કદી સ્થિતિ, કદી સમજણ નવો પડકાર ફેંકે છે,
કદી ભીતરની અકળામણ નવો પડકાર ફેંકે છે.

નિરંતર કાળની કતરણ નવો પડકાર ફેંકે છે,
ક્ષણેક્ષણ આવનારી ક્ષણ નવો પડકાર ફેંકે છે.
– સંજુ વાળા

ગીત – નેહા પુરોહિત

આમ જુઓ તો ઝળહળ ઝળહળ, આમ જુઓ તો આંસુ,
બાહર વરસે મધ્યમ મધ્યમ ભીતરનું ચોમાસુ…

છાતી માંહે સળવળ સળવળ ભ્રમરોની વણજાર,
હળવે હળવે વીંધે મારી ગઈકાલ ને આજ,
ભરી ભરી પાછું ઠલવાવું એમ થયું છે ખાસ્સું,
બાહર વરસે મધ્યમ મધ્યમ ભીતરનું ચોમાસુ…

તું ચૈતરીયું નભલું કોરું, હું આષાઢી મે’,
હું રે વરસું રિમઝિમ, તુંને માવઠડાનો ભે’,
આપ્યું આંખો બંધ કરી મેં, કેમ કરી તપાસું ?
બાહર વરસે મધ્યમ મધ્યમ ભીતરનું ચોમાસુ…

ઊર્મિનો ભમ્મરીયો કૂવો છલ્લક છલ્લક થાતો,
પાળી બાંધી ઉપરવાસે અટકાવ્યો છલકાતો,
પિયુ, વિચારી ભરીયે ડગલાં, કોઈ રહે ના પ્યાસુ
બાહર વરસે મધ્યમ મધ્યમ ભીતરનું ચોમાસુ…

– નેહા પુરોહિત

દહીં વલોવાય ત્યારે માખણ સપાટી પર તરી આવે છે, ભીતર વલોવાય ત્યારે આંસુ! પણ આંખની મધ્યમ મધ્યમ ઝરમર જોઈને કંઈ અંદરના ચોમાસાનો ખરો અંદાજ આવે? પોતે અષાઢનો મેઘ હોવાની પ્રતીતિ સામે પ્રિયતમ ચૈત્રનું કોરું આભ હોવાની ખાતરી કેવી દર્દદાયી હોય છે ! છાતીમાં આવ-જા કરતાં શ્વાસ પણ ભમરાની જેમ શું કાલ કે શું આજ, આખા આયખાને ડંખે છે. પોતે ઊર્મિનો છલકાતો કૂવો હોય અને પ્રિયજન પાળ બાંધી દઈ એનું છલકાવું રોકી દે એય કેવું વસમું! પ્રેમમાં તો છલકાઈ જવાનું હોય, રેલાઈ જવાનું હોય અને ભીંજવી દેવાનું હોય… પ્રેમમાં કોઈ તરસ્યું રહે એ કેમ ચાલે ? પણ કાવ્યનાયિકાની આ વેદના કાવ્યનાયક સમજશે ખરો?

19 Comments »

  1. G.R.Bhatol said,

    December 25, 2009 @ 1:22 AM

    નેહાજી …ગણીજ સુંદર કલ્પના છે. અપનો પરિચય આપોતો ઘણુજ સારું.

    તું ચૈતરીયું નભલું કોરું, હું આષાઢી મે’,
    હું રે વરસું રિમઝિમ, તુંને માવઠડાનો ભે’,

    ——- વયાથાને સુદર રતે સબ્દો માં વણી લીધેલ છે….

  2. સુનીલ શાહ said,

    December 25, 2009 @ 2:30 AM

    મઝાનું, ગણગણવું ગમે તેવું લયબદ્ધ ગીત…જાણે ઝરમર ઝરમર વરસી પડ્યો મેહુલો.

  3. BB said,

    December 25, 2009 @ 5:13 AM

    ઘણીજ ભાવ ભરી રચના.

