ટીપાંની વાત એ જ સમંદરની વાત છે – હેમેન શાહ
મુફલિસની વાત છે કે સિકંદરની વાત છે,
અંતે બહારનાં જ ક્લેવરની વાત છે.
દાવા-દલીલ-માફી-ખુલાસાનું કામ શું ?
પ્રેમી છીએ અમે ને પરસ્પરની વાત છે.
મેં પણ કરી અતીત ઉપર ભૂલથી નજર,
પથ્થર બની ગયેલ મુસાફરની વાત છે.
ઊભા રહેવા જેને મળી સોયની અણી
માલિક એ વિશ્વનો છે, મુકદ્દરની વાત છે.
જીવન સમજવું હોય તો ક્ષણનો ખયાલ કર,
ટીપાંની વાત એ જ સમંદરની વાત છે.
– હેમેન શાહ
ક્ષણનું ધ્યાન રાખી લેવાની આપણી જવાબદારી છે, સદીઓ તો એમનું પોતાનું ધ્યાન રાખી જ લેવાની છે.
ઊર્મિ said,
September 14, 2009 @ 9:33 PM
મજાની ગઝલ… મક્તાનાં શેર પર તો આ-ફ-રી-ન… !
ketan said,
September 15, 2009 @ 12:34 AM
જીવન સમજવું હોય તો ક્ષણનો ખયાલ કર,
ટીપાંની વાત એ જ સમંદરની વાત છે.
સુન્દર . સમજવિ ગમે, વાન્ચવિ ગમે, કહેવિ ગમે. સરસ
રાકેશ ઠક્કર , વાપી said,
September 15, 2009 @ 12:55 AM
સરસ શેર છે.
મેં પણ કરી અતીત ઉપર ભૂલથી નજર,
પથ્થર બની ગયેલ મુસાફરની વાત છે.
Just 4 You said,
September 15, 2009 @ 2:00 AM
દાવા-દલીલ-માફી-ખુલાસાનું કામ શું ?
પ્રેમી છીએ અમે ને પરસ્પરની વાત છે.
મેં પણ કરી અતીત ઉપર ભૂલથી નજર,
પથ્થર બની ગયેલ મુસાફરની વાત છે.
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
વિવેક said,
September 15, 2009 @ 2:28 AM
જીવન સમજવું હોય તો ક્ષણનો ખયાલ કર,
ટીપાંની વાત એ જ સમંદરની વાત છે.
– અદભુત શેર… મજાની ગઝલ…
Prashant said,
September 15, 2009 @ 2:38 AM
This Gazal shows the importance of time. Really very good.
pragnaju said,
September 15, 2009 @ 4:02 AM
ઊભા રહેવા જેને મળી સોયની અણી
માલિક એ વિશ્વનો છે, મુકદ્દરની વાત છે.
જીવન સમજવું હોય તો ક્ષણનો ખયાલ કર,
ટીપાંની વાત એ જ સમંદરની વાત છે.
આ સત્ય ‘યત્ બ્રહ્માંડે તત્ પિંડે’-
એટલે કે જેવું બ્રહ્માંડ છે તેવું જ માનવદેહમાં છે. … આ યત્ બ્રહ્માંડે તત્ પિંડે સિદ્ધાંત દ્વારા નિષ્પન્ન થયેલ એક અનેરું સત્ય છે.આદિ માનવની ધારણા સ્વીકારીએ તો માનવ સંસ્કૃતિનો આજ દિવસ સુધીનો ગજબનાક વિકાસ અનુકરણ અને અનુસરણથી જ થયો છે. શિક્ષણશાસ્ત્રમાં પણ મનોવિજ્ઞાાનની દૃષ્ટિએ આ એક પ્રભાવક પરિબળ ગણાય છે. બાળક જન્મતાં સાથે જ આસપાસના વાતાવરણમાંથી આ રીતે જ શીખતું જાય છે. બાળક દોઢ બે વર્ષનું થતાં જ ઘરમાં બોલાતી ભાષા કડકડાટ બોલતા શીખી જાય છે. એ શું દર્શાવે છે? અડવર્ટાઇઝિંગ એજન્સીઓનો અબજો રૃપિયાનો ધંધો શાના પર ફૂલતોફાલતો રહે છે? લલિતકળા ક્ષેત્રે પણ તાલીમ માટેની આ જ એક માત્ર પદ્ધતિ છે. પોતાના ક્ષેત્રે સફળ હસ્તીઓ મીડિયા સમક્ષ કાંઇક અહંકાર અને મૂળભૂત અજ્ઞાાનને કારણે આવું ભલે કહે અને એ સ્વાભાવિક પણ ગણવું જોઈએ. કારણ કે આખેઆખી માનવ સંસ્કૃતિ અહંકાર અને દંભના પાયા પર ઊભી છે. હાઈ સોસાયટીમાં કે ફાઇવ સ્ટાર હૉટેલોના શિષ્ટાચારો શું દર્શાવે છે? આનો અર્થ હરગીઝ એવો નથી કે સાહિત્ય- કળાક્ષેત્રે મૌલિકતાનો અવકાશ નથી. ઊલટાનું ખુલ્લા દિલે આસપાસમાંથી જે કાંઈ ઉત્તમ અને મૂલ્યવાન પ્રાપ્ત થાય એને પોતાના દિલના રંગમાં ઝબોળીને નિત્ય નવીન રંગો- નવા ધબકારને ખુલ્લો અવકાશ આપવો ત્યારે જ સાહિત્યકૃતિ યા કળાકૃતિ સોળે કળાએ ખીલી ઊઠે છે. “પિંડે સો બ્રહ્માંડે અને બ્રહ્માંડે સો પિંડે”નો અર્થ પણ આમ જ છે.
“સાધનાની વાત મૂકો- સદ્ભાવ પ્રગટાવો” એવા શીર્ષકવાળા શ્રી મોટાની વાણીના સંકલન રૃપે એક લેખ છે. આમીન- આમીન! એના લક્ષ્યાર્થમાં સાધનાને અનાવશ્યક કે ગૌણ નથી જ માનવાની…
શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,
September 15, 2009 @ 5:03 AM
હે man, શાહ છો ગઝલના તમે.
આ ગઝલ વિષે શું લખીએ અમે?
Pancham Shukla said,
September 15, 2009 @ 8:26 AM
ગઝલના કલેવરમાં ગઝલનો મિજાજ સરસ સચવાયો છે.
preetam lakhlani said,
September 15, 2009 @ 9:22 AM
હેમેન તો ગુજરાતી ગઝલ માટે દિવાને ખાસ લાવ્યો છે,
sudhir patel said,
September 15, 2009 @ 7:54 PM
મિજાજથી ભરપૂર ગઝલ!
સુધીર પટેલ.
kirankumar chauhan said,
September 16, 2009 @ 8:16 AM
બહોત બહોત બહોત બઢિયા ગઝલ.
Pinki said,
September 17, 2009 @ 10:48 PM
વાહ…….. સરસ ગઝલ !!
ફારુક ઘાંચી 'બાબુલ' said,
September 20, 2009 @ 10:43 AM
હેમેનભાઈએ બહુ માર્મિક કૃતિ રચી છે. મુફલિસી કે સિકંદરી એ માત્ર વાઘા છે, એવા બાહ્ય દેખાડાનું સાચા સહૃદયીઓ ને – પ્રેમી ઓ ને શું કામ? ભૂતકાળને ભૂલ ને બદલે ભૂલ થી ભૂતકાળ ને નિહાળવામાં જ કદાચ પથ્થર થયેલ (જીવન)પ્રવાસી જોઈ શકાય. અને અંતિમ શેર તો અદભુત છે… પરમાત્માના સત્વ ને સમજવા માટે એને ઘડેલા પરમાણુને પરખવા જોઈએ- આખું જીવન છેવટે તો એક એક ક્ષણનો જ સરવાળો છે ને! …Hats off !
આ શેર પણ ખૂબ ગમ્યો…
ઊભા રહેવા જેને મળી સોયની અણી
માલિક એ વિશ્વનો છે, મુકદ્દરની વાત છે.
બહુ જ અણીયાળી વાત મુલાયમ રીતે રજુ કરી છે. એના અનુસંધાનમાં મારી ગઝલ નો શેર પાઠવવાની અનુમતિ લઉં છું.
આમ તો એકાદ લકીરની વાત છે
હાથમાં બાકી તકદીર ની વાત છે.
‘બાબુલ’ (UK)
અનામી said,
September 20, 2009 @ 2:13 PM
આખી ગઝલ અદભૂત……આફરીન!!!!!!!!