સાજન મારો સપનાં જોતો, હું સાજનને જોતી – મૂકેશ જોષી
સાજન મારો સપનાં જોતો, હું સાજનને જોતી
બટન ટાંકવા બેઠી’તી પણ ટાંક્યુ ઝીણું મોતી…
મોતીમાંથી દદડી પડતું અજવાળાનું ઝરણું
મેં સાજનને પુછ્યું તારા સપનાંઓને પરણું ?
એણે એના સપનાંમાંથી ચાંદો કાઢ્યો ગોતી..
સાજન મારો…
સૂક્કી મારી સાંજને ઝાલી ગુલાબજળમાં બોળી
ખટમીઠ્ઠા સ્પર્શોની પુરી અંગો પર રંગોળી
સૂરજની ના હોઉ ! એવી રોમે રોમે જ્યોતિ…
સાજન મારો…
– મૂકેશ જોષી
પ્રથમ વરસાદ જેવું તાજું આ ગીત દીલને એક જ ક્ષણમાં લીલુંછમ કરી દે છે. બટન ટાંકવા બેઠી’તી પણ ટાંક્યુ ઝીણું મોતી…એ એક જ પંક્તિ મન પર કબજો કરી લેવા માટે પૂરતી છે !
amit pisavadiya said,
August 1, 2006 @ 2:37 PM
સૂક્કી મારી સાંજને ઝાલી ગુલાબજળમાં બોળી
ખટમીઠ્ઠા સ્પર્શોની પુરી અંગો પર રંગોળી
સૂરજની ના હોઉ ! એવી રોમે રોમે જ્યોતિ…
સુંદર !!!
manvant said,
August 1, 2006 @ 3:32 PM
સાજન મારો સપનાં જોતો….હું સાજનને જોતી !
મોતીમાંથી દદડતું અજવાળાનું ઝરણું,અને સુક્કી
સાંજને ગુલાબજળમાં બોળવાની વાત ખૂબ જ
મનમોહક છે ! આભાર !રચના સરસ છે.
Monal Shah said,
July 19, 2020 @ 11:35 PM
ખુબ સરસ !