  4. Sunil Thakkar said,

    December 25, 2009 @ 5:15 AM

    વાહ વાહ્ સુપર્બ કાવ્ય.

  5. pragnaju said,

    December 25, 2009 @ 10:38 PM

    . સ રસ ગીત
    ઊર્મિનો ભમ્મરીયો કૂવો છલ્લક છલ્લક થાતો,
    પાળી બાંધી ઉપરવાસે અટકાવ્યો છલકાતો,
    પિયુ, વિચારી ભરીયે ડગલાં, કોઈ રહે ના પ્યાસુ
    બાહર વરસે મધ્યમ મધ્યમ ભીતરનું ચોમાસુ…

    વાહ્

    નેહા પુરોહિત -ફેશન ડિઝાઇનર?

  6. વિવેક said,

    December 26, 2009 @ 7:58 AM

    જી ના.. નેહા પુરોહિત ફેશન ડિઝાઇનર નથી… તેઓ ભાવનગર રહે છે…

  7. Satish Bhatt said,

    December 27, 2009 @ 7:55 AM

    નેહાબેન ભાવનગરના વતની છે.

    પત્ર વ્યવહાર માટે :

    @@@@

    તેઓ ભાવનગરના કવિઓની બુધસભાના આગળ પડતા સભ્ય છે.

    ખાસ નોઁધ : તેઓ એક સારા કવિ કરતા પણ સારા નાટ્યકાર અને ચિત્રકાર છે.

  8. Divya Modi said,

    December 29, 2009 @ 9:19 AM

    ” ભરી ભરી પાછું ઠલવાવું એમ થયુ છે ખાસ્સુ ,
    બાહર વરસે મધ્યમ મધ્યમ ભીતરનું ચોમાસુ ”

    વાહ નેહાબેન, મજા આવી ગઈ. આજે પ્રતિતી થઈ કે, હુ તમને ઓળખવા છતાં યે નહોતી
    ઓળખતી.. ગુજરાતી ભાષાને આટલું સુંદર ગીત આપવા બદલ હ્રદયપૂર્વક અભિનન્દન.
    તમારા નાટકો વાંચવા અને ચિત્રો જોવા પણ હું એટલી જ આતુર છું. ક્યારે ????

  9. Jayesh said,

    December 29, 2009 @ 10:39 AM

    ખૂબ જ સરસ, લાગણીથી છલોછલ ઋહદય નૅ જ્યારૅ પ્રતિભાવ ન મળૅ ત્યારૅ જૅ વ્યથા થાય તૅની સુંદર અભિવ્યક્તિ.

  10. કિરણ કાલરીયા. said,

    December 29, 2009 @ 3:53 PM

    ખળખળ વહેતા ઝરણાને કીનારાઓનો સહરોતો જોઈએજ. પરંતુ ઝરણાની સાથે કીનારાઓ વહી નથી શકતા ત્યારે થતી ઝરણાંની વેદનાઓનો અદભૂત ચિતાર….

    કવિ રમેશપારેખની પંક્તિઓ યાદ આવે છે.

    બંધ પરબિડિયામાંથી મરણ મળે તમને,
    બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને.

    ટપાલની જેમ તમે ઘેર ઘેર પહોંચો પણ,
    સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને.

  11. varsha tanna said,

    December 30, 2009 @ 2:43 AM

    નેહાબેને ચિત્રકાર છે એ તેમના ગીતમાં ચીતરાય જાય છે. ખૂબ જ સુંદર ગીત

  12. SMITA PAREKH said,

    December 30, 2009 @ 11:15 AM

    હળવે હળવે વીધે મારી ગઈ કાલ ને આજ

    વ્યથાની કેટલી સુન્દર અભિવ્યક્તિ! નેહાબેન,ખરેખર દિલને સ્પર્શી ગઈ.વાહ અદભૂત.

  13. ami s. joshi said,

    December 31, 2009 @ 3:42 AM

    Hi, Neha,
    maja aavi gai taru aa mast git vachine.
    hu pahelethi j janti hati k tu lakhe che ane saras lakhe che pan aatlu saras lakhe che, manne vichartu kari muke avu lakhe che a aaje jyare pratyaksh vachyu tyare j khabar padi.
    Ane aam jova jaiye to taru aa geet mota bhagni ladies ne lagu pade che k chek sudhi ani lagnione koi sacha arthma samji j nathi sakta.
    Welldone. keep it up.
    Please send me some more.

  14. PRADIP SHETH. BHAVNAGAR said,

    January 2, 2010 @ 6:54 AM

    નેહાબેન ને ખૂબ ખૂબ આભિનંદન…

    સતિશ ભટ્ટે કરેલી કોમેન્ટ માં નેહાબેનનુ સરનામુ તથા તેમની નાટ્યકાર અને ચિત્રકાર તરીકેની ઓળખ તથા મોબાઇલ નંબર પણ ખોટા છે. શક્યછે કે એ કોઇ બીજા નેહાબેન હોઇ શકે. પુરી ઓળખાણ અને માહિતી અને ખાત્રી કર્યા કર્યાવીના આમ સરનામુ અને મોબાઇલ નંબર આપવાનો અવિવેક ન કરવો. હવેથી વિવેક રાખશો.
    બીજુ ખાસ ……કોમેન્ટની મર્યાદા ક્રુતિ પુરતી જ રહે… કવિની ઓળખાણ આપી તેમની સાથે વ્યક્તિગત પરિચય છે તે બતાવવા કવિના નામ સરનામા અને સંપર્ક નંબર આપવાનો મોહ ન રખાય,,, આટલો વિવેક જળવાય તેની કળજી લેવાય…

  15. વિવેક said,

    January 2, 2010 @ 7:37 AM

    શ્રી પ્રદીપભાઈ શેઠની વાત સાથે હું સહમત છું… આ બાબતમાં આજે સાંજે જ નેહાબેનનો ફોન આવ્યો ત્યારે હકીકતની જાણ થઈ…

    નેહા પુરોહિત ભલે ભાવનગરમાં રહે છે પણ એ ચિત્રકાર કે નાટ્યકાર નથી અને ઉપરનું સરનામું તથા ટેલિફોન નંબર પણ એમના નથી… સર્જકોનો અંગત પરિચય અકારણ ન ખોલવા વાચકોને નમ્ર વિનંતી…

    આખી આ દુર્ઘટનાની જવાબદારી સ્વીકારી કવયિત્રીની ક્ષમા યાચું છું. કવયિત્રીનો પ્રત્યક્ષ સંપર્ક મેળવવા ઇચ્છુક વાચક લયસ્તરો ટીમનો સંપર્ક કરે એવી અભ્યર્થના…

  16. HIREN BHATT said,

    January 3, 2010 @ 4:58 AM

    વાહ મજા આવિ ગઈ………..you have improved a lot….પણ મને તો ખાત્રિ હતિ કે એક દિવસ તારિ પાસે થિ આવિ સુન્દર રચના મલ્સે જ્…..

  17. kantilal vaghela said,

    December 15, 2012 @ 10:25 AM

    ગિત ગઝલ મા નેહા બિલકુલ નિચોવાય ગયા….કાબિલે દાદ ક્રુતિ માટૅ અભીનન્દન

  18. vijay Shah said,

    November 15, 2013 @ 11:58 PM

    આ કાવ્ય વાંચતા વાંચતા મને એક લઘુકથા જડી છે.
    http://www.vijaydshah.com/2013/11/15/bhitarnu-chomasu/?preview=true&preview_id=11015&preview_nonce=255f96166d&post_format=standard

  19. કિશોર બારોટ્ said,

    April 12, 2015 @ 3:04 AM

    ખુબ સુન્દર ગીત.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment