બસ, એટલો સમય હું બીજાથી અલગ પડ્યો-
કાગળ, કલમ ને શબ્દની જે જે ઘડી હતી
- વિવેક મનહર ટેલર

મુક્તક -સૈફ પાલનપુરી

માર્ગદર્શક બને એ સર્વ સહારા લઈ લે !
ઈશ ! તેજસ્વી બધા તારા – સિતારા લઈ લે !
તારી શક્તિનો હું એ રીતે અનુવાદ કરીશ,
મંઝિલો આવશે સામે, તું ઉતારા લઈ લે !

-સૈફ પાલનપુરી

11 Comments »

  1. ડૉ.મહેશ રાવલ said,

    February 18, 2010 @ 9:35 PM

    વાહ…..
    જનાબ સૈફ સાહેબનું શાનદાર અને જાનદાર મુકતક.
    -ગમ્યું.

  2. સુનીલ શાહ said,

    February 18, 2010 @ 10:44 PM

    સુંદર..મઝાનું મુક્તક.

  3. Girish Parikh said,

    February 19, 2010 @ 12:24 AM

    સાચું કહું તો મુક્તક ખાસ સમજાયું નહીં!
    To me the poet seems to be confused! Or am I confused!?

  4. વિવેક said,

    February 19, 2010 @ 1:52 AM

    કોઈની કંડારેલી કેડી પર નહીં પણ પોતે જ પોતાનો પથદર્શક બનીને પોતાની આગવી કેડી જાતે જ કંડારવાની ખુમારીસભર વાત છે અહીં…

  5. Pushpakant Talati said,

    February 19, 2010 @ 5:19 AM

    વાહ ભાઈ વાહ – પાલનપુરી સાહેબ કા જવાબ નહી.
    ‘ મંઝિલો આવશે સામે, તું ઉતારા લઈ લે ! ‘

    This is a challange to the all-mighty.
    Only the individual who has the fullest confidence in self can make/say this fabulous averment.
    ‘ I will go where there is no road And make a trail. ‘

    S U P E R B – & F A N T A S T I C INDEED.

  6. Pancham Shukla said,

    February 20, 2010 @ 2:24 PM

    તારી શક્તિનો હું એ રીતે અનુવાદ કરીશ,

  7. ઈશ્ક પાલનપુરી said,

    February 20, 2010 @ 11:12 PM

    વાહ ! સલામ ! એમની શાયરીને

  8. kanchankumari parmar said,

    February 21, 2010 @ 2:34 AM

    દિશા સુન્ય દિશા મા સહારો શોધતા મળ્યો ખરો પણ દિશા જુદિ; દિશા ભલે જુદિ પણ લક્ષ એક ચાલિશુ જુદા પણ મળિશુ છેક…….

  9. manhar m.mody ('mann' palanpuri) said,

    February 24, 2010 @ 11:14 PM

    આત્મવિશ્વાસ અને ખુમારી ભર્યું મુક્તક. સૈફ સાહેબના અલગારી મિજાજનો નમૂનો.

  10. mustaq saiyed said,

    December 30, 2011 @ 7:15 AM

    SALAM TO SAIF PALANPRI I AM PROUD OF YOU AS PALANPURI

  11. Atul Shastri said,

    June 2, 2012 @ 12:15 PM

    site પર સૈફ પાલનપુરી નું એક જ મુક્તક મળ્યું. ઝરુખો એ એમની એક શ્રેષ્ઠ રચના છે. તમને e mail કરી શકાય તો હું ઘણી ગઝલો બીજા સાથે share કરી શકું.
    અતુલ શાસ્ત્રી

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment