ઊર્ધ્વમૂલ – રાજેન્દ્ર શુક્લ
ક્ષણ સરકતું, લરહરતું વૃક્ષ છું.
શ્વાસનો સંચાર કરતું વૃક્ષ છું.
હો ધરા કે હો ગગન મ્હોરી ઊઠું,
હું ફૂલોની જેમ ફરતું વૃક્ષ છું.
મર્મરે છે પંખીઓ, પરણો, પવન
કલરવે કલ્લોલ કરતું વૃક્ષ છું.
તું, ખખડધજ કાળ, ખોડાઈ રહે
હું તો હળવે હરતુંફરતું વૃક્ષ છું.
ડાળ નીચે, મૂળ ઊંચે શબ્દનું
હું પરમ મકરંદ ઝરતું વૃક્ષ છું.
– રાજેન્દ્ર શુક્લ
(મકરંદ=પુષ્પરસ)
Nav-Sudarshak said,
June 15, 2006 @ 3:14 AM
આ ઉર્ધ્વમૂલ … હું જ પરમ મકરંદ ઝરતું વૃક્ષ …… અને છતાં માનવી શું શું શોધવા ક્યાં ભટકે? સુંદર રચના. ….. હરીશ દવે
પ્રત્યાયન said,
June 15, 2006 @ 10:04 AM
One of my favourite gazal.
Thanks VivekBhai-DhavalBhai.
Hope you have access to more gazals from poets’s: GazalSamhita