મુસીબત પડી એ તો સારું થયું,
સ્વજનને તો સરવાનો મોકો મળ્યો.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

ભારતીય અને પાકિસ્તાની મૂળના ગઝલકારોને આમંત્રણ…

પ્રિય મિત્રો,

ભારતના અગ્રણી અખબાર ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના ઉપક્રમે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ અને ભાઈચારો પ્રસ્થાપિત થાય એવા ઉજળા હેતુથી બંને દેશના ગઝલકારો માટે એક ઑન-લાઇન તરહી મુશાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત, પાકિસ્તાન અને વિદેશોમાં વસતા ભારત અને પાકિસ્તાની મૂળના ગઝલકારોને નિમ્નલિખિત પંક્તિ પર પોતાની રચના વીસમી જાન્યુઆરી સુધીમાં મોકલી આપવા વિનંતી છે:

“सरहद की दोनों ओर चहकता चमन रहे |”

– આ પંક્તિ ઉપર હિંદી અથવા ઉર્દૂ ભાષામાં પાદપૂર્તિ કરી વીસમી સુધીમાં dr_vivektailor@yahoo.com અથવા “વિવેક મનહર ટેલર, 47, આયુષ્ય મેડીકેર હૉસ્પિટલ અને કાર્ડિયાક સેન્ટર, 47, સ્વીટી સૉસાયટી, ભટાર રોડ, સુરત-395001, ગુજરાત (ભારત)” પર મોકલી આપવા નમ્ર અનુરોધ છે. પ્રયોગશીલ કવિઓ હિંદી પંક્તિ ઉપર ગુજરાતીમાં ગિરહ બાંધીને રચના મોકલાવી આપે તો એ પણ આવકાર્ય છે…

આપના કવિમિત્રોને, ખાસ કરીને પાકિસ્તાનના કવિમિત્રો જો આપના સંપર્કમાં હોય તો એમને આ ફિલબદીમાં ભાગ લેવા આપ અમારા તરફથી શીઘ્રાતીશીઘ્ર આમંત્રો એવી આપ સહુને અમારી વિનંતી છે…

9 Comments »

  1. sudhir patel said,

    January 13, 2010 @ 6:18 PM

    ખૂબ સારા સમાચાર છે અને અત્રે પ્રસિધ્ધ કરવા બદલ આભાર.
    પાદપૂર્તિની પંક્તિ પણ બહુ જ ઉપયુક્ત અને સમયને એકદમ અનુરૂપ છે.
    સુધીર પટેલ.

  2. nilam doshi said,

    January 14, 2010 @ 8:15 AM

    very nice

    આવા પ્રયોગો આવકાર્ય છે..

  3. kirankumar chauhan said,

    January 14, 2010 @ 10:08 AM

    અરે વાહ! મઝા આવશે. અત્યાર સુધી વિરહ સાથે કામ કરતા હતા હવે ગિરહ સાથે કામ કરીશું. મારી એક ગઝલનું બુકિંગ અત્યારથી નોંધી લેશો વિવેકભાઇ!.

  4. Gaurav Pandya said,

    January 14, 2010 @ 1:35 PM

    Please extend the time.
    It would be the good effective.

  5. વિવેક said,

    January 15, 2010 @ 12:21 AM

    સમય લંબાવવાનું કામ મારા હાથમાં નથી, ગૌરવભાઈ… આ આયોજન ટાઇમ્સ ઑફ ઇન્ડિયા તરફથી કરવામાં આવ્યું છે અને ગઝલોની પસંદગી પણ મારે કરવાની નથી.. હું તો માત્ર ઇન્ટરનેટના માધ્યમથી વધુ ને વધુ કવિઓ, ખાસ કરીને પાકિસ્તાની કવિઓ સુધી પહોંચવાનો માર્ગ માત્ર છું…

    અઠવાડિયાનો સમય આમે ઓછો નથી…

  6. pragnaju said,

    January 16, 2010 @ 12:39 PM

    इत्तिफाक से अपना सैनिक एक कवि था
    उसका कवि मन जागा और
    इधर – उधर भागा
    उसने दुश्मन को कविता सुनाई
    “सरहद की दोनों ओर चहकता चमन रहे |

    दुश्मन की सारी इन्द्रियाँ झ्न्नाई
    दुश्मन को कुछ भी समझ नहीं आ रहा था
    फिर भी सैनिक के गुण गाये जा रहा था
    उम्मीद थी की कभी तो कविता ख़त्म होगी
    और उसके दिल की इच्छा भी पूरी होगी
    इतने मैं कवि बोला
    अरे ! मेरा साहस तो बढ़ाओ
    जरा जोर – जोर से तालियाँ तो बजाओ
    सरहद की दोनों ओर चहकता चमन रहे |
    कवि अपनी कविता सुनाता गया
    दुश्मन से तालियाँ बजवाता गया

    उसने दुश्मन से ताली बजवाई तबतक
    ताली बजाते – बजाते दुश्मन की
    जान नही चली गई जबतक
    इसतरह सैनिक ने दुश्मन को मिटाया
    अपने सैनिक होने का फ़र्ज़ और
    कवि होने का गर्व
    दोनों को साथ – साथ निभाया ।
    सरहद की दोनों ओर चहकता चमन रहे |

  7. pragnaju said,

    January 16, 2010 @ 9:57 PM

    ઉપરોક્ત રચના અનામીની છે
    … સાથે જે કલ્પના છે તેમા દુશ્મનાવટ ખત્મ કરી સરહદના ચમનને મહેકતું કરવાનું….

  8. Pinki said,

    January 18, 2010 @ 5:14 AM

    સરસ….!
    જાવેદ અખ્તરની પંક્તિઓ યાદ આવી ગઈ… !

    પંછી, નદિયાઁ, પવન કે ઝોંકે, કોઇ સરહદ ના ઈન્હેં રોકે.
    સરહદેં ઇન્સાનોઁ કે લિએ હૈ, સોચો તુમને ઔર મૈંને ક્યા પાયા ઇન્સાન હોકે.

    અને આ પ્રશ્નનો ઉત્તર મેળવવાનો એક નાનકડો પ્રયત્ન એટલે,

    “सरहद की दोनों ओर चहकता चमन रहे |”

  9. Kirtikant Purohit said,

    January 18, 2010 @ 9:05 AM

    બહુ જ સુઁદર આયોજન છે જેની આજના સમયે તાતી જરુર પણ છે. ટાઇમ્સને ખરેખર અભિન્ઁદન ઘટે છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment