રંગ કાળો, પીળો થયો જ નહીં,
એના દિલમાં દીવો થયો જ નહીં !
ભરત વિંઝુડા

શૂન્ય ગોરંભાય છે – હર્ષ બ્રહ્મભટ્ટ

એક હોડી આંખમાં દેખાય છે,
હાથ મારા, લો હલેસાં થાય છે.

એક વાદળ દેખીને આકાશમાં,
કૈંક ટહુકા ભીતરે ઘેરાય છે.

આંખમાં કાજળ હવે ટકતું નથી,
હૈયું જાણે આંખથી રેલાય છે.

બારીમાંથી આમ બસ જોયા કરું,
ટેકરી પર ઘાસ વધતું જાય છે.

આભ તો ખૂલી ગયું વર્ષા પછી,
ભીતરે આ શૂન્ય ગોરંભાય છે.

-હર્ષ બ્રહ્મભટ્ટ

બારી એટલે આપણા ભીતરને બહાર સાથે પ્રત્યાયન કરવા માટેની ખુલ્લી સગવડ. પણ કૈક ઉગાડવું હોય તો નિષ્ક્રિયતા ત્યજીને ભીતરેથી નિસરીને બહાર જવું જ રહ્યું અન્યથા જે ટેકરી પર છમ્મલીલા વૃક્ષો ઊગી શકે છે, ત્યાં ઘાસ સિવાય બીજું કશું નજરે નહીં ચડે.

8 Comments »

  1. Kirtikant Purohit said,

    October 3, 2009 @ 2:12 AM

    આભ તો ખૂલી ગયું વર્ષા પછી,
    ભીતરે આ શૂન્ય ગોરંભાય છે.

    સરસ ગઝલ.

  2. રાકેશ ઠક્કર , વાપી said,

    October 3, 2009 @ 4:32 AM

    સરસ ગઝલ.
    એક હોડી આંખમાં દેખાય છે,
    હાથ મારા, લો હલેસાં થાય છે.

  3. kanchankumari parmar said,

    October 3, 2009 @ 8:09 AM

    સંભાળિ લે કસ્તિ તુ હવે તારા હાથ મા કે હોડિ ડુબવાને હવે ઝાઝિ વાર નથિ…..

  4. pragnaju said,

    October 3, 2009 @ 11:59 AM

    મઝાની ગઝલ
    … આભ આખું એમ ગોરંભાય છે, એ પછી આખી ગઝલ સર્જાય છે. સાવ ભીતર કૈંક ભીનું થાય છે,
    ઘેરાતાં વાદળોમાં ભીંજાતાં શબ્દોથી કેમેય રહેવાતું નથી અને કવિને ઈજન આપી જ દે છે, લે લખ ગઝલ……. !! આમ તો, વરસાદ પર માત્ર પ્રેમીઓનો ઈજારો – પણ ના, શૂન્ય પણ ગોરંભાય છે અને પ્રકૃતિમાં
    એક વાદળ દેખીને આકાશમાં,
    કૈંક ટહુકા ભીતરે ઘેરાય છે.

    આંખમાં કાજળ હવે ટકતું નથી,
    હૈયું જાણે આંખથી રેલાય છે.

  5. sudhir patel said,

    October 3, 2009 @ 12:13 PM

    સરસ ગઝલ!
    સુધીર પટેલ.

  6. Dhaval said,

    October 3, 2009 @ 2:47 PM

    ખાલીપાથી ઉભરાતું બારીક શબ્દ-કામ.

  7. MANHAR MODY ('મન' પાલનપુરી) said,

    October 3, 2009 @ 10:27 PM

    સરસ ગઝલ

  8. ડૉ.મહેશ રાવલ said,

    October 18, 2009 @ 9:45 PM

    સુંદર ગઝલ,
    વિચારવૈવિધ્ય અને વિષયગુંથણીમાં જળવાયેલું સાતત્ય ધ્યાનાકર્શક રહ્યું.
    -અભિનંદન સર..!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment