવું જોઈએ એમ મારું માનવું છે.

    આરોપવું શબ્દ પણ જરા ખટક્યો. જોડણીકોશમાં જોઈએ તો આરોપન શબ્દનો છઠ્ઠો-સાતમો અર્થ પહેરાવવું એમ મળી પણ જશે પણ સામાન્ય રીતે લોકવ્યવહારમાં આરોપવું એટલે એકના ગુણ બીજામાં મૂકવા અથવા સ્થાપવું કે રોપવું એમ કરીએ છીએ…

  9. Pinki said,

    April 8, 2010 @ 2:24 AM

    વાહ્… ! સુંદર અભિવ્યક્તિ !

  10. MAYAANK TRIVEDI SURAT said,

    April 8, 2010 @ 4:27 AM

    વાંચતાવેત જ સ્પર્શી જાય એવું કાવ્ય
    અભિવ્યક્તિ સરસ
    pragnaju ને સલામ

  11. preetam lakhlani said,

    April 8, 2010 @ 7:33 AM

    કવિતા સારી છે, પણ વિવેકભાઈનો અભિપ્રાય પણ આવકારને પ્રાત્ર છે……..

  12. megha said,

    April 8, 2010 @ 7:57 AM

    ak dam sachi vat.like thissssssss
    bec khali gandhiji ne sabdchitra ma j manva karta amna vicharo jivan ma utarva vadhare mahatvana che.sundar kavy
    like this

  13. MUKESH VARIAWA said,

    April 8, 2010 @ 9:23 AM

    મિત્રો,
    આપ સૌ જાણો જ છો કે નર્મદા ડેમને ગુજરાત ની જીવાદોરી કહેવામા આવે છે. બન્ધની લમ્બાઇ ૧૨૨૦ મીટર છે. હાલમા ૧૨૧.૯૨ મીટર સુધીની ઉચાઇ નુ કામ પુર્ણ થઇ ગયુ છે.

  14. Pinki said,

    April 8, 2010 @ 9:58 AM

    સરદાર સરોવર ડેમને પણ પચાસ વર્ષ પૂરાં થશે … !!

    http://www.divyabhaskar.co.in/2010/04/05/gujarat-life-narmada-dem-50-birthday-840664.html

    જોકે, અહીં આ વાત તો અપ્રસ્તુત જ છે પણ, કોઇ ડેમને બાંધતાં પણ પચાસ વર્ષ લાગે ?
    તે વાત/વિચાર ફરી મનમાં રમતો થઈ ગયો. 🙂

  15. Girish Parikh said,

    April 8, 2010 @ 10:37 AM

    મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’નું ‘ગાંધીજી’ કાવ્ય ગમ્યું.
    ગાંધીજી જ જેના માટે નિમિત્ત બન્યા છે એ મારા ખ્વાબની વાત અહીં ટૂંકાણમાં નોંધવાની રજા લઉં છું: રીચર્ડ એટનબરોની ‘ગાંધી’ ફિલ્મે મને ‘વિવેકાનંદ’ ફિલ્મની પટકથા લખવાની પ્રેરણા આપી હતી. અંગ્રેજી અને હિંદીમાં ફિલ્મ સર્જવા માટે યોગ્ય નિર્દેશક-નિર્માતાની શોધમાં છું.
    એક બીજી વાતઃ મારા સ્વ. પૂજ્ય પિતાજી શ્રી હરિભાઈ જ. પરીખે ગાંધીજીની ત્રણ વખત મુલાકાત લીધી હતી, અને એ ત્રણે યાદગાર મુલાકાતો વિશે લખ્યું પણ છે. મને એ ગાંધીજીનાં દર્શન ન કરાવી શક્યા એનો એમને કાયમ વસવસો રહ્યો હતો.
    – – ગિરીશ પરીખ E-mail: girish116@yahoo.com

  16. preetam lakhlani said,

    April 8, 2010 @ 11:04 AM

    ગુજરાત અને મહારાષ્ટને પણ આગામી May 1st, ના રોજ ૫૦ વરસ થશે ???.

  17. nilam doshi said,

    May 27, 2010 @ 4:23 PM

    સાવ સાચી વાત..ગાંધીજી મૌન છે..ચૂપ છે.
    પરંતુ આજે તો તેઓ બોલે તો પણ તેમનું સાંભળે કોણ? આજે તો તેમને પણ ચૂપ કરી દેવામાં આવે
    ખૂબ સરસ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment