ખાલીપાનો આ કૂવો અકબંધ રાખ,
હાજરી નાખીને તારી પૂરાવ નહિ.
અનિલ ચાવડા

સ્વાગત સુરેશભાઈ !

શ્રી સુરેશભાઈ જાની આજથી લયસ્તરોમાં જોડાય છે. ગુજરાતી બ્લોગજગતમાં સુરેશભાઈને ન ઓળખતું હોય એવું કોઈ મળવું મુશ્કેલ છે. ટેક્સાસ, યુ.એસ.એ.માં રહેતા સુરેશભાઈ ગુજરાતી બ્લોગજગતના સૌથી વધુ સક્રીય સભ્યોમાંથી એક છે. એમના સ્વરચિત કૃતિઓનો બ્લોગ અને કાવ્ય-રસાસ્વાદ બ્લોગ આપણા બધાના માનીતા છે. એમનો નવો, સૌથી વધુ રસપ્રદ અને મહત્વકાંક્ષી બ્લોગ છે – ગુજરાતી સર્જક પરિચય. એમાં એ ગુજરાતી ભાષાના બધા સર્જકોનો પરિચય કરાવવાનું ધ્યેય રાખે છે.

સુરેશભાઈ લયસ્તરોમાં જોડાય છે એ અત્યંત આનંદની ઘટના છે. એમના વાંચન અને અનુભવોનો આપણને બધાને ઘણો લાભ મળશે. અત્યારે એ અઠવાડિયે બે દિવસ કાવ્યો આપણી સમક્ષ રજુ કરવાના છે. વધુને વધુ સાથીઓ મળતા જવાથી લયસ્તરોની મહેફીલ વધુને વધુ જામતી જાય છે એ સૌથી વધારે મઝાની વાત છે. લયસ્તરોમાં આપનું હાર્દિક સ્વાગત છે, સુરેશભાઈ !

7 Comments »

  1. radhika said,

    July 5, 2006 @ 2:25 AM

    welcome Suresh Kaka

    લાગે છે કે એક િદવસ આ લયસત્રો બ્લોગ ઘણા જ ઉંચા શીખરો સર કરશે

  2. Suresh Jani said,

    July 5, 2006 @ 7:25 AM

    બ્લોગ જગતના બે પાક્કા ખેલાડીઓની સાથે સંગત કરવાનો લાભ મળતાં આ બાળકને ગલગલીયાં થાય છે !
    ધવલ વિવેક ની ( સફેદ શાણપણ !) આ ઉદારતા માટે મારી પાસે શબ્દો નથી. શબ્દો જેના શ્વાસ છે તેવા ઉસ્તાદ પાસે હવે આ બાળક શબ્દની સમજ કેળવશે.
    મારું એક સ્વપ્ન છે કે ભેગા મળીં આપણે સૌ એવાં સર્જનો કરીએ કે જે વિશ્વમાં મા ગુર્જરીની શાન વધારે.

  3. Jayshree said,

    July 5, 2006 @ 1:22 PM

    Yes Dada,
    we all are together. and I am sure that the dream of yours would definately come true.

  4. ઉર્મિ સાગર said,

    July 5, 2006 @ 5:00 PM

    Dear Sureshuncle, congrats and best wishes for everything…

  5. manvant said,

    July 7, 2006 @ 1:06 PM

    શુભેચ્છાઓ સહિત સંસ્મરણો !
    સાથે રહીએ,સાથે જમીએ,સાથે કરીએ સારાં કામ !
    કાયમ રહેજો આપણી સાથે ઘટ ઘટ વસતા શ્રી ભગવાન !

  6. Nav-Sudarshak said,

    July 7, 2006 @ 9:33 PM

    Great news!

    One more golden feather in the cap of Layastaro! This is how we march on the path of progress. This is how the Gujarati Net Jagat expands.

    All the Best to Layastaro and to my dear friends … Dhaval and Vivek and Sureshabhai! May be far or near, here or there, but we are all together!!! … Harish Dave

  7. લયસ્તરો » અલવિદા, સુરેશભાઈ ! said,

    June 29, 2007 @ 1:04 PM

    […] આજથી લગભગ એક વર્ષ પહેલા સુરેશભાઈ લયસ્તરોમાં જોડાયા હતા અને લયસ્તરોની મહેફીલમાં એ પોતાનો રસ ઉમેરતા રહ્યા હતા. છેલ્લા થોડા વખતથી એ ઉંઝા જોડણીના રંગે રંગાતા જતા’તા એનો તો મને ખ્યાલ હતો. પણ એમનો આ નવો પ્રયોગ એમના માટે કેટલો પ્રિય થઈ ગયો છે એની મને જાણ નહોતી. […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment