મુક્તક – એસ. એસ. રાહી
કોને ખબર કે કેવો ખુલાસો મળ્યો હશે ?
કિન્તુ એ નક્કી છે કે દિલાસો મળ્યો હશે.
નહીં તો આ દોડતું હરણ ઊભું રહે નહીં
મૃગજળ તરફથી નક્કી જાસો મળ્યો હશે.
– એસ. એસ. રાહી
કોને ખબર કે કેવો ખુલાસો મળ્યો હશે ?
કિન્તુ એ નક્કી છે કે દિલાસો મળ્યો હશે.
નહીં તો આ દોડતું હરણ ઊભું રહે નહીં
મૃગજળ તરફથી નક્કી જાસો મળ્યો હશે.
– એસ. એસ. રાહી
RSS feed for comments on this post · TrackBack URI
sapana said,
September 23, 2009 @ 11:04 PM
વાહ..વાહ.ખૂબ સરસ
મૃગજળ તરફથી નક્કી જસો મળ્યો હશે…વાહ
સપના
prashant said,
September 24, 2009 @ 12:24 AM
ખુબજ સુંદર રચના…
રાકેશ ઠક્કર , વાપી said,
September 24, 2009 @ 12:28 AM
મૃગજળ તરફથી નક્કી………… જસો કે જાશો?
સરસ મુક્તક. આજકાલ ગઝલકારો મુક્તકની અવગણના કરી રહ્યા છે. ભાગ્યે જ મુકતક લખાય છે કે છપાય છે.
રાકેશ ઠક્કર , વાપી said,
September 24, 2009 @ 12:29 AM
જસો કે જાસો ? કદાચ ટાઇપીંગની ભૂલ છે.
pragnaju said,
September 24, 2009 @ 3:23 AM
નહીં તો આ દોડતું હરણ ઊભું રહે નહીં
મૃગજળ તરફથી નક્કી જસો મળ્યો હશે.
વાહ્
“મને વ્યક્ત કર કાં તને તોડું ફોડું”
મને કોઈ મનમાંથી આપે છે જાસો
દેશી નાટકની રમુજ યાદ આવી-
‘આપણી વચ્ચે મનમેળના બહુ પ્રયાસો કરી જોયા પછી મને લાગે છે કે આપણે સાથે નહીં જ રહી શકીએ’ એવી પતિની ચિઠ્ઠી પણ નથી નીકળતી
કે
નથી નીકળતો કોઇ જાસો કે તમારો છોકરો અમારા કબજામાં છે અને …!
ધવલ said,
September 24, 2009 @ 12:13 PM
ખરી વાત છે… જાસો શબ્દ જોઈએ. સુધારી લીધો છે.
અનામી said,
September 24, 2009 @ 1:53 PM
no words……..!!!!!!!!!!!!