યાયાવરી કરીને આંસુ ઊડી ગયાં પણ
આંખોના કોરા કાંઠે સુરખાબ રહી ગયાં છે.
- વિવેક મનહર ટેલર

સપ્તપદી વિશેષ: પદ ૨: કન્યા છે કાંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે

M6

(ચિત્ર : નૈનેશ જોશી)

[audio:http://urmisaagar.com/saagar/audio/lagngeet/Kanya-Chhe.mp3]

કન્યા છે કાંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે,
કન્યા કાગળ મોકલે તમે રાયવર વ્હેલા આવો ને…

કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે
કન્યા કાગળ મોકલે, તમે રાયવર વહેલાં આવો રે..

હું કેમ આવું? મારા દાદાજી રીસાણા રે,
તમારા દાદાને પાઘડી પહેરામણી, રાયવર વહેલાં આવો ને…
કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે

હું કેમ આવું? મારા પિતાજી રીસાણા રે,
તમારા પિતાને ખેસની પહેરામણી, રાયવર વહેલાં આવો ને…
કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે.

હું કેમ આવું? મારા માતાજી રીસાણા રે,
તમારી માતાને સેલાની પહેરામણી, રાયવર વહેલાં આવો ને…
કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે.

હું કેમ આવું? મારા બેનીબા રીસાણા રે,
તમારી બેની ને સોળે શણગાર, તમે રાયવર વહેલાં આવો ને…
કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે.

હું કેમ આવું? મારા વિરાજી રીસાણા રે,
તમારા વિરાને સૂટની પહેરામણી, રાયવર વહેલાં આવો ને…
કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે.
કન્યા કાગળ મોકલે, તમે રાયવર વહેલાં આવો ને…

*

ગણેશજીની સ્થાપના, કુળદેવીને આમંત્રણ અને માણેકથંભને રોપ્યા બાદ… ચાક વધાવવાની વિધિ થાય… પીઠી ચોળવાની વિધિ થાય… મોસાળા પૂજાય… એનાંયે ગીતો ગવાય.

હવે તો પોતાના જ લગ્નમાં વર-કન્યાએ પોતે જ કેટલી બધી તૈયારી કરવી પડતી હોય છે…! (અનુભવે સમજાયેલું સત્ય!)  પહેલાં તો બધું જ વડીલો કરી લેતા… વળી કન્યાને તો લગ્નનાં થોડા દિવસો પહેલાંથી જ ઘરનું કામ કરવાની લાડથી મનાઈ કરવામાં આવતી… અને ત્યારે કદાચ કન્યાની અધીરાઈને આવા ગીતોએ જ વાચા આપી હશે. અત્યારે તો હવે……. 🙂

6 Comments »

  1. pragnaju said,

    November 2, 2009 @ 1:09 AM

    કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે
    કન્યા કાગળ મોકલે, તમે રાયવર વહેલાં આવો રે..
    ખૂબ્ સરસ ભાવ ભરી અભિવ્યક્તી

  2. વિવેક said,

    November 2, 2009 @ 1:35 AM

    લોકગીતનો જ એક પ્રકાર ગણી શકાય એવા લગ્નગીતો પણ આપણી લોકસંસ્કૃતિનો સાચો ખજાનો છે… એક યા બીજા કારણોસર આજે એ ખજાનો લયસ્તરોની ગાગરમાં ઉમેરાઈ રહ્યો છે એ બદલ ઊર્મિને અભિનંદન !

  3. Kirtikant Purohit said,

    November 2, 2009 @ 5:35 AM

    ગુજરાતના પ્રદેશે પ્રદેશે આ લોક્ગીતો અનેરો રસથાળ પીરસતા નજરે પડે છે.સુંદર ગીત. આ બધાં ગીતો મધુર સ્વરમાં પણ ઢાળેલાં હોય છે.

  4. અમિત ત્રિવેદી said,

    November 2, 2009 @ 10:51 PM

    ખૂબ ખૂબ અભિનંદન
    આ સાથે મારી ભેટ સ્વિકારવા વિનંતી
    નીચે જણાવેલ ગીતો આપને માટે …..

    http://www.amittrivedi.com/dikari.html

    http://www.amittrivedi.com/lagna.htm

    http://www.amittrivedi.com/ado.htm

    – અમિત ત્રિવેદી

  5. Pinki said,

    November 7, 2009 @ 5:11 AM

    સરસ લગ્નગીત… ! બન્ને રુડાં,રુપાળાં ને સારાં.. !
    ફટાણાં કરતાં આ સારું કોઈને તકલીફ જ નૈ ! 🙂

  6. Rohit Darji said,

    November 7, 2009 @ 10:36 AM

    The great commitment ! you do only come as soon as possible . I am ready to fulfill all your wish,because I crave for you !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment