કીકીમાં – જયન્ત પાઠક
કીકીમાં કેદ કરી લીધા
. મેં કાનજીને કીકીમાં કેદ કરી લીધા !
ભોળી નથી કે હવે લોચન ઉઘાડું
. છોને વગડામાં વાંસળીઓ વાગે;
મધરાતે કોઈ ભલે બારણાં ધકેલે
. બાઈ, મારે બલારાત જાગે !
જનમના જાણકાર કેદના તે એણે
. છૂટવાનાં છળ ભલાં કીધાં ! – મેં0
જુગજુગ જોગીડા ભલે ગાળે સમાધમાં
. વાળે પલાંઠી, સાસ રોકે;
મેં તો પલકમાં જ પકડ્યા ને પાધરા
. પધરાવ્યા સમણાંના લોકે !
વાંકા તે વેણના ને વાંકા વ્હેવારના
. એમ વના થાય ના સીધા ! – મેં0
-જયન્ત પાઠક
ગોપીની ચરમ કૃષ્ણભક્તિનું એક ચાક્ષુષ ઉદાહરણ. જેને પામવા જોગીઓ યુગોયુઇગો સુધી તપ કરે છે, સમધિમાં બેસે છે, શ્વાસ રોકવાનો હઠાગ્રહ કરે છે એને ગોપિકા પલક ઝપકતામાં જ પકડી લે છે. ભક્તિ કરતાં પ્રેમની શક્તિ કેટલી વધારે છે ! કૃષ્ણનો તો જન્મ જ કારાગારમાં થયો હતો. એ તો જનમથી જ કેદ અને કેદમાંથી છૂતવાનો માહિતગાર છે પણ ગોપી કંઈ ઓછી માયા નથી. ઝપ્પ કરીને કાનજીને કીકીમાં કેદ કરીને પાધરા જ સ્વપ્નલોકની જેલમાં પધરાવી દે છે. કાનજી ભલે વાંસળીઓ વગાડે કે છૂટવા માટે નાનાવિધ છળ કરે પણ હવે આંખ ખોલે એ મારી બલારાત… ગોપી જાગે તો તો કહાનો ભાગે ને!
sudhir patel said,
March 26, 2010 @ 6:16 AM
નખશિખ સુંદર ગોપી-ગીત માણી સવાર સુધરી ગઈ!
‘જુગજુગ જોગીડા ભલે ગાલે સમાધમાં’ અહીં ગાલેની જગ્યાએ ‘ગાળે’ હશે એમ માનું છું.
આભાર, વિવેક્ભાઈ.
સુધીર પટેલ.
વિવેક said,
March 26, 2010 @ 7:12 AM
ભૂલ સુધારી લીધી છે, સુધીરભાઈ…
આભાર!!
ધવલ said,
March 26, 2010 @ 7:42 PM
જુગજુગ જોગીડા ભલે ગાળે સમાધમાં
વાળે પલાંઠી, સાસ રોકે;
મેં તો પલકમાં જ પકડ્યા ને પાધરા
પધરાવ્યા સમણાંના લોકે !
– સરસ !
Girish Parikh said,
March 26, 2010 @ 10:09 PM
રાધા કે ગોપીના કૃષ્ણપ્રેમનું આ અણમોલ ગીત વિશ્વના દરેક ગુજરાતીની કીકીઓમાં કેદ થવું જોઈએ. એ રેકોર્ડ તો થયું જ હશે. એના શબ્દ, સૂર, અને સંગીત દરેક ગુજરાતીના કાનમાં ગુંજવાં જોઈએ. એનો અંગ્રેજી તથા ભારત અને વિશ્વની અન્ય મુખ્ય ભાષાઓમાં અનુવાદ કે રૂપાંતર થવાં જોઈએ.
amarish said,
March 27, 2010 @ 12:41 AM
KRISHNA BHAKTI NE TAME KHUBAJ RAS BHARELI BANAVI DIDHI.
DHANYAVAAD
pragnaju said,
March 27, 2010 @ 4:24 PM
ખૂબ સુંદર મધુર ભાવવાહી ગોપી ગીત
મેં તો પલકમાં જ પકડ્યા ને પાધરા
. પધરાવ્યા સમણાંના લોકે !
વાંકા તે વેણના ને વાંકા વ્હેવારના
. એમ વના થાય ના સીધા !
અમને આંખ ઉપર પાંપણો આપી. પાંપણો પલકપલક થયા કરે, નિષ્પલક રહેવું એ પાંપણના સ્વભાવમાં નથી.કીડી સમી ક્ષણોની આ આવજાવ શુંછે?
મારું સ્વરૂપ શું છે? મારો સ્વભાવ શું છે?
પર્વતને ઊંચકું પણ,
પાંપણ ન ઊંચકાતી,
આ ઘેન જેવું શું છે?
આ કારી ઘાવ શું છે?
vihang vyas said,
March 30, 2010 @ 4:22 AM
મનભાવન ગીત…..
ઊર્મિ said,
March 30, 2010 @ 8:26 AM
મીઠ્ઠૂ મધુર ગોપીગીત… ખૂબ જ ગમ્યું.
Pancham Shukla said,
March 31, 2010 @ 11:46 AM
મીઠું ભક્તિપદ.