પથ્થરોને જે ઘડે એ હો કલાકારો ભલે,
બાકી માણસને તો ઠોકરોથી ઘડે છે પથ્થરો !
બેફામ

અડધું-અધૂરું – હર્ષદ ચંદારાણા

ખૂબ મથતો પણ ‘તને’ હું ઓળખું અડધું-અધૂરું
એ જ કારણથી રહ્યું છે આયખું અડધું-અધૂરું

શબ્દ અઢળક, શાહી પુષ્કળ ને સતત ચિંતન હૃદયમાં
‘તું’ વિશે જાણું ઘણુંયે પણ લખું અડધું-અધૂરું

આમ તારી હસ્ત-રેખા, પણ સદા ‘તારી’ તરફદાર
એથી મારા ભાગ્યને હું પારખું અડધું-અધૂરું

હું કદી ‘તારા’ સુધી પહોંચ્યો નથી, સાચું ! પરંતુ
છે સબબમાં કેડીઓનું માળખું અડધું-અધૂરું

‘તું’ વગરનું ગામ અડધું, સીમ અડધી, ઘર અધૂરું
રણ અધૂરું, ઝાંઝવાનું ઝૂમખું અડધું-અધૂરું

– હર્ષદ ચંદારાણા

કવિએ ખૂબ જ વેધક વાત કરી છે-  આપણે આ ‘તું’ને અડધું-અધૂરું જ જાણીએ છીએ… કદી પૂરેપુરા જાણી શકતા જ નથી.   પછી ભલેને એ ‘તું’ એટલે કે ઈશ્વર હોય, પ્રેમી હોય, પ્રેમ હોય કે પછી ખુદનો માંહ્યલો.  ‘તું’ની છે…ક ભીતર લગી કદી પહોંચી શકતા જ નથી, અને એટલે બધુ તો અડધું-અધૂરું લાગે જ છે પણ જાત પણ અડધી-અધૂરી લાગે છે !

26 Comments »

  1. Jayshree said,

    January 28, 2010 @ 3:00 PM

    હ્મ્મ્….
    વાત તો સાચી… પણ બધું જ જો પૂરેપુરુ મળી જાય તો… what’s next?

  2. priyjan said,

    January 28, 2010 @ 3:13 PM

    ખૂબ જ સરસ વાત…..

    ખૂબ જ નાજુક વાત્…

  3. ડૉ.મહેશ રાવલ said,

    January 28, 2010 @ 3:33 PM

    કવિશ્રી હર્ષદ ચંદારાણાની પ્રસ્તુત ગઝલ એમની અન્ય ગઝલો કરતા કંઈક અલગ જ મિજાજ લઈને આવી છે.
    રદિફ અને કાફિઆનો જે મેળ એમણે સાધ્યો છે ખરેખર કાબિલ-એ-દાદ છે.
    આખી ગઝલ ખુબ જ ઊંડું ચિંતન અને મનન માગી લ્યે એવી છે.
    એજ તો કમાલ છે નિવડેલી કલમની…..!
    આમેય અમરેલીની ધરતીમાં જ કવિતાનો પમરાટ મહેકે છે……ર.પા.ને આ તકે યાદ કરીને વંદન કરીએ.
    -અસ્તુ.

  4. Ramesh Patel said,

    January 28, 2010 @ 3:44 PM

    ‘તું’ વગરનું ગામ અડધું, સીમ અડધી, ઘર અધૂરું
    રણ અધૂરું, ઝાંઝવાનું ઝૂમખું અડધું-અધૂરું

    – હર્ષદ ચંદારાણા

    ખૂબ જ સરસ રીતે રજૂઆત ગઝલ દ્વારાઆભિનંદન
    રમેશ પટેલ(આકાશદીપ)

  5. ધવલ said,

    January 28, 2010 @ 6:30 PM

    શબ્દ અઢળક, શાહી પુષ્કળ ને સતત ચિંતન હૃદયમાં
    ‘તું’ વિશે જાણું ઘણુંયે પણ લખું અડધું-અધૂરું

    આમ તારી હસ્ત-રેખા, પણ સદા ‘તારી’ તરફદાર
    એથી મારા ભાગ્યને હું પારખું અડધું-અધૂરું

    – સરસ !

  6. urvashi parekh said,

    January 28, 2010 @ 6:56 PM

    સરસ રચના…
    ઘણા બધા પ્રયત્નો પછી પણ ઘણુ બધુ અધુરુ જ રહેતુ હોય છે.
    જો પુરુ થઇ જાય તો?

  7. BB said,

    January 28, 2010 @ 7:17 PM

    ઘણી જ ભાવથી ભરપૂર ગઝલ .

  8. sudhir patel said,

    January 28, 2010 @ 7:19 PM

    અમરેલીના મિત્ર કવિ હર્ષદ ચંદારાણાની માણવી ગમે એવી ગઝલ!
    અમરેલીના એ દિવસો અને ‘મુદ્રા’ની બેઠકો યાદ આવી ગઈ.
    સુધીર પટેલ.

  9. kirankumar chauhan said,

    January 28, 2010 @ 11:59 PM

    બહુ જ મીઠ્ઠી ગઝલ.

  10. ashutosh said,

    January 29, 2010 @ 12:56 AM

    ‘તું’ વગરનું ગામ અડધું, સીમ અડધી, ઘર અધૂરું
    રણ અધૂરું, ઝાંઝવાનું ઝૂમખું અડધું-અધૂરું

    કેમ્ કે આપડો પરેમ પુરો છે.

    ઘણી જ સરસ ગઝલ .

  11. વિવેક said,

    January 29, 2010 @ 2:00 AM

    ઉત્તમ ગઝલ… ‘હું’ પર તો ઘણા કવિઓ લખી ચૂક્યા છે, પણ ‘તું’ પર કદાચ ઓછી જ કવિતાઓ લખાઈ હશે….

    બધા શેર મજાના.. રદીફ ઘણી સુંદર અને બખૂબી નિભાવી શકાય છે… હર્ષદ ચંદારાણા એક અચ્છા ફોટોગ્રાફર પણ છે !

  12. kanchankumari parmar said,

    January 29, 2010 @ 3:28 AM

    આયખુ આખુ યે જિવિ લિધુ….તારા વિના સાવ અઘરુ ને અડધુ…..

  13. SMITA PAREKH said,

    January 29, 2010 @ 4:10 AM

    સરસ રચના!!!.
    આ અધૂરપને લીધે જ તો જિંદગી મધુર છે,એવું નહિં?

  14. Pushpakant Talati said,

    January 29, 2010 @ 5:12 AM

    ખરી વાત છે, – બધુ જ અડ્ધુ અધુરુ, – બધુજ જો પુરુ ને પુરુ જ મળી જાય તો પછી જીવન જ સમાપ્ત થઈ જાય ને ? –

    કોઇએ પ્રાર્થ્યુ છે ને કે – હે પ્રભુ, મારી મન્જીલ હમેશા આગળ જ રાખ જે કેમ કે જો મન્જીલ હાથ આવી જાય પછી સફરની મઝા મટી જાય છે. ખરુને ?

    આમ પણ પેલુઁ નીચે લખેલુઁ ફીલ્મી ગીત છે ને –

    ” કભી કિસીકો મુકમ્મીલ જહાઁ નહી મીલતા
    કહીઁ જમિઁ તો કહી આસમાઁ નહી મિલતા
    તેરે જહાનમે એઇસા નહી કી પ્યાર ન હો
    જહાઁ ઉમ્મીદ હો ઉનકી વહાઁ નહી મીલતા. ”

    આમ અધુરપમાઁ જ પુર્ણતા જોવી એ પણ એક લ્હાવો છે.

  15. ચાંદ સૂરજ said,

    January 29, 2010 @ 5:40 AM

    અડધી અધૂરી આ જીંદગીની રંગોળીમાં ઓછા રંગે પૂર્ણતા પૂરીએ તો જીવન પણ ભર્યું ભર્યું લાગે !

  16. Pancham Shukla said,

    January 29, 2010 @ 8:27 AM

    સુંદર ગઝલ.

  17. Harshad Chandarana said,

    January 29, 2010 @ 11:40 AM

    Thanks for the overwhelming response to my Gazal “Adadhu Adhuru”. I am very happy. Thanks again. – Harshad

  18. dinesh patel said,

    January 29, 2010 @ 12:16 PM

    where is chandarana mail id please if send jai swaminaryan
    drpatel
    ===========================

  19. Girish Parikh said,

    January 29, 2010 @ 12:44 PM

    સર્જક હોવાને નાતે નીચેની પંક્તિઓ વધુ ગમીઃ

    શબ્દ અઢળક, શાહી પુષ્કળ ને સતત ચિંતન હૃદયમાં
    ‘તું’ વિશે જાણું ઘણુંયે પણ લખું અડધું-અધૂરું.

    આદિલના એક મુક્તકનો આ શેર યાદ આવ્યોઃ

    શોધું છું હું એવી કવિતા; જેને
    કાગળના કલેવરમાં ઉતારી ન શકું.

    – – ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા E-mail: girish116@yahoo.com
    (ગિરીશનું સર્જાતું જતું પુસ્તકઃ “આદિલના શેરોનો આનંદ” (tentative title)).

  20. વિવેક said,

    January 29, 2010 @ 11:49 PM

    હર્ષદભાઈ,

    ‘લયસ્તરોના આંગણે આપનું હાર્દિક સ્વાગત છે…

    ‘લયસ્તરો’ ટીમ આપના પ્રતિભાવ બદલ આપનો હૃદયપૂર્વક આભાર માને છે!!!

  21. Amarish said,

    January 30, 2010 @ 5:54 AM

    ખુબજ સરસ્ આજે મને એમજ થયુ કે હુ અત્યારે અમરેલિ મા પેલા તલાવ ના કિનારે બેસિ ને આ ગઝલ વાચન કરેી રહેલ હુ

  22. PRADIP SHETH. BHAVNAGAR said,

    February 1, 2010 @ 5:21 AM

    અખીલમ મધુરમ્.. …ને બદલે અખીલમ અધુરમ્…કહેવાનુ મન થઈ જાય્…

  23. Pinki said,

    February 2, 2010 @ 4:03 AM

    વાહ… સરસ ગઝલ… !

  24. varsha tanna said,

    February 3, 2010 @ 11:20 PM

    અરધુ અરધુ કહી કેટલુ આરપાર કહી નખ્યુ ખૂબજ સુંદર્

  25. Rajendra Namjoshi,Surat said,

    February 6, 2010 @ 8:09 AM

    અધુરપમાં પણ મધુરપ શોધીને કવિએ ખુબીથી બતાવી છે.ખુબ જ સરસ રચના.
    -રાજેન્દ્ર નામજોશી – વૈશાલી વકીલ ( સુરત )

  26. amit ratnani said,

    February 10, 2012 @ 12:11 AM

    I LIKE

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment