ન સળગ્યો – ‘જટિલ’
તમે ગાન છેડ્યાં, ન સમજ્યો બરાબર !
ઘણી પ્રીત વરસ્યાં, ન પલળ્યો બરાબર !
તુફાનો જગાવ્યાં બની ચંદ્ર આપે,
હતો છીછરો હું ન છલક્યો બરાબર !
ઘનશ્યામ ! તેં ગર્જના ખૂબ કીધી,
બની મોરલો હું ન ગળક્યો બરાબર !
મિલાવ્યા કર્યા તાર, ઉસ્તાદ, તેં તો,
બસૂરો રહ્યો હું ન રણક્યો બરાબર !
અજાણ્યો અને અંધ જેવો ગણીને,
તમે હાથ આપ્યો ન પકડ્યો બરાબર !
છતાં આખરે તેં મિલન-રાત આપી,
ગઈ વ્યર્થ વીતી – ન મલક્યો બરાબર !
– ‘જટિલ’
પ્રભુ સાથે પ્રીત કરવાથી માંડીને છેક મિલન સુધીની કેટકેટલી તકો મળવા છતાંયે એને બરાબર ન પકડી શકવામાં કારણભૂત તો પોતાની અસમર્થતા જ છે, એ વાતનો કવિ અહીં ખુલ્લા દિલે સ્વીકાર કરે છે.
pragnaju said,
March 17, 2010 @ 10:33 AM
ખૂબ સુંદર ગઝલ
આવી જ ઉજાગર કરતું ગીત યાદ આવ્યું
કર સાહબ સે પ્રીત, રે મન, કર સાહબ સે પ્રીત
ઐસા સમય બહુરિ નહીં પૈહો ગઈ હૈ અવસર બીત
તન સુંદર છબી દેખ ન ભૂલો યે બાલોં કી રીત … રે મન
સુખ સંપત્તિ સપને કી બતીયાં જૈસે તૃણ પર તીત
જાહી કર્મ પરમ પદ પાવૈ, સોઈ કર્મ કર મીત … રે મન
સરન આયે સો સબ હી ઉગારે યહી સાહિબ કી રીત,
કહત કબીર સુનો ભાઈ સાધો, ચલી હો ભવજલ ગીત … રે મન
– સંત કબીર
પ્રસ્તુત પદમાં કબીર સાહેબ પ્રભુ સાથે પ્રીત કરવાનું કહે છે. તેઓ કહે છે કે હજુ પણ મોડું નથી થયું. આ દુર્લભ માનવજન્મ મળ્યો છે તો પ્રભુને ભજી લે. આ સુંદર શરીરમાં મોહાતો નહીં. કારણ કે એ નાશ પામનારું છે. સુખ સંપત્તિ પણ સ્વપ્નમાં દેખાતી વસ્તુઓ સમાન છે. જેવી રીતે ઘાસ પર જીવડું બેઠું હોય તો દેખાતું નથી. બંને એકાકાર લાગે છે પણ સમય આવતાં ઘાસ એમ જ રહી જાય છે અને કીટ ઉડી જાય છે. તેવી જ રીતે આ શરીરમાં રહેલો આત્મા સમય આવતાં જતો રહેશે અને આ નશ્વર દેહ અહીં જ રહી જશે. એથી હે જીવ, તું ચેત અને પ્રભુના શરણમાં જા. જે એનું શરણ લે છે તેને તે ઉગારે છે. એ એની રીત છે. તો આ ભવજળને પાર કરવા તું એનું શરણ લઈ લે.
Girish Parikh said,
March 17, 2010 @ 11:01 AM
‘જટિલ’ની ગઝલ છે તો સરળ પણ ઊંડા અર્થથી છલકી રહી છે.
Pragnaju bahen’s comment with Kabir’s bhjan is like necter, but is an urgent wake up call!
અજાણ્યો અને અંધ જેવો ગણીને,
તમે હાથ આપ્યો ન પકડ્યો બરાબર !
પ્રભુને પ્રાર્થના કરીએ કે એ જ આપણો હાથ પકડી લે.
– – ગિરીશ પરીખ
‘આદિલના શેરોનો આનંદ’ માણવા ક્લીક કરોઃ
http://www.girishparikh.wordpress.com
ધવલ said,
March 17, 2010 @ 8:39 PM
ઘનશ્યામ ! તેં ગર્જના ખૂબ કીધી,
બની મોરલો હું ન ગળક્યો બરાબર !
– સરસ !
વિવેક said,
March 18, 2010 @ 12:18 AM
સુંદર રચના…
છંદ જાળવવા માટે વાઅપરેલા બસૂરો અને ઘ-નશ્-યા-મ શબ્દપ્રયોગ ખટક્યા…
રાકેશ ઠક્કર, વાપી said,
March 18, 2010 @ 12:23 AM
સુંદર ગઝલ
અજાણ્યો અને અંધ જેવો ગણીને,
તમે હાથ આપ્યો ન પકડ્યો બરાબર !
Pinki said,
March 18, 2010 @ 12:50 AM
ખૂબ સરસ ગઝલ… !
આ જ ભાવવાળું એક પદ છે પણ યાદ નથી આવતું 🙁
kanchankumari parmar said,
March 18, 2010 @ 7:45 AM
પ્રભુ તેંજ અમને બનાવિ વહેતા મુક્યા અધરતાલ ……શુ આ છે …બરાબર?
ચિરાગ ગોર said,
March 19, 2010 @ 5:56 PM
ખૂબ સરસ ગઝલ… !
પણ છેલે એટલુ ઊમેરવુ છે કે ” મોક્ષ મોક્ષ કરતો ગયો હુ લાકડા મા, છતાં ય – ન સડગ્યો બરાબર ! ” ……….. ” જટિલ “
rajesh gajjar said,
March 18, 2011 @ 12:48 PM
ગઈ વ્યર્થ વીતી…
યુવાનો જાગ જાઓ..
jitu trivedi said,
December 16, 2011 @ 10:42 AM
sunder mijaj dharavati Jatilbhaini aa khoob janiti racna chee.! Vivekbhai ni vaat saachi chhe!
Jati Vyas ne mara gazal-guru manu chhu.
ચેતન ફ્રેમવાલા said,
June 16, 2012 @ 4:54 AM
જટિલ સાહેબની પચીસમી પુર્ણ્યતિથીએ ધબકાર મુંબઈ દ્વારા એક શબ્દાંજલિનું આયોજન ૧૭.૬.૨૦૧૨, મુંબઈ ખાતે થયું છે, જેની અધ્યક્ષતા એમના શિષ્ય ગઝલકાર જિતુ ત્રીવેદી કરશે
sagar said,
December 29, 2012 @ 1:44 AM
મારા શબ્દ સમર્થ નથી વાહ કહેવા માટે.