એટલે તો ફૂલ ખીલ્યા સ્વપ્નનાં,
આંસુ ભીનું આંખનું આંગણ હતું.
બી.કે.રાઠોડ ‘બાબુ’

કાવ્યત્રયી – મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

બાપુ

બાપુએ જોયું
આદર્શ ભારતનું સ્વપ્ન
ભારતે બાપુને જ
આદર્શ સપનું બનાવી દીધા !

ફૂલો

સુગંધનુંયે વજન
ન ઊંચકી શક્તાં ફૂલો
સુગંધને પ્રસારી દે છે હવામાં.

મા

ધરતી પણ મા છે ને !
એ લાકડી ઉગામે તોયે
શેરડી રૂપે !

– મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

ભુજમાં રહેતા આ કવિ લઘુકાવ્યો ઉપર મજાની હથોટી ધરાવે છે. આ ત્રણ લઘુકાવ્યમાં કયું ચડિયાતું છે એ નક્કી કરવું દોહ્યલું બની રહે તેમ છે. (જન્મ: 14-05-1951, કાવ્યસંગ્રહ: ‘ઑગન’.)

3 Comments »

  1. ધવલ said,

    June 21, 2007 @ 9:59 PM

    બહુ ઉત્તમ કવિતાઓ !

  2. UrmiSaagar said,

    June 22, 2007 @ 2:31 PM

    સુંદર લઘુકાવ્યો!!

  3. કવિ પ્રકાશ 'જલાલ' ('જલાલ મસ્તાન' - ગઝલકાર, અનુવાદક, કવિ, લેખક, પ્રૂફરીડર) said,

    August 31, 2026 @ 1:00 PM

    અદ્દભુત રચના….
    ઉત્તમ…
    આને કહેવાય કવિતા!

    ‘ખ્વાબ’ સાહેબની એક અન્ય રચના મને યાદ આવી ગઈ…
    ખુશ થઈને માણસ ખુદનો ફોટો પડાવે છે,
    પણ વાસ્તવમાં પોતાને ખોટો પડાવે છે!
    દ્રૌપદીને જોઈને બની જાય છે દુઃશાસન,
    ને મંદિરમાં જઈને ચૂડલીનો જોટો ચડાવે છે!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